એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડમાં કટ ઓફ ડેટ આગળ વધી રહી છે

0
878

 

અમેરિકાના વિદેશ મંત્રાલયે (૨૦૨૧ના વર્ષનું પ્રથમ) ઑક્ટોબર ૨૦૨૦નું વીઝા બૂલેટીન બહાર પાડ્યું છે. બૂલેટીનમાં નોકરી આધારિત અને ફેમિલી આધારિત એ બે કેટેગરીમાં ગ્રીન કાર્ડમાં બેકલોગ જણાય આવે છે.

એમ્પ્લોયમેન્ટ આધારિત, ફર્સ્ટ પ્રેફરન્સ EB-1

ચીન અને ભારત માટે EB-1ની કટ ઓફ ડેટને લંબાવીને ૧ જૂન, ૨૦૧૮ કરાઇ છે. ફાઇલિંગ માટેની ડેટ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ હતી.

એમ્પ્લોયમેન્ટ આધારિત, સેકન્ડ પ્રેફરન્સ EB-2

EB-૧ની જેમ જ EB-2  પણ બીજા દેશો માટે કરન્ટ છે, જ્યારે ચીન અને ભારત માટે તે આગળ લંબાવીને ૧ માર્ચ, ૨૦૧૬ કરાઈ છે. ચીન માટે EB-2ની કટ ઓફ ડેટ ૧ ઓક્ટોબર, ૨૦૧૬ હતી. ભારત માટે આગળ વધારીને ૧ સપ્ટેમ્બર, ૨૦૦૯ થઈ છે. ભારત માટે eb-2ની કટ ઓફ ડેટ ૧૫ મે, ૨૦૧૧ છે.

એમ્પ્લોયમેન્ટ આધારિત, થર્ડ પ્રેફરન્સ EB-3

ચીન અને ભારતના સિવાયના દેશો માટે કરન્ટ છે. ભારત માટે EB-3 કટ ઓફ ડેટ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૦ થઈ છે.

એમ્પ્લોયમેન્ટ આધારિત, ફોર્થ પ્રેફરન્સ EB-4

મેક્સિકો ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને અલસાલ્વાડોર સિવાય બાકીના દેશો માટે કરન્ટ છે.

એમ્પ્લોયમેન્ટ આધારિત, ફિફ્થ પ્રેફરન્સ EB-5

ભારત સહિત સૌ દેશો માટે કરન્ટ છે. જોકે ચીનની કટ ઓફ ડેટ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૫ યથાવત રહી છે.

આ રીતે જોઈએ તો કટ ઓફ ડેટ બહુ ઝડપથી એડવાન્સ થઈ રહી છે. ૨૦૨૧ના વર્ષ માટે સૌથી ઊંચી લિમિટ ગઈ છે – અંદાજે ૨૬૧,૫૦૦. વિદેશ મંત્રાલયના અંદાજ અનુસાર ભારત અને ચીનની કટ ઓફ ડેટ EB-1, EB-2, અને EB-3 હજીય આગળ વધી શકે છે.

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનલિટી લોઝ તમને કે તમારા મિત્રો, સગાઓને કેવી રીતે અસર કરી કે છે તેની વધુ માહિતી માટે NPZ Law Groupના લોયર્સનું માર્ગદર્શન મેળવી શકો છો. આ માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા સંપર્ક કરો 201-670-0006 (x1060 વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ http://www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/