ભારતથી અમેરિકાના પ્રવાસ પર બાયડેન સરકારનો પ્રતિબંધ

0
1110

 

ભારતમાં કોરોના ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે બાયડેન સરકારે ચોથી મેથી ભારતથી અમેરિકાના પ્રવાસ પર પ્રતિબંધો કડક કર્યા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પેસાકીએ શુક્રવારે જણાવ્યું કે સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની સલાહ પ્રમાણે ભારતમાંથી પ્રવાસ પર કડક નિયંત્રણો રાખવામાં આવશે.

અમેરિકામાં રોજ લાખો નાગરિકોને રસી અપાઈ રહી છે તેના કારણે ધીમે ધીમે કેસોની સંખ્યા ઘટી રહી છે. બીજી બાજુ ભારતમાં કોરોના સંકટ બહુ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જોકે નવા પ્રતિબંધોમાં ભારતથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ નહીં હોય, પરંતુ બિન-અમેરિકન નાગરિકોના પ્રવેશ પર નિયંત્રણો રહેશે. આ ઉપરાંત કાયમી વસાહતી જે હાલમાં ભારતની મુલાકાતે હોય તેમના પર નિયંત્રણો રહેશે.

યુરોપિયન યુનિયન, ચીન અને બ્રાઝીલથી જે રીતે પ્રવાસીઓ પર નિયંત્રણો રખાયા હતા તે રીતે જ ભારતથી અમેરિકા આવનારા પર નિયંત્રણો રહેશે એમ જાણકારો કહે છે. આ વિશે વધુ વિગતો સ્પષ્ટ થશે તે પ્રમાણે NPZ Law Group કેવા પ્રકારના નિયંત્રણો રહેશે અને શું નિયમો હશે તેની વધુ જાણકારી આપતું રહેશે.

ઇમિગ્રેશન તથા વીઝા અંગેની આ પ્રકારની બાબતો અંગે તમારા માટે કે તમારા પરિવાર અને મિત્રો માટે જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો [email protected]અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ -www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here