ગ્રીન કાર્ડ EB-2 અને EB-3 વચ્ચે શું તફાવત છે?

0
888

 

તમે એમ્પ્લોયમેન્ટ વીઝા લેવા માગતા હશો તો EB-2 અને EB-3  વીઝા વિશે સાંભળ્યું હશે. બંને પરમેનન્ટ રહેણાંક માટેના, ગ્રીન કાર્ડ છે, જે સ્કીલ્ડ પ્રોફેશનલ્સ અને શિક્ષણવિદોને મળે છે. જોકે બંને વચ્ચે સ્પષ્ટ તફાવત છે. તેની વિગતો આપીને તેમાંથી તમારા માટે કયો વિકલ્પ વધારે સારો છે તેની ચર્ચા આપણે અહીં કરીશું.

EB-2 ગ્રીન કાર્ડ એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા પ્રોફેશનલ્સ માટે છે. EB-2 સેકન્ડ પ્રેફરન્સ કેટેગરી છે અને વિજ્ઞાન, મેડિસિન, કલા, વેપાર અને એથ્લેટિક્સમાં સવિશેષ કુશળતા માટે પણ પસંદગી થઈ શકે. આ રીતે કાં તો તમારી પાસે એડવાન્સ્ડ ડિગ્રી હોવી જોઈએ અથવા આગવી પ્રતિભા હોવી જોઈએ.

EB-2 ગ્રીન કાર્ડ ઇચ્છુક નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવર (NIW) મેળવી શકે છે. PERM લેબર સર્ટિફિકેશન વિના પણ અમેરિકાના હિતમાં નોકરી આપવા માટે આ વેઇવર માગી શકાય છે. અરજદાર પોતે નેશનલ ઇન્ટરેસ્ટ વેઇવર માટે વિનંતી કરી શકે છે. તેના વતી એમ્પ્લોયરે અરજી કરવાની જરૂર નથી. જોકે USCIS આ વેઇવરની અરજીને ઊચ્ચ કક્ષાએ ચકાસતી હોય છે.

વ્યક્તિને EB-2 ગ્રીન કાર્ડ મળી જાય તે પછી તેના પરિવારને પણ લાભ મળે. જીવનસાથીને પણ E-21 સાથે અને સગીર સંતાનોને E-22 સાથે અમેરિકામાં પ્રવેશ મળી શકે છે. એ જ રીતે આ વીઝાધારકના જીવનસાથી અમેરિકામાં લીગલી કામ કરવા માટે એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડોક્યુમેન્ટ માટે પણ અરજી કરી શકે છે,

EB-3 ગ્રીન કાર્ડ માટે જે તે ક્ષેત્રમાં બે વર્ષની તાલીમ અને અનુભવ જરૂરી મનાય છે. બેચલર કે તેને સમકક્ષ ડિગ્રી પણ ગ્રીન કાર્ડ ક્લાસિફિકેશન પ્રમાણે જરૂરી ગણાય છે. અનસ્કિલ્ડ વર્કર તેને ગણાય જેણે બે વર્ષ કરતાં ઓછો સમયનો અનુભવ હોય તેવી જગ્યા માટે અરજી કરી હોય. EB-3 એ થર્ડ પ્રેફરન્સ કેટેગરી છે.

EB-2ના અરજદાર કરતાં EB-3 ગ્રીન કાર્ડ અરજદારની ઓછી ચકાસણી થાય છે, કેમ કે તેમાં થ્રેશહોલ્ડ નીચો હોય છે. ઓછામાં ઓછા બે વર્ષના અનુભવની જરૂર હોય તેવી જોબ માટે જ અરજી કરવાની હોય છે. આ અરજી કરનાર પ્રોફેશનલ પાસે બેચલર કે તેને સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.

અનસ્કિલ્ડ વર્કર EB-3 માટે અરજી કરે ત્યારે તેણે જે જગ્યા માટે અરજી કરી હોય ત્યાં બે વર્ષ કરતાં ઓછા અનુભવની જરૂર પડતી હોવી જોઈએ. પરંતુ તે જોબ ટેમ્પરરી કે સિઝનલ ના હોવી જોઈએ. આ ઉપરાંત આ જ જગ્યા માટે લાયક અમેરિકન કામદાર ઉપલબ્ધ નથી તે માટેનું PERM લેબર સર્ટિફિકેશન જરૂરી છે.

ઇમિગ્રેશન તથા આ પ્રકારના વીઝા પ્રોસેસિંગ માટે તમારા મનમાં સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x109)  વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ- www.visserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/