ગ્રીન કાર્ડ રિન્યૂઅલ માટેની મુદતમાં 24 મહિનાનો વધારો

0
696

 

 

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) તરફથી પરમેનન્ટ રેસિડન્ટ કાર્ડ (ગ્રીન કાર્ડ)ની વૅલિડિટી આપોઆપ 24 મહિના માટે લંબાવવા માટેનો નિર્ણય કરાયો છે. ગ્રીન કાર્ડ રિપ્લેસમેન્ટ માટે કાયદેસરના વસાહતીઓએ Form I-90 ભરીને અરજી કરી હોય છે, તેની મુદતમાં 24 મહિનાનો વધારો 26 સપ્ટેમ્બરથી લાગુ કરાયો છે.

કાયદેસરના પરમેનન્ટ રેસિડન્ટ હોય અને તેમણે ગ્રીન કાર્ડની મુદત પૂર્ણ થવાની હોય ત્યારે તેને લંબાવવા માટે યોગ્ય રીતે Form I-90 ફાઈલ કર્યું હોય ત્યારે અગાઉ 12 મહિના સુધીનું એક્સટેન્શન આપવામાં આવતું હતું.

તેની સામે હવે USCISએ નિર્ણય કર્યો છે કે Form I-90 ભરાયું હોય તેની રિસિટ નોટિસમાં ગ્રીન કાર્ડની વૅલિડિટી 24 મહિના સુધી લંબાવવામાં આવશે. અત્યાર સુધીમાં જે Form I-90 પેન્ડિંગ છે, તેને નોટિસ મોકલવામાં આવે ત્યારે 26 સપ્ટેમ્બર, 2022થી આ રીતે સુધારો કરીને મોકલવામાં આવી રહી છે.

આ રીતે રિસિટ નોટિસ મળી હોય તેને એક્સપાયર થઈ ગયેલા ગ્રીન કાર્ડ સાથે રજૂ કરી શકાય છે અને તે રીતે દર્શાવી શકાય છે કે તેમનું સ્ટેટસ ચાલુ રહ્યું છે. હાલમાં પ્રોસેસિંગમાં બહુ સમય લાગી રહ્યો હોવાથી અરજદારોની અરજીઓનો નિકાલ થતો નથી અને તેથી આ એક્સટેન્શનને કારણે તેમને રાહત મળશે. ગ્રીન કાર્ડ રિન્યૂ થવામાં સમય લાગે તે દરમિયાન આ રીતે નોટિસથી તેમનું કામ ચાલી જશે.

તમે અરજી કરી હોય અને હજી સુધી તમારું રિપ્લેસમેન્ટ ગ્રીન કાર્ડ તમને ના મળ્યું હોય ત્યારે તમારે સ્ટેટસના પુરાવા માટે શું કરવું એ સવાલ છે? આવા સંજોગોમાં તમારે USCIS કોન્ટેક્ટ સેન્ટરનો સંપર્ક કરીને ફિલ્ડ ઓફિસ માટેની એપોઇન્ટમેન્ટ માગવી જોઈએ. આવી સ્થિતિમાં USCIS તરફથી એલિયન ડૉક્યુમેન્ટેશન, આઈડેન્ટિફિકેશન અને ટેલિકમ્યુનિકેશન્સ (ADIT) સ્ટેમ્પ તમને આપવામાં આવી શકે છે. તમે Form I-90 ભરો તે પછી તમને આવી સ્ટેમ્પ મળી શકે છે.

વધુ માહિતી માટે ગ્રીન કાર્ડ USCISની વૅબસાઇટ પર રિપ્લેસ યોર ગ્રીન કાર્ડ (Replace Your Green Card) પેજ છે, તે જોઈ શકો છો. તેની લિન્ક આ પ્રમાણે છે: https://www.uscis.gov/newsroom/alerts/uscis-extends-green-card-validity-extension-to-24-months-for-green-card-renewals

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/