પરિવાર આધારિત વીઝા કેવી રીતે મળી શકે?

0
1544

 

ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) હેઠળ ફેમિલી બેઝ્ડ વીઝા કેટેગરીના બે ગ્રુપ છે. એક ગ્રુપમાં અમેરિકાના નાગરિકો અને કાયદેસરના કાયમી વસાહતીઓના નીકટના સગાઓનો સમાવેશ થાય છે. બીજા ગ્રુપમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેમને અમેરિકાના નાગરિક કે કાયદેસરના કાયમી વસાહતીના નીકટના સગા ગણવા જરૂરી હોતા નથી.

પરિવાર આધારિત વીઝા મેળવવા માટે અરજી કરતી વખતે આ બંને કેટેગરીને બરાબર સમજી લેવી જોઈએ અને તે રીતે અરજી કરવી જોઈએ. પરિવાર આધારિત વીઝાને જ્ વીઝા તરીકે ઓળખવામાં આવે છે, જેના કેટલાક મુદ્દાઓની ચર્ચા અહીં કરીશું.

અમેરિકાના નાગરિકના નીકટના સગા તરીકે વીઝાની અરજી એ લોકો કરી શકે, જે જીવનસાથી હોય, સગીર સંતાનો હોય કે માતાપિતા હોય. આ સ્વજનો માટે વીઝા કરવા માટેની ચોક્કસ પ્રક્રિયા છે. આટલા નીકટના સગા ના હોય તેમના માટે પણ પરિવાર આધારિત વીઝાની કેટેગરી છે. આ બીજી કેટેગરીમાં કયા પ્રકારના સ્વજનોનો સમાવેશ થઈ શકે તે અને તેના માટે કઈ કેટેગરીના વીઝા મળે તે નીચે પ્રમાણે છેઃ

 ફર્સ્ટ પ્રેફરન્સ (F1): અમેરિકાના નાગરિકના ૨૧ વર્ષ કે તેથી વધુ ઉંમરના અપરિણિત સંતાનો.

 સેકન્ડ પ્રેફરન્સ (F2A):કાયદેસરના કાયમી વસાહતીઓના જીવનસાથી અને સંતાનો, જેમની ઉંમર ૨૧ વર્ષથી ઓછી હોય અને અપરિણિત હોય.

 સેકન્ડ પ્રેફરન્સ (F2B): કાયદેસરના કાયમી વસાહતીઓના ૨૧ વર્ષથી નાની ઉંમરના સંતાનો, જે અપરિણિત હોય.

 થર્ડ પ્રેફરન્સ (F3) : અમેરિકાના નાગરિકોના અપરિણિત સંતાનો.

 ફોર્થ પ્રેફરન્સ (F4): અમેરિકાના નાગરિકના ૨૧ વર્ષ કે તેથી મોટી ઉંમરના ભાઈ બહેનો.

આ પ્રકારની કેટેગરીમાં આવતા સગાઓને વીઝા મળી શકે છે, પરંતુ તે મેળવવા માટે બીજી પણ કેટલીક જરૂરિયાતો અને શરતો પૂર્ણ થતી હોવી જોઈએ.

દાખલા તરીકે રજિસ્ટર પર્મેનન્ટ રેસિડન્સ માટે અથવા એડજસ્ટ સ્ટેટસ માટેની અરજી, Form I-485, ભરેલા હોવા જોઈએ. અરજદારની તપાસ થઈ હોય અને અમેરિકામાં તેમને પ્રવેશ મળી ગયો હોય અને Form I-485 ભરવામાં આવે ત્યારે આ સગાઓ અમેરિકામાં સદેહે હાજર હોવા જોઈએ.

અરજદાર ઇમિગ્રન્ટ વીઝા મેળવવા અથવા USCISના  ફેવરેબલ ડિસ્ક્રેશન માટે પણ લાયક ગણાવવો જોઈએ. એટલે કે તેની સામેના કોઈ નેગેટિવ ફેક્ટર્સ હોવા જોઈએ નહીં. ફેમિલી પ્રેફરન્સ વીઝા માટે વાર્ષિક ક્વોટા હોય છે એટલે કેટલી અરજી થઈ અને મંજૂર થઈ તેના આધારે રાહ જોવી પડતી હોય છે.

ઇમિગ્રેશન તથા વીઝાના આ પ્રકારના નિયમો તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો અથવા કોઈ સવાલો હોય તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006(x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here