SGVP ગુરુકુલ ગાર્ડનમાં ૧૦૮ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો

DCIM100MEDIADJI_0014.JPG

 

SGVP ગુરુકુલના ગાર્ડનમાં ૨૪મી જાન્યુઆરીએ શાસ્ત્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી SGVP હોલિસ્ટીક હોસ્પિટલ અને હેતલ યોગ ક્લિનીકના સંયુક્ત ઉપક્રમે યોગ એક્સપર્ટ હેતલબેન દેસાઇના માર્ગદર્શન સાથે સૂર્ય નમસ્કારનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંબાવાડી, સેટેલાઇટ, મણિનગર, નારણપુરા, વસ્ત્રાપુર,SGVP હોલિસ્ટીક હોસ્પિટલના વૈદ્યો-ડોક્ટોરો, શહેરની આયુર્વેદ હોસ્પિટલના વૈદ્યો, યોગ તાલિમાર્થીઓ વગેરે ૧૪૦ ઉપરાતં ભાઇઓ અને બહેનો જોડાયાં હતાં. કડકડતી ઠંડીમાં વહેલી સવારે ૬ વાગ્યે  હેતલબેન દેસાઇના માર્ગદર્શન સાથે તમામે ૧૦૮ સૂર્ય નમસ્કાર કર્યા હતા. આ પ્રસંગે SGVP હોલિસ્ટીક હોસ્પિટલના ચીફ ઓપરેટીંગ ઓફિસર ડો. હિરેનભાઇ કસવાલા, વૈદરાજ પ્રવિણભાઇ હીરપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here