RRRએ ગોલ્ડન ગ્લોબમાં રચ્યો ઈતિહાસ: જીત્યો સોંગનો એવોર્ડ

 

તમિલનાડુ: દક્ષીણ ભારતની ફિલ્મ ય્ય્ય્એ ‘ગોલ્ડન ગ્લોબ ૨૦૨૩’ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મના જાણીતા ગીત ‘નાટુ નાટુ’ને ૮૦મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. ‘નાટુ નાટુ’ ગીત સંગીતકાર એમ એમ કીરાવાણીએ કમ્પોઝ કર્યું છે. આ એવોર્ડ જીતી એમ એમ કીરાવાણીએ દેશનું નામ રોશન કરી દીધું છે. કીરાવાણી દક્ષિણ ભારતની સિનેમાના દિગ્ગજ મ્યુઝીક ડાયરેક્ટરમાંના એક છે. આંધ્રપ્રદેશના આ સંગીત દિગ્દર્શકને દુનિયા હવે એમ એમ કીરાવાણીના નામથી ઓળખે છે. RRR ‘નાટુ નાટુ’ ગીતને કારણે તેમણે ભારતીય ફિલ્મ સંગીતનો દુનિયા ભરમાં ડંકો વગાડી દીધો છે. એસ એસ રાજામૌલીની રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ ‘RRR’ ગયા વર્ષે માર્ચમાં સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મે વૈશ્ર્વિક બોક્સ ઓફિસ ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે, ફિલ્મે ૧૨૦૦ કરોડ ‚પિયાથી વધુની કમાણી કરી છે. ૮૦માં ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ’માં ય્ય્ય્ને સ્થાન મળ્યું છે, ફિલ્મની ટીમ એવોર્ડ સમારોહમાં પહોંચી હતી.