કાયદેસરના કાયમી વસાહતની અરજી સાથે સોશ્યલ સિક્યુરિટી નંબરની અરજી

0
995

 

અમેરિકામાં કાયદેસર રીતે કાયમી વસાહત સ્ટેટસ (ગ્રીન કાર્ડ) માટે અરજી કરનારા લોકો હવે સોશ્યલ સિક્યુરિટી નંબર (SSN) માટે અથવા તો સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટેની એપ્લિકેશનની પ્રોસેસ કરે ત્યારે રિપ્લેસમેન્ટ કાર્ડ માટે અરજી કરી શકે છે તેવી જાહેરાત USCIS તરફથી કરવામાં આવી છે.

અગાઉ આ અરજદારોએ સોશ્યલ સિક્યુરિટી નંબર માટે સોશ્યલ સિક્યુરિટી ઓફિસમાં અલગથી અરજી કરવી પડતી હતી. USCIS હવે પરમેનન્ટ રેસિડન્સ માટે અથવા સ્ટેટસ એડજસ્ટ માટેની અરજી કરવા જે ભરવાનું હોય છે તે Form I-485 રિવાઇઝ કરી રહ્યું છે. નવા ફોર્મમાં SSN માટે અથવા રિપ્લેસમેન્ટ કાર્ડની અરજી કરવા માટે જરૂરી વધારાના પ્રશ્નોને સમાવી લેવામાં આવશે.

આ રીતે સોશ્યલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન સાથેની અમારી ભાગીદારીમાં વધારો કરાયો છે તે દર્શાવે છે કે રાષ્ટ્રની ઇમિગ્રેશન સિસ્ટમને વધારે કાર્યદક્ષતા સાથે ચલાવીને અરજદારોનો સમય બચાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, એમ USCIS ડિરેક્ટર ઉર એમ. જેડોએ જણાવ્યું હતું. બિનજરૂરી બ્યૂરોક્રસી દૂર કરીને પબ્લિક સર્વિસ એજન્સીઝ વચ્ચે સહયોગ વધારવાની બાબતને બાયડેન-હેરિસ સરકાર અગ્રતા આપી રહી છે.

અરજદાર તરફથી ભરવામાં આવેલા Form I-485ને એપ્રૂવ કરવામાં આવે તે પછી મોટા ભાગના કિસ્સામાં USCIS જરૂરી ડેટા ઇલેક્ટ્રોનિકલી સોશ્યલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનને ટ્રાન્સફર કરશે. આ ડેટા મળ્યા પછી સોશ્યલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન જરૂર પડે તે પ્રમાણે પોતાની રીતે જ SSN આપશે અથવા રિપ્લેસમેન્ટ કાર્ડ આપશે. આ રીતે સોશ્યલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન સાથે સહયોગ થશે તે માટે વધારાની કોઈ ફી Form I-485 ભરવા માટે લેવામાં આવશે નહીં.

આ નવા ફેરફારો Form I-485માં તત્કાલ લાગુ કરાયા છે અને અરજદારો નવું ફોર્મ ભરવાનું શરૂ કરી દઈ શકે છે. USCIS દર વર્ષે અંદાજે ૫૭૬,૦૦૦ Forms I-485 મળે છે.

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ વિશે તમારા મનમાં પ્રશ્નો હોય અથવા વધુ જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group સંપર્ક કરો. આ કાયદા તમને, તમારા પરિવારને કેવી રીતે અસર કરે છે તે જાણવા માટે પણ અમારા ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here