વીઝા પ્રતિબંધોમાં કેવા કેવા અપવાદો રખાયા છે

0
1324

 

પ્રમુખ ટ્રમ્પે ૨૨ એપ્રિલ, ૨૦૨૦ના રોજ પ્રમુખીય વટહુકમ બહાર પાડીને કેટલાક વીઝા પર ૬૦ દિવસ માટે પ્રતિબંધ મૂક્યો હતો અને બાદમાં તેને લંબાવીને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. Covid-૧૯ મહામારીને કારણે અમેરિકાના શ્રમ બજાર પર થયેલી અસરોને ધ્યાનમાં લઈને પ્રતિબંધો  જાહેર કરાયા હતા. ૨૩ એપ્રિલના રોજ અમેરિકામાં હાજર વ્યક્તિને આ પ્રતિબંધ લાગુ પડતો નથી.

આ સિવાય અન્ય કેટલાક વ્યવસાયીઓને પણ પ્રતિબંધ લાગુ પડતો નથીઃ કાયદેસરના કાયમી વસાહતી; તબીબ, નર્સ અને Covid-૧૯ સારવારમાં ઉપયોગી અન્ય આરોગ્ય કર્મચારીઓ, EB-5 હેઠળના રોકાણકારો, અમેરિકાના નાગરિકના જીવનસાથીઓ અને સંતાનો, કાયદા પાલન માટે ઉપયોગી વ્યક્તિઓ, અમેરિકાની સેનાના સભ્યો અને તેમના પરિવારો, SI અને SQ સ્પેશ્યલ ઇમિગ્રન્ટ્સ; તથા જેમનું આગમન ‘રાષ્ટ્રીય હિત’માં હોય.

વટહુકમ અમલમાં હોય તે દરમિયાન જે બાળકોની ઉંમરની મર્યાદા વટી જવાની હોય તેમને પણ અપવાદમાં ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪ સપ્ટેમ્બરે અદાલતે ચુકાદો આપ્યો છે કે ડાઇવર્સિટી લોટરી વીઝાની અરજીઓનો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં નિકાલ લાવવો.

રોગચાળા દરમિયાન કોન્સ્યુલર કચેરીઓ બંધ રહી હતી, પરંતુ જેમને અપવાદનો લાભ મળી શકે તેમ હોય તેમના માટે અપવાદરૂપ કિસ્સામાં એપોઇન્ટમેન્ટ મેળવવાની છૂટ અપાઈ હતી. અપવાદનો લાભ જેમને મળી શકે તેમ હોય તેમણે કોન્સ્યુલર કચેરીનો સંપર્ક સાધીને પોતાના ઇન્ટરવ્યૂ માટે વિનંતી કરવી જોઈએ.

વટહુકમમાં અપવાદ રખાયા છે તેના હેઠળ લાયક વ્યક્તિઓ માટે NPZ Law Group તરફથી પ્રક્રિયા કરીને એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા થઈ શકી છે. અમારા લોયર્સ નવી દરખાસ્તો અને ફેરફારો પર સતત નજર રાખે છે. વટહુકમ અને તેની અસરો વિશે વધુ માહિતી તથા NPZ law Group એટર્નીઝને મળવા માટે સમય નક્કી કરવા અમારો સંપર્ક આ નંબર પર કરી શકો છો – 201-670-0006. ન્યુ જર્સીના રિજવૂડમાં અમારી મુખ્ય ઓફિસ છે, તે ઉપરાંત રેરિટાન અને ન્યુ યોર્કમાં અમે કાર્યરત છીએ તથા ભારત અને કેનેડામાં પણ સેવા પૂરા પાડનારા સહયોગીઓ છે. વધુ માહિતી માટે જુઓ અમારી website http://www.visaserve.com અથવા ઇમેઇલ કરો – [email protected].

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here