UAEએ અંતરિક્ષમાં રચ્યો ઈતિહાસ, પ્રથમ પ્રયાસમાં મંગળની કક્ષામાં પહોંચાડ્યું અંતરિક્ષયાન

 

દુબઈઃ સંયુક્ત અરબ અમીરાત (UAE)ની અંતરિક્ષ એજન્સીએ ઈતિહાસ રચતા પ્રથમ પ્રયાસમાં પોતાના અંતરિક્ષયાનને મંગળની કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડી દીધો છે. યુએઈનું હોપ યાન આશરે  ૧૨૦,૦૦૦ત્ત્ૃ પ્રતિકલાકની ગતિથી ચક્કર લગાવી રહ્યું છે. મંગળના ગુરૂત્વાકર્ષણ બળના પકડમાં આવવા માટે યૂએઈના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષયાનના એન્જિનને આશરે ૨૭ મિનિટ સુધી ચાલુ રાખ્યું હતું. આ ઐતિહાસિક સફળતાના અવસર પર દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ બિન મખતૂમ અને અબૂધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને પણ સ્પેસ એજન્સીનો પ્રવાસ કરી વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો હતો. 

યૂએઈનું હોપ યાન આગામી કેટલાક મહિના સુધી મંગળ ગ્રહના વાતાવરણનો અભ્યાસ કરશે. યૂએઈના આ મિશનનું લક્ષ્ય મંગળ ગ્રહ પહેલા ગ્લોબલ મેપને તૈયાર કરવાનું પણ છે. આ મિશન તે માટે ખાસ છે કારણ કે આ પહેલાના રોવર મંગળના ચક્કર એવી રીતે લગાવતા હતા કે તે દિવસના સીમિત સમયમાં જ તેના દરેક ભાગને મોનિટર કરી શકતા હતા. આ પહેલા અલગ હોપનું ઓર્બિટ અંડાકાર છે જેને પૂરુ કરવામાં આ રોવરને ૫૫ કલાક લાગશે. તેના કારણે તે મંગળના ભાગ પર દિવસ અને રાતમાં વધુ સમય માટે નજર રાખી શકશે. મંગળના એક વર્ષમાં દરેક ભાગ પર આખો દિવસ નજર રાખશે. 

વૈજ્ઞાનિકોની સાથે સૌથી વધુ ખતરો આ અંતરિક્ષયાનની સ્પીડ હતી. તેને ડર હતો કે જો તે ઝડપથી જાય તો હોપ મંગળ ગ્રહથી દૂર નિકળી જશે અને જો હોપ ધીમે જાય તો તે મંગળ ગ્રહ પર નષ્ટ થઈ જશે. પરંતુ યૂએઈના વૈજ્ઞાનિકોએ તેના પર વિજય મેળવતા પોતાના મિશનને સફળતાપૂર્વક મંગળની કક્ષામાં પહોંચાડી દીધું. 

યૂએઈ આ પ્રોજેક્ટને અરબના યુવાઓ માટે પ્રેરણાના સ્ત્રોતના રૂપમાં પણ રજૂ કરવા ઈચ્છે છે. તો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે યૂએઈ, અમેરિકા અને ચીનના યાનનું મંગળ સુધી પહોંચવું દુનિયામાં વધતી રેસને દર્શાવે છે. તેમણે કહ્યું કે, દુનિયાની મહાશક્તિઓ ધરતી બાદ અંતરિક્ષમાં પોતાનો દબદબો સ્થાપિત કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, એક મહિનાની અંદર ત્રણ અંતરિક્ષ યાનનું મંગળની કક્ષા તરફ પહોંચાડવું અવિશ્વસનીય છે. આ બધા યાનોથી આપણા મંગળ ગ્રહ વિશે જાણકારી મળશે. હજુ સુધી અમેરિકા એકમાત્ર એવો દેશ છે જેણે મંગળ પર આઠ વખત સફળતાપૂર્વક અંતરિક્ષ યાન ઉતાર્યુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here