કન્ડિશનલ કાયમી વસાહતી માટે સ્ટેટસ એવિડન્સના પુરાવાની મુદત લંબાવાઈ

0
856

 

૪ સપ્ટેમ્બર, ૨૦૨૧થી USCIS તરફથી સ્ટેટસના એવિડન્સ આપવા માટેની મુદત લંબાવવામાં આવી છે. રિસિપ્ટ નોટિસ દર્શાવીને એવિડન્સ ઑફ સ્ટેટસ આપી શકાય છે, તેની મુદત ૧૮ મહિનાથી વધારીને ૨૪ મહિના કરવામાં આવી છે. જે અરજદારોએ Form I-751, રેસિડન્સની કન્ડિશન્સ દૂર કરવા માટે કરવામાં આવેલી અરજી કરી હશે અથવા પરમેનન્ટ રેસિડન્સ સ્ટેટસ માટેની કન્ડિશન્સ દૂર કરવા માટે ઇન્વેસ્ટરે Form I-829 ભર્યું હશે તો તેમને આ નવા નિયમોનો લાભ મળશે.

આગલા વર્ષ દરમિયાન કામ અટક્યું હતું તેના કારણે કામનો ભરાવો થયો છે, તેને ધ્યાનમાં રાખીને હાલમાં પ્રોસેસિંગ સમય વધી ગયો છે. તેને ધ્યાનમાં રાખીને Form I-175 અને Form I-829 માટેની મુદત ૧૮ના બદલ ૨૪ મહિના કરાઈ છે.

આ બંને ફોર્મ જે અરજદારે યોગ્ય રીતે ફાઈલ કર્યા હશે તેમને રિસિપ્ટ નોટીસ મળશે. આ નોટીસ Form I-551(ગ્રીન કાર્ડ માટેની અરજી) ભરતી વખતે સાથે રજૂ કરી શકાશે. આ નોટિસ દર્શાવીને ગ્રાન કાર્ડ માટેની મુદત પૂર્ણ થતી હોય તે તારીખ પછી સ્ટેટસ કન્ટિન્યૂ છે તેવું ૨૪ મહિના સુધી દર્શાવી શકાશે.

આ જ રીતે ૪ સપ્ટેમ્બર પહેલાં જેમણે Form I-751 અથવા Form I-829 યોગ્ય રીતે ફાઇલ કર્યા હશે, અને તેમની અરજીનો નિકાલ થવાનો બાકી હશે, તેમાંથી જે લાયક હશે તેમને નવી રિસિપ્ટ નોટિસ પણ USCIS ઇશ્યૂ કરશે. આ નોટિસ પણ ગ્રીન કાર્ડની મુદત પૂર્ણ થતી હોય તે તારીખ પછી ૨૪ મહિના સુધી સ્ટેટસ કન્ટિન્યૂ છે તેના પુરાવા તરીકે દર્શાવી શકાશે.

એ યાદ રાખવું જરૂરી છે કે કન્ડિશનલ પરમેનન્ટ રેસિડન્ટ અમેરિકાની બહાર એક વર્ષ કરતાં વધુ સમય રહેવા માગતા હોય તો તેમણે દેશ છોડતા પહેલાં રિએન્ટ્રીની પરમીટ માટે Form I-131, Application for Travel Document, ફાઇલ કરી દેવી જોઈએ.

ઇમિગ્રેશન, વીઝા કે સ્ટેટસ માટેની પ્રોસેસ વિશે તમારા મનમાં પ્રશ્નો હોય અથવા વધુ જાણકારી ઇચ્છતા હો અથવા તો તમને, તમારા પરિવારને તે કેવી રીતે તે અસર કરે છે તે જાણવા માગતા હો તો અમારા NPZ Law Groupના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here