વિદેશ મંત્રાલયે કેટલાક વીઝા ઇન્ટરવ્યૂમાંથી મુક્તિ આપવાની કરી જાહેરાત

0
810

 

વિદેશ મંત્રાલયે કેટલાક કિસ્સામાં વીઝા ઇન્ટરવ્યૂમાંથી અરજદારને મુક્તિ આપવા માટેની જાહેરાત કરી છે. કોરોના રોગચાળાને કારણે અરજીઓનો ભરાવો થયો છે અને તેથી નોન-ઇમિગ્રન્ટ વીઝાની કેટલીક કેટલીક કેટેગરીમાં પ્રોસેસને ઝડપી કરવી જરૂરી બની છે.

રોજગારી માટે નીચે પ્રમાણેના વીઝા મળે છે, જેમાં જીવનસાથીને અને ડિપેન્ડન્ટને પણ વીઝા મળે છે, જેમાંથી કેટલાક કિસ્સામાં મુક્તિ અપાશે:

 • H-1B • H-3 • H-4
 • L • O • P • Q

ઉપરમાંથી H કેટેગરીના ડિપેન્ડન્ટ અને જીવનસાથી માટે નીચેની શરતોએ ઇન્ટરવ્યૂ વેઇવ કરવામાં આવી શકે છે.

 • તેમને અગાઉ કોઈ પણ પ્રકારનો વીઝા મળેલો હોવો જોઈએ
 • પોતાના વસવાટના દેશમાંથી અરજી કરવાની હોય અથવા પોતાનું નાગરિકત્વ હોય તે દેશમાંથી અરજી કરવાની હોય
 • જે વીઝા માટે અરજી કરી હોય તેના માટે દેખીતી રીતે કોઈ ગેરલાયકાત હોવી જોઈએ નહીં.
 • અગાઉ ક્યારેય વીઝા રદ ના થયા હોવા જોઈએ અથવા રદ થયા પછી ફરી મળેલા હોવા જોઈએ.

ઉપરની શરતો ઉપરાંત વીઝા વેઇવર પ્રોગ્રામ સાથે જોડાયેલા દેશના નાગરિકોને પણ ઇન્ટરવ્યૂ વેઇવરનો ાભ મળી શકે છે. તે માટેની નીચેની શરતો પૂર્ણ થવી જોઈએ:

અરજદાર દેખીતી રીતે વીઝા માટે ગેરલાયકાત ધરાવતો હોવો જોઈએ નહીં.

ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફૉર ટ્રાવેલ ઑથોરાઇઝેશન (ESTA) સાથે અગાઉ અરજદારે અમેરિકાનો પ્રવાસ કરેલો હોવો જોઈએ.

એકેડેમિક બેઝ વીઝા માટે વેઇવર

પ્રોફેસર, સ્ટુડન્ટ, સંશોધક અને સ્પેશ્યાલિસ્ટ વગેરે માટે એકેડેમિક વીઝા મળે છે, જેમાં નીચેની કેટેગરી આવે છે:

 • F • M • J

આ વીઝા માટે અરજદારોને નીચેની શરતોએ વેઇવર મળી શકે છે

 • અગાઉ કોઈ પણ પ્રકારના વીઝા મળેલા હોવા જોઈએ
 • પોતાના વસવાટના દેશમાંથી અરજી કરવાની હોય અથવા પોતાનું નાગરિકત્વ હોય તે દેશમાંથી અરજી કરવાની જરૂર હોય
 • અરજદાર દેખીતી રીતે વીઝા માટે ગેરલાયકાત ધરાવતો હોવો જોઈએ નહીં.
 • અગાઉ ક્યારેય વીઝા રદ ના થયા હોવા જોઈએ અથવા રદ થયા પછી ફરી મળેલા હોવા જોઈએ.
 • વીઝા વેઇવર પ્રોગ્રામ સાથે જોડાયેલા દેશના અરજદારે અગાઉ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફૉર ટ્રાવેલ ઑથોરાઇઝેશન (ESTA) સાથે અમેરિકાનો પ્રવાસ કરેલો હોવો જોઈએ.

એક્સપાઇર થયેલા વીઝા રિન્યૂ કરવા માટેની અરજી

મુદતના 12 મહિના સુધીમાં વીઝા પૂરા થઈ ગયા હોય ત્યારે અરજદારને ઇન્ટરવ્યૂમાંથી મુક્તિનો લાભ મળી શકે છે. હાલમાં 48 મહિનાની જગ્યાએ 12 મહિના કરવામાં આવ્યા છે. એવું લાગે છે કે આ 12 મહિનાની મુદત બધા જ નોન-ઇમિગ્રન્ટ વીઝા કેટેગરીને લાગુ પડશે.

તમને, તમારા પરિવાર અને મિત્રોને ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ કેવી રીતે અસર કરી શકે છે તે માટે સવાલો હોય તો તમે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here