PFizer-BioNTech દાવા પછી ચીની વેક્સિનને ફટકો, બ્રાઝિલે પરીક્ષણ અટકાવ્યું

 

બ્ર્રાઝિલીયાઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ બ્રાઝિલે દેશમાં ચાલી રહેલા ચાઇનીઝ કોરોના વેક્સિનનું માનવ પરીક્ષણ અટકાવી દીધું છે. પરીક્ષણમાં સામેલ એક વોલેન્ટિયર પર વેક્સિનની ગંભીર સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા પછી બ્રાઝિલે વેક્સિન ટ્રાયલ પર રોક લગાવી દીધી હતી. 

જોકે હાલમાં જ અમેરિકન ફાર્મા કંપની PFizer અને જર્મન કંપની BioNTechએ દાવો કર્યો હતો કે, કોરોના વેક્સિન ફાઇનલ ટ્રાયલમાં ૯૦% કારગર સાબિત થઇ હતી. 

સોમવારે બ્રાઝિલની નિયામક સંસ્થા અનવિસાએ આ અંગેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. સંસ્થાના જણાવ્યા મુજબ દેશમાં ચાલી રહેલા ચાઇનીઝ વેક્સિન માનવ પરીક્ષણ દરમિયાન ૨૯ ઓક્ટોબરે ગંભીર સાઇડ ઇફેક્ટનો રિપોર્ટ સામે આવ્યો છે, ત્યાર પછી પરીક્ષણ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. સંસ્થાએ સાઇડ ઇફેક્ટના પ્રકારની માહિતી આપ્યા વગર જ કહ્યું હતું તે આ પ્રકારની ઘટનાઓમાં મૃત્યુ, સંભવિત ઘાતક અસર, વિકલાંગતા, જન્મ સાથે જોડાયેલા વિકાર સામેલ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ ફાર્મા કંપની સિનોવાક બાયોટેકની વિકસિત કોરોનાવાક વેક્સિનને ફટકો ત્યારે જ લાગ્યો હતો જ્યારે અમેરિકન ફાર્મા કંપની PFizer અને જર્મન કંપની BioNTechએ  એની કોરોના વેક્સન ૯૦ ટકા અસરકારક હોવાની જાહેરાત કરી હતી. PFizer અને સિનોવોક અમે બંનેની કોરોના વેક્સિન ફાઇનલ ટ્રાયલના સ્ટેજમાં છે અને બ્રાઝિલમાં માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. બ્રાઝિલમાં ચીનની કોરોના વેક્સિન રાજકીય જંગનો શિકાર બનતી રહી છે. એક તરફ સાઓ પૌલોના ગવર્નર વેક્સિનના પક્ષમાં છે જ્યાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ તેના પ્રખર વિરોધી છે