ગ્રીન કાર્ડની વેલિડિટી લંબાવવા સ્ટિકર્સ કામ નહિ આવે

0
1190

 

ગ્રીન કાર્ડ ધારકને Form I-551 ફોર્મની, ગ્રીન કાર્ડની વેલિડિટી વધારવા માટે હાલમાં જે સ્ટિકર આપવામાં આવેલા છે તે જાન્યુઆરીથી હવે અમલમાં નથી. તેના બદલે હવે સુધારેલું જ્ંશ્વૃ ત્-૭૯૭, નોટિસ ઓફ એક્શન આપવામાં આવશે. ગ્રીન કાર્ડ ધારકે હવે તેની મુદત પૂરી થતી હોય ત્યારે તેને બદલવા માટે હવે I-90 ભરવાનું રહેશે. સુધારેલાForm I-797 માટેની નોટિસને હવે Form I-90ની રિસિટ નોટિસ તરીકે સ્વીકારી લેવામાં આવશે.

ગ્રીન કાર્ડની સાથે નવું સુધારેલું Form I -797 ભરવામાં આવશે ત્યારે ગ્રીન કાર્ડની મુદત ૧૨ મહિના માટે વધારવામાં આવશે. આ રીતે લંબાવેલું ગ્રીન કાર્ડ LPR સ્ટેટસ માટે કામચલાઉ આધાર અને ઓળખપત્ર ગણાશે.

આ ફેરફારોને કારણે હાલમાં જ જેમના ગ્રીન કાર્ડની મુદત પૂરી થઈ છે તેમના માટે ઓળખનો એક આધાર, રોજગારીની ખરાઈ અને કામચલાઉ વિદેશ પ્રવાસે ગયા હોય ત્યાંથી અમેરિકા પરત ફરવા માટેનો આધાર મળી રહેશે.

અરજદારોએ Form I-90 ભર્યું હોય, પણ તેમની બાયોમેટ્રિક્સ ઓળખ માટેની એપોઇન્ટમેન્ટ હજી આવી ના હોય અને તેમની પાસે ગ્રીન કાર્ડ હોય તો તેમણે કામચલાઉ LPR સ્ટેટસનો કામચલાઉ આધાર મેળવવા માટે એપ્લિકેશન સેન્ટર પર જવાની જરૂર નથી. જે અરજદારોને બાયોમેટ્રિક્સ માટે એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે, તેમને નવેસરથી નોટિસ નહિ મળે અને તેઓ જ્યારે એપોઇન્ટમેન્ટ પ્રમાણે સેન્ટર પર જશે ત્યારે તેમને એક્ટેન્શન સ્ટિકર આપી દેવામાં આવશે.

જાન્યુઆરીમાં જે અરજદારે ગ્રીન કાર્ડ રિપ્લેસ માટે Form I -90 ભર્યું હશે તેમને અંદાજે ૭થી ૧૦ દિવસમાં રિવાઇઝ્ડ રિસિટ નોટિસ મળશે. USCIS તરફથી અરજી સ્વીકારી લેવામાં આવે તેના સાતથી ૧૦ દિવસમાં મેઇલમાં નોટિસ મળશે. આ નોટિસ સિક્યોર પેપર પર છપાયેલી હશે અને તે ઓળખનો અને રોજગારી માટેના અધિકારનો આધાર બની શકશે. મુદત પૂરી થયેલા ગ્રીન કાર્ડ સાથે તેને રજૂ કરવાથી તે આધાર તરીકે ગણાશે.

ઇમિગ્રેશન અને નેશનાલિટી લો સાથે સંકળાયેલી આવી બાબતો અંગ તમે તમારા માટે કે પરિવાર અને મિત્રો માટે વધારે માર્ગદર્શન ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. તે માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા કોલ કરો 201-670-0006 (x 104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here