UAEઍ ૪ મહિના માટે ઘઉંની આયાત સસ્પેન્ડ કરી

 

દુબઇઃ તુર્કી બાદ હવે સંયુક્ત આરબ અમિરાતે ભારતમાંથી ઘઉંની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત આરબ અમીરાત (યુઍઇ) ઍ ભારતમાંથી ઘઉં અને ઘઉંના લોટની નિકાસ અને પુનઃનિકાસને ચાર મહિના માટે સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે, ઍવુ સ્ટેટ ન્યૂઝ ઍજન્સીઍ જણાવ્યુ છે. ગલ્ફ દેશની ઇકોનોમી મિનિસ્ટ્રીઍ આ નિર્ણય લેવા પાછળના કારણ તરીકે વૈશ્વિક વેપાર પ્રવાહમાં અવરોધોને ટાંક્યા હતા, પરંતુ ઉમેર્યું હતું કે, ભારતે યુઍઈમાં સ્થાનિક વપરાશના ઉદ્દેશ્ય માટે ઘઉંની નિકાસને મંજૂરી આપી છે. યુઍઇના મંત્રાલયે ઍક નિવેદનમાં જણાવ્યુ છે કે, ભારતે ૧૩મી મેના રોજ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તેની પહેલા યુઍઈમાં આયાત કરાયેલા ભારતીય ઘઉંની નિકાસ અથવા પુનઃ

નિકાસ કરવા ઈચ્છતી કંપનીઓઍ પહેલા મંત્રાલયને અરજી કરીને મંજૂરી મેળવવી પડશે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક નિકાસ માંગમાં મોટી વૃદ્ધિ અને ઓછા ઉત્પાદનને પગલે સ્થાનિક બજારમાં ઘઉંના ભાવ વધ્યા હતા, જેને પગલે ભારતય સરકારે ૧૪ મે, ૨૦૨૨ના રોજ ખાનગી વેપારીઓ- નિકાસકારો દ્વારા દેશમાંથી ઘઉંની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જો કે અન્ય દેશોની વિનંતી કે આવશ્યકતાને ધ્યાનમાં રાખી બંને દેશોની સરકારો વચ્ચેના સંબંધોના આધારે ઘઉંની નિકાસ ચાલુ રાખવાની વાત કહી હતી. કેન્દ્ર સરકારે ૪૬૯,૨૦૨ ટન ઘઉંની શિપમેન્ટને મંજૂરી આપી છે.