SGVP ગુરુકુલ દ્વારા ૫૧ લાખનું રામલલાને દાન

 

મકરસંક્રાન્તિના મંગળ પર્વે SGVP ગુરુકુલ દ્વારા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે અયોધ્યા રામલલાના નૂતન રામમંદિર નિર્માણ માટે ૫૧,૦૦,૦૦૦/- ચેક અર્પણ કરવામાં આવેલ. આ અર્પણ વિધિમાં અશોકભાઇ રાવલ (ગુજરાત વિ.હિ.પ.ના મહામંત્રી), અશ્વિનભાઇ પટેલ (વિ.હિ.પ.ના મહામંત્રી ઉત્તર ગુજરાત), ધીરુભાઇ કપુરિયા (વિ.હિ.પ. ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ઉ.ગુ.) નારણભાઇ મેઘાણી સંઘના કાર્યકર્તા, રાજેશભાઇ પટેલ, વલ્લભભાઇ બાબરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.