UNમાં પાકિસ્તાનને મોટો ઝટકો, બે ભારતીયોને આતંકવાદી સાબિત ન કરી શક્યા

 

ન્યૂયોર્કઃ પાકિસ્તાનનું    ભારત  વિરુદ્ધ વધુ એક ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું છે. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર (Unites Nations) ની ૧૨૬૭ કમિટી હેઠળ બે ભારતીયોના નામ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આંતરરાષ્ટ્રીય આતંકીઓની યાદીમાં સામેલ કરાવવામાં નિષ્ફળ થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્રમાં યૂનાઇડેટ કિંગડમ, અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે પાકિસ્તાનના દાવાને નકાર્યો અને કહ્યું કે, પાકિસ્તાનની પાસે આ ભારતીયોને આતંકવાદી જાહેર કરવાનો કોઈ પૂરાવા નથી. પાકિસ્તાન બે ભારતીય નાગરિકો ગોબિંદા પટનાયક અને અંગારા અપ્પાજીના નામને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદીઓની યાદીમાં સામેલ કરાવવા ઈચ્છતું હતું. સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ પાકિસ્તાનને આ બંને ભારતીયો વિરુદ્ધ પૂરાવા જમા કરાવવાનો સમય પણ આપ્યો પરંતુ પાક નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાન દ્વારા પૂરાવા એકત્રિત કરવા સુધી મામલો હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો, પરંતુ પાકિસ્તાન કોઈ પૂરાવા આપી શક્યું નથી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂતે ટ્વીટ કરીને કહ્યું, ‘આતંકવાદને ધાર્મિક રંગ આપીને ૧૩૬૭ વિશેષ પ્રક્રિયાનું રાજનીતિકરણ કરવાના પાકિસ્તાનના નાપાક પ્રયત્નોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે નિષ્ફળ કરી દીધા છે. અમે તે બધા પરિષદના સભ્યયોનો આભાર વ્યક્ત કરીએ છીએ જેણે પાકિસ્તાનના આ પ્રયાસને રોક્યો.’  હકીકતમાં પાછલા વર્ષે મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના આતંકીના રૂપમાં સામેલ કરવામાં ભારતને સફળતા મળી હતી. પાકિસ્તાનની આ હરકતને બદલાની ભાવનાથી કરવામાં આવેલી કાર્યવાહીના રૂપમાં જોવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વાજા જાહેર આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનની જમીનથી સંચાલિત થનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ છે, તે ભારતમાં પુલવામાં સહિત ઘણા હુમલા કરાવવાનો જવાબદાર છે.