લગ્ન આધારિત વીઝા મેળવવામાં મુશ્કેલીઓ

0
699

 

વીઝા મેળવવાની પ્રોસેસ મુશ્કેલ છે અને ખાસ કરીને લગ્ન આધારિત જીવનસાથી માટે વીઝા લેવાના હોય ત્યારે માનસિક તણાવ પણ હોય છે. સામાન્ય રીતે સૌથી વધુ વીઝા જીવનસાથીઓને મળતા રહ્યા છે, છતાં વીઝાનો ઇનકાર થશે તો શું થશે તેની ચિંતા માથે લટકતી હોય છે.

જીવનસાથી માટે વીઝા મેળવતી વખતે કઈ કઈ બાબતો અવરોધરૂપ બની શકે છે તેવી વિગતો અહીં તમને જણાવીએ છીએ. તેને ધ્યાને લઈને તમે આગળ વધશો તો વીઝા આડેની મુશ્કેલીઓ ઓછી કરી શકશો.

સૌથી અગત્યનો મુદ્દો હોય છે કે તમારા લગ્ન થયા છે તેની પાક્કી સાબિતી આપવી. લગ્નના આધારે જ વીઝા મળવાના હોય છે એટલે લગ્ન કાયદેસર અને સત્તાવાર રીતે થયા છે તેના પુરાવા આપવા પડે. જે સ્થળે અને પ્રદેશમાં લગ્નવિધિ થઈ હોય ત્યાંના કાયદા પ્રમાણે તે કાયદેસર હોવા જોઈએ. USCIS તમે મેરેજ સર્ટિફિકેટની કોપી આપો તેનાથી પણ ઘણી વાર કામ ચાલી જતું હોય છે.

તમે પુનઃલગ્ન કરી રહ્યા હો તો અગાઉના લગ્ન ફોક થયા છે તેની સાબિતી પણ આપવી પડે. તે માટે ડિવોર્સ ડિક્રી અથવા ભૂતપૂર્વ જીવનસાથીનું ડેથ સર્ટિફિકેટ આપવું પડે.

કાયદેસરતા ઉપરાંત સાચા અર્થમાં લગ્ન કરવામાં આવ્યા છે તે પણ સાબિત કરવું પડે. માત્ર વીઝા લેવા માટે જ લગ્ન કરી લેવામાં આવ્યા નથીને, તે ખાસ સાબિત કરવું પડે. તે માટે એવું સાબિત કરવું પડે કે લગ્નવિધિ કર્યા ઉપરાંત દંપતિ સાથે રહે છે, જીવન સાથે વિતાવે છે અને સાથે જ જીવનમાં આગળ વધવા માગે છે.

નાણાંકીય બાબતમાં સંયુક્ત નામ હોય, એક બીજાને કઈ રીતે જીવનમાં સહાયરૂપ થાવ છો તે પણ દર્શાવી શકાય છે. જીવનની નાની નાની બાબતો સાથે મળીને ઉજવી હોય, ફરવા ગયા હો તે બધાની તસવીરો આપી શકાય છે. લગ્ન પછી સંતાન થયું હોય તો તે સૌથી મજબૂત પુરાવો ગણાય છે. બાળકનું જન્મ પ્રમાણપત્ર તે માટે રજૂ કરી શકાય છે.

લગ્ન થયા છે અને વાસ્તવિક રીતે થયા છે તે સાબિત કરવા ઉપરાંત ફોર્મ સંપૂર્ણ અને સાચી રીતે ભરવામાં આવે, જરૂરી પુરાવાઓ સાથે જોડવામાં આવે વગેરે બાબતો પણ જરૂરી છે. તમારી અરજી મૂકતા પહેલાં ઝીણવટપૂર્વક ચકાસી લો. માહિતી માગવામાં આવી હોય તે આપવામાં આવી છે કે કેમ તે ચકાસી લો. મોટા ભાગે જરૂરી માહિતી ના આપવામાં આવી હોય તેના કારણે રિક્વેસ્ટ ફોર એવિડન્સ (RFE)ની નોટીસ આવતી હોય છે. સહી ભૂલાઈ ગઈ હોય કે પૂરી ફી ચૂકવવામાં ના આવી હોય તેના કારણે પણ વીઝા રદ થઈ શકે છે. અંગ્રેજી સિવાયની ભાષામાં જે દસ્તાવેજો રજૂ કર્યા હોય તેનું ભાષાંતર પણ સાથે રજૂ કરવાનું હોય છે. જન્મ અને લગ્નના પ્રમાણપત્રનું શબ્દશઃ ભાષાંતર અંગ્રેજીમાં કરીને રજૂ કરવાનું હોય છે. ટ્રાન્સલેશનને પણ પ્રમાણિત કરવું જરૂરી હોય છે.

ઇમિગ્રેશન તથા વીઝા પ્રોસેસિંગ માટે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.comઅથવા ફોન કરો 201-670-0006(x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/