UNમાં શી જિનપિંગના પાંચ સૌથી મોટા જુઠ્ઠાણા, કોણ કરશે ચીન પર વિશ્વાસ?

 

નવી દિલ્હીઃ ચીનની આદત છે કે તે વારંવાર દગો કરે છે અને ખોટું બોલે છે. United Nations General Assembly (UNGA) ના ૭૫માં સેશનમાં શી જિનપિંગે બે વાત કરી. પહેલી વાત એ કે ચીન શાંતિપ્રિય દેશ છે અને કહ્યું કે દેશોમાં મતભેદ વાતચીત દ્વારા ઉકેલાવા જોઈએ. બીજી વાત એ કે ચીન દુનિયા સાથે મળીને કોરોના મહામારી સામે લડશે. અવિશ્વાસના આ માહોલમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આ નિવેદન પર કેટલો ભરોસો વ્યક્ત કરી શકાય. 

UNમાં શી જિનપિંગના ૫ સૌથી મોટા જૂઠ્ઠાણા

જૂઠ્ઠાણું નંબર ૧ઃ ચીન કોઈ દેશ સાથે યુદ્ધ ઈચ્છતું નથી.

જૂઠ્ઠાણું નંબર ૨ઃ ચીન એક શાંતિપ્રિય દેશ છે. 

જૂઠ્ઠાણું નંબર ૩ઃ ચીન ક્યારેય વિસ્તારવાદની કોશિશ કરતું નથી. 

જૂઠ્ઠાણું નંબર ૪ઃ ચીન કોઈ દેશ સાથે કોલ્ડવોર ઈચ્છતું નથી.

જૂઠ્ઠાણું નંબર ૫ઃ ચીન બીજા દેશો પર દબદબો કાયમ કરવાની કોશિશ કરતું નથી. 

ચીને કોરોના વાઇરસ ફેલાવ્યો અને દુનિયાને ખોટું કહ્યું, ભારતની જમીન પર અતિક્રમણ કરવાની ફિરાકમા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર જૂઠ્ઠાણાનો સહારો લે છે. દુનિયામાં દરેક મોરચે ઘેરાયા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત રાષ્ટ્રમાં એક મોટું નિવેદન આપ્યું. આ નિવેદન તેમણે એવા સમયે આપ્યું કે જ્યારે ચીનની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ કરનારો દેશ છે. અમારો દેશ શાંતિપ્રિય અને સહભાગીદારીમાં વિશ્વાસ ધરાવે છે અને ક્યારેય વિસ્તાર કે અન્ય દેશ પર પ્રભાવ સાબિત કરવાની કોશિશ કરતું નથી. અમે કોઈ પણ દેશ સાથે કોલ્ડવોર ઈચ્છતા નથી કે સીધુ યુદ્ધ પણ નહીં. અમે બીજા દેશો સાથે અમારા મતભેદ સમાપ્ત કરીને તથા સમસ્યાના સમાધાન માટે સંવાદ ચાલુ રાખીશું. 

ભારત સાથે સરહદ પર તણાવ બાદ આર્થિક અને કૂટનીતિક મોરચે ચીન સમગ્ર દુનિયામાં એકલું પડી ગયું છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ચીનના રાષ્ટ્રપતિ ખોટું બોલી રહ્યા છે. તેઓ કહે છે કે ચીન એક શાંતિપ્રિય દેશ છે. જ્યારે દુનિયા સત્યથી વાકેફ છે કે ચીનના દુનિયાના અનેક દેશો સાથે સરહદ વિવાદ છે. અને ચીનની નીતિ જ વિસ્તારવાદની છે. જેનો જવાબ  ભારત પહેલા જ આપી ચૂક્યું છે. 

શી જિનપિંગે એવો દાવો પણ કર્યો છે કે ચીન કોઈ પણ દેશ સાથે યુદ્ધ ઈચ્છતું નથી. શી જિનપિંગ દલીલો ગમે તે આપે પરંતુ સત્ય એ છે કે ચીનની સેના પીએલએ યુદ્ધ લડવા માટે કાબિલ નથી. 

UNGA  ૭૫માં સેશનમાં શી જિનપિંગે કહ્યું કે બંને દેશો વચ્ચે મતભેદો થવા સ્વાભાવિક છે, પરંતુ મહત્ત્વપૂર્ણ એ છે કે આ મતભેદો વાતચીત અને પરસ્પર સહમતિથી ઉકેલવામાં આવે. હાલના સમયમાં ચીન પર દુનિયાનો ભરોસો તૂટી ગયો છે. શ્ફ્ઞ્ખ્ના ૭૫મા સેશનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોના મહામારી માટે ફરી એકવાર ચીનને જવાબદાર ઠેરવ્યું. તેમણે કહ્યું કે આપણે એક વૈશ્વિક સંઘર્ષમાં ગૂંચવાઈ ગયા છીએ. અમે એક અદ્રશ્ય દુશ્મન ચીની વાઇરસ સામે લડાઈ છેડી છે. આ વાઇરસે ૧૮૮ દેશોમાં અગણિત જિંદગીઓનો ભોગ લીધો છે. 

ચીનના સંબંધો અમેરિકા કે ભારત કોઈની સાથે સારા નથી. જો કે ચીન ભલે વાતચીતથી દરેક મુદ્દાનો ઉકેલ લાવવાનો દાવો કરે પરંતુ સત્ય એ છે કે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની વાતચીત અને બંને દેશો વચ્ચે કોર કમાન્ડર સ્તરની છઠ્ઠી મીટિંગ થવા છતાં હજુ સુધી સરહદે તણાવ ઓછો થયો નથી. જિનપિંગે પોતાના ભાષણમાં ભારતનો ઉલ્લેખ ન કર્યો. જો કે ભારત સિવાય અન્ય અનેક દેશો સાથે ચીનને સરહદ વિવાદ ચાલુ છે