US  વેક્સિન્સ ભારતના સ્ટ્રેન સામે અસરકારકઃ અમેરિકન નિષ્ણાતો

 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ઉપલબ્ધ કોવિડ-૧૯ની વેક્સિન્સ ભારતના સ્ટ્રેન સામે અસરકારક હોવાની માહિતી અમેરિકાના અધિકારીઓએ આપી છે. અમેરિકાની નેશનલ ઇનિ્સ્ટટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસિઝિસ (NIAID)ના ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ જો બાયડેનના ચીફ મેડિકલ એડવાઇઝર ડો. એન્થની ફૌસીએ જણાવ્યું હતું કે, અમારા પરીક્ષણ સૂચવે છે કે, અમે અત્યારે જે વેક્સિનનો ઉપયોગ કરી રહ્યા છે તે આંશિક રીતે અને મહદઅંશે (ભારતીય સ્ટ્રેન સામે) સુરક્ષા આપે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ભારતમાં સૌથી પહેલાં મળેલો કોવિડ-૧૯નો B.1.617 વેરિયન્ટ WHO દ્વારા વૈશ્વિક સ્તરે વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે વર્ગીકૃત કરાયો છે.