ઈમિગ્રેશન સિસ્ટમમાં સુધારણા માટે પ્રેસિડન્ટ બાઈડને સંસદમાં મોકલ્યું બીલ

0
1168

 

ઇમિગ્રેશન સિસ્ટમમાં અમેરિકન મૂલ્યો અને માનવતાની પુનઃસ્થાપનાના ઇરાદા સાથે પ્રેસિડન્ટ બાઇડનને નવું બીલ સંસદને મોકલ્યું છે. અમેરિકામાં વર્ષોથી જહેમત કરીને, અને કેટલાક કિસ્સામાં તો દાયકાથી અહીં રહીને દેશમાં પ્રદાન કરી રહેલા લોકોને નાગરિકતા પ્રાપ્ત થાય તે માટેનું આ બીલ છે. ખરડામાં ઇમિગ્રેશન સિસ્ટમને આધુનિક બનાવવા, પરિવારો એક થઈ શકે તેને અગ્રતા આપવા, અર્થતંત્રને વિકસાવવા અને મધ્ય અમેરિકામાંથી થતાં ઇમિગ્રેશનની મૂળ સમસ્યાને નિવારવા તથા અત્યાચારનો ભોગ બનેલા લોકોને આશ્રયના હેતુઓ સાથેની જોગવાઈ આ ખરડામાં કરવામાં આવી છે.

કામદારોના રક્ષણ સાથે અર્થતંત્રને વેગ આપવાનો હેતુ પણ રહેલો છે. આપણા પડોશીઓ, સહકર્મચારીઓ, પેરીશનર, સમુદાયના અગ્રણીઓ, મિત્રો અને સ્નેહીઓને નાગરિકતા મળી શકે તે માટે આ કાયદો બનાવાઈ રહ્યો છે.

U.S Citizenship Actમાં નીચે પ્રમાણેની જોગવાઈઓ કરવામાં આવી છેઃ

૧) નાગરિકતાનો માર્ગ મોકળો થશે અને શ્રમિકોની સુરક્ષા વધશે

 દસ્તાવેજ વિહોણા લોકોને નાગરિકતાનો માર્ગ મોકળો થશે

 પરિવારોનું એક થઈને રહી શકશે

 વૈવિધ્યતા વધશે

 રેફ્યુજી ઇમિગ્રેશનને પ્રોત્સાહન મળશે

 અર્થતંત્રનો વિકાસ વેગવાન બનશે

 કામદારોનું શોષણ અટકશે અને રોજગારી માટેની ખરાઈની પ્રક્રિયા ઝડપી બનશે.

૨) સ્માર્ટ બોર્ડર નિયંત્રણને પ્રાથમિકતા

 સરહદી સુરક્ષા માટે ટેક્નોલોજી અને માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે

 સરહદની વ્યવસ્થા થશે અને સરહદ પરના સમુદાયોનું રક્ષણ થશે

 ગુનાખોર ટોળકીઓ સામે કાર્યવાહી થશે

૩) ઇમિગ્રેશનની મૂળ સમસ્યાનો ઉકેલ

 મૂળ પર જ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે

 ઇમિગ્રેશન કોર્ટમાં સુધારા કરીને વંચિત વ્યક્તિઓને રક્ષણ આપવામાં આવશે

 રાજ્યાશ્રય માગનારાને અને અન્ય વંચિત સમુદાયોને સહાયરૂપ થશે

પ્રેસિડન્ટ બાઇડનના ઇમિગ્રેશન બીલને કારણે ખાસ તો પરિવારોને એક થવાની તક મળશે. ઇમિગ્રન્ટને કામ કરવાની છૂટ મળશે અને પોતાનું જીવન થાળે પાડી શકશે. બાઇડન સરકારે આ રીતે ઇમિગ્રેશન માટે શુભ શરૂઆત કરી છે. આગામી દિવસોમાં આ કાયદો કેટલો ઉપકારક નીવડશે અને ઇમિગ્રેશનમાં બીજા કયા સુધારા આવે છે તે જોવાનું રહે છે. ઇમિગ્રેશન બીલ વિશે વિગતવાર માહિતી માટે જુઓ https://visaserve.com/globalpictures/PresidentBidenSendstheBidenImmigrationBilltoCongress.pdf

ઇમિગ્રેશન તથા નેશનાલિટીના કાયદાઓ અંગે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો ૨૦૧-૬૭૦-૦૦૦૬ (હૃ૧૦૪). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ -www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here