પ્રિમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારાનો અમલ શરૂ

0
994

 

USCIS તરફથી જાહેરાત કરી દેવાઈ છે કે ૧૯ ઓક્ટોબરથી પ્રિમિયમ પ્રોસેસિંગ ફી વધારી દેવામાં આવી છે. કન્ટિન્યૂઇંગ એપ્રોપ્રિએશન્સ એક્ટ, ૨૦૨૧ અને અધર એક્સટેન્શન્સ એક્ટ,Pub. L. No.116-159 હેઠળ વધારો શરૂ થયો છે. આ કાયદા પર પહેલી ઓક્ટોબર સહિસિક્કા થયા હતા. કેટલાક ફોર્મ્સની કાર્યવાહી ઝડપથી કરવા માટે, લગભગ ૧૫ દિવસમાં પૂર્ણ કરી દેવા બદલ USCIS પ્રિમિયમ પ્રોસેસિંગ ફી લેતું હોય છે. આ નિયમોમાં Emergency Stopgap USCIS Stabilization Act હેઠળની જોગવાઈ પણ આવરી લેવાઈ છે.

,Pub. L. No.116-15 હેઠળ ફોર્મ I-907ની ફી વધારાઈ છે. ૧,૪૪૦ ફી હતી તે વધારીને ૨,૫૦૦ કરવામાં આવી છે. Form I-129, નોનઇમિગ્રન્ટ વર્કર માટેની પિટિશન સિવાયની બાબતોમાં આટલી પ્રિમિયમ પ્રોસેસિંગ વધારાઈ છે. H-2B અથવા R-1 નોનઇમિગ્રન્ટ સ્ટેટસ માટેની ફી ૧,૪૪૦થી વધારીને  ૧,૫૦૦ કરવામાં આવી છે.

૧૯ ઓક્ટોબર પછી ભરવામાં આવેલા કોઈ પણ Form I-907 માટે નવી ફી કરવાની રહેશે. ૧૯ તારીખ પછીના પોસ્ટમાર્ક સાથેનું જ્ંશ્વૃ Form I-907  હશે અને ફી પૂરતી નહી હોય તો  USCIS તેને રદ કરી શકે છે. કુરિયરથી મોકલાયેલા ફોર્મ માટે કુરિયર રિસિપ્ટની તારીખ જોવામાં આવશે.

Pub. L. No.116-159 હેઠળ USCIS અધિકાર મળે છે કે તે પ્રિમિયમ પ્રોસેસિંગ ફી અન્ય ફોર્મસ અને બેનિફિટ રિક્વેસ્ટ માટે પણ લાગુ પાડી શકે. જોકે હાલમાં USCIS અન્ય કોઈ માટે પ્રિમિયમ ફી વધારી નથી. કાયદામાં જોગવાઈ અનુસાર પ્રિમિયમ ફી નક્કી થતી હોય છે. આ વિશેની વધુ માહિતી આ લિન્ક પરથી મળી શકશેઃ https://www.uscis.gov/news/ premium-processing-fee-increase-effective-oct-19-2020

અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોઝ તમને, તમારા પરિવારને, મિત્રો અને સાથીઓને કઈ રીતે અસરકર્તા થઈ શકે છે, તે જાણવા માગતા હો તો અમારો સંપર્ક કરી શકો છો. NPZ Law Group  VISASERVE   ખાતેના અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ તમને માર્ગદર્શન આપી શકે છે. તે માટે ઇમેઇલ કરો [email protected]પર અથવા ફોન કરો 201-670-0006 (x1040. વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here