શું PERM અપ્રૂવલ પછી હું જોબ બદલી શકું?

0
2040

 

રોજગારી આધારિત ગ્રીન કાર્ડ મેળવવા માગનારા કર્મચારીએ સૌ પ્રથમ નોકરીદાતા PERM લેબર સર્ટિફિકેટ મેળવી આપે તે પ્રથમ પગથિયું હોય છે. PERM સર્ટિફિકેટ માટે ઘણી શરતો નોકરીદાતાએ પૂર્ણ કરવાની હોય છે, જેમ કે ભરતી પ્રક્રિયા કરવી અને પ્રવર્તમાન વેતન નિર્ધારણ કરવું. ઇમિગ્રેશન સિસ્ટમનો ગેરફાયદો ઉઠાવીને નોકરીદાતા વિદેશમાંથી ઓછા વેતને કામ કરવા કામદારો લઈ આવે અને અમેરિકન નાગરિકોની રોજગારીની તકો ઓછી ના કરે તે માટે PERM સર્ટિફિકેટ જરૂરી બનાવાયું છે.

PERM મેળવવાની કામગીરી લાંબી હોય છે અને નોકરીદાતાએ તે પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા લાંબી જહેમત કરવી પડે છે. તેમાં સમય લાગે તે દરમિયાન વિદેશી કામદાર કદાચ તેને અનુકૂળ બીજી નોકરી પણ શોધી લે. ત્યારે સવાલ એ ઊભો થાય કે શું કામદાર આ રીતે PERM પ્રોસેસ ચાલતી હોય ત્યારે અથવા PERM મંજૂરી મળી ગઈ પછી નોકરી બદલી શકે ખરો.

જવાબ છે હા, પ્રોસેસ દરમિયાન અને PERM મંજૂરી પછી જોબ બદલી શકાય છે; પરંતુ એ યાદ રાખો કે નવી જોબ સાથે PERMની  કાર્યવાહી નવેસરથી શરૂ કરવાની રહેશે. નવી નોકરી એટલે નવું PERM. જોકે મૂળ નોકરીદાતા જેણે તમારા માટે PERM પ્રક્રિયા શરૂ કરી હોય તેમણે

તમારી જગ્યાએ બીજા વિદેશીને લેવા માટે નવેસરથી કાર્યવાહી ના પણ કરવી પડે.

તમે નોકરી બદલવાનું વિચારો ત્યારે મૂળ નોકરીદાતા મોટા ભાગે તરત જ PERM કાર્યવાહી અટકાવી દે. તેથી તમારા નવા નોકરીદાતાએ નવેસરથી PERM લેબર સર્ટિફિકેટ મેળવવાનું રહે.PERM કોઈ ચોક્કસ કર્મચારી માટે નથી હોતું, તે ચોક્કસ હોદ્દા કે જગ્યા માટે હોય છે.

આ પ્રક્રિયામાં બીજું પગલું નોકરીદાતા ત્-૧૪૦ ઇમિગ્રેશન પિટિશન દાખલ કરે તે હોય છે. આ તબક્કે નોકરી બદલો તો ફરીથી PERM સર્ટિફિકેટ અને નવી I-140 પિટિશન કરવી પડે.

આમાં એક અપવાદ છે કે જો નવી કંપની મૂળ કંપનીની સક્સેસર હોય તો નવેસરથી પ્રક્રિયા કરવી પડતી નથી. તે માટે મર્જર અને અક્વિઝિશનના નિયમોને ધ્યાને લેવા પડે.

બીજો અપવાદ અમેરિકન કમ્પિટિટિવનેસ ઇન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી એક્ટ (AC-21) છે. વિદેશી કામદાર આ કાયદાના Section 106 હેઠળ મોબિલિટી રિક્વાયરમેન્ટ પૂરી કરતો હોય તો નવા નોકરીદાતાએ I-140 પિટિશન ફરીથી કરવી પડતી નથી. ૧૮૦ દિવસ પછી સ્ટેટસ એડજસ્ટમેન્ટની અરજી કરીને નવી જગ્યાએ નોકરી કરી શકાય છે.

ઇમિગ્રેશન લો એટર્નીઝની મદદ

તમે નોકરીદાતા હો અને PERM પ્રક્રિયા કરવા માગતા હો અથવા વિદેશી કર્મચારી હો અને કઈ રીતે રોજગારી આધારિત ગ્રીન કાર્ડ મેળવવું તે જાણવા માગતા હો તો નચમાન, ફૂલવાણી, ઝિમોવકેક લો ગ્રુપના નિષ્ણાત એટર્નીઝ મદદરૂપ થઈ શકે છે. ઇમિગ્રેશનના કાયદા સંકુલ અને ચોકસાઇ સાથેના હોય છે. અમે તમારા સવાલોના જવાબો આપવા સાથે દરેક તબક્કે તમારી સાથે રહીને તમારી પ્રોસેસ પૂર્ણ કરાવીશું. NPZ  LAW GROUP-VISASERVE માર્ગદર્શન માટે સંપર્ક કરો ઇમેઇલથી info@visaserve.com અથવા કોલ કરો આ નંબર પર 201-670-0006 x 107. વધુ માહિતી માટે જુઓ વેબસાઇટ www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here