USમાં  મળ્યો Coronavirusનો  પ્રથમ ભારતીય સ્ટ્રેન, એક રિસર્ચમાં થયો ખુલાસો

 

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાઇરસ એકવાર ફરી તાંડવ મચાવી રહ્યો છે. ભારત સહિત ઘણા દેશોમાં કોવિડ ૧૯ સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. કોરોના મહામારી વિશે કહેવામાં આવે છે કે આ તે બીમારી છે જેના અનેક રૂપ છે. કોરોનાના રૂપ બદલવાની પ્રક્રિયા અને મારક ક્ષમતાને લઈને ઘણા દેશોમાં રિસર્ચ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈ વાઇરસનું સ્વરૂપ અને ગુણધર્મ બદલવાની ગતિવિધિઓને સ્ટ્રેન અને મ્યૂટેશન કહેવામાં આવે છે. 

વિશ્વભરની ગતિ પર એક સાથે બ્રેક લગાવી ચુકેલા કોરોનાના ઘણા રૂપોની ઓળખ થઈ ચુકી છે. તમને ભારતમાં કોરોનાના અમેરિકી સ્ટ્રેન, યૂકે સ્ટ્રેન, સાઉથ આફ્રિકી સ્ટ્રેન અને યૂએઈ સ્ટ્રેન સહિત અન્ય દેશોના ટેગ લાગેલા કોરોનાના રૂપ ભારતમાં મળવાના સમાચાર સાંભળ્યા હશે. જ્યારે-જ્યારે દેશમાં કોરોનાના મ્યૂટેશન કે પછી કોઈ બીજા દેશનો સ્ટ્રેન મળવાનો ખુલાસો થયો ત્યારે-ત્યારે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. 

આ વચ્ચે અમેરિકામાં કોરોના વાઇરસનો ઈન્ડિયન સ્ટ્રેન સામે આવવાની ખબર છે. Stanford University યુનિવર્સિટીના રિસર્ચમાં અમેરિકામાં કોરોનાના પ્રથમ ભારતીય સ્ટ્રેનની હાજરીની પુષ્ટિ કરી છે. સંક્રમણનો આ કેસ ઉત્તરી કેલિફોર્નિયામાં જોવા મળ્યો છે. 

એનબીસીના રિપોર્ટ પ્રમાણે આ દર્દી San Francisco Bay એરિયામાં રહે છે. જે કોરોનાના ઈન્ડિયન સ્ટ્રેનથી પીડિત છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા અમેરિકામાં ઈન્ડિયન સ્ટ્રેનની ઓળખ ઈન્ડિયન હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કરી હતી. પરંતુ વર્ષ ૨૦૨૦ના અંત સુધી ભારતે કોરોના મહામારી સામે જંગમાં સાવચેતી રાખતા સંક્રમણમાં કાબુ પણ કરી લીધો હતો. તો માર્ચ ૨૦૨૧માં સંક્રમણની ગતિ એટલી બેકાબૂ બની છે કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં એક દિવસમાં કોરોના સંક્રમણના નવા કેસનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. 

અમેરિકી અધિકારીઓ પ્રમાણે ઠંડીની સીઝનમાં પીક બાદ હાલ અહીં સ્થિતિ કાબુમાં છે. ક્યારેક કેલોફોર્નિયાની ગણના અમેરિકાના સૌથી વધુ કોરોના પીડિત ક્ષેત્રમાં થતી હતી. સરકારી આંકડા પ્રમાણે અહીં સંક્રમણનો આંકડો ૩૫ લાખને પાર હતો અને કોરોનાને કારણે રાજ્યમાં ૫૮ હજાર લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here