H-1B કેપ સિઝનની તૈયારીનો સમય આવી ગયો છે

0
547

 

 

H-1B નોન ઇમિગ્રન્ટ પ્રોફેશનલ અને વિશેષ કામગીરી માટે અમેરિકામાંથી બેચલર કે તેને સમાન ડિગ્રી મળી હોય તેને કામચલાઉ વર્ક વીઝા મળી શકે છે. વિશેષ ક્ષેત્રમાં ટેલેન્ટની અછત હોય છે એટલે આ પ્રકારના વીઝાની સૌથી વધારે માગ હોય છે. દર વર્ષે પહેલી ઑક્ટોબરથી H-1B એમ્પ્લોયમેન્ટ વીઝાની પ્રોસેસ શરૂ થાય છે અને તેની હેઠળ 85,000 વીઝા આપવામાં આવે છે. જોકે આટલા વીઝા માટે મોટી સંખ્યામાં અરજીઓ થતી હોય છે.

H-1B માટે પ્રી-રજિસ્ટ્રેશન માર્ચ 2022

કંપની તરફથી સ્પોન્સર કરીને કર્મચારીને H-1B વીઝા અપાતા હોય છે, તેથી ભરતી માટેની મંજૂરી લેવાની હોય છે. USCIS સામાન્ય રીતે ઘણા મહિના પહેલાંથી આ માટેની પ્રક્રિયા શરૂ કરી દે છે. જોકે 2020થી પ્રી-રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે, જેથી માર્ચ મહિનાથી જ અરજીઓ કરી શકાય. થોડા વીઝા માટે મોટી સંખ્યામાં અરજીઓ આવતી હોવાથી આ નિયમ લાગુ કરાયો છે.

USCIS તરફથી જાહેરાત થઈ છે કે FY-2022 માટેના H-1B વીઝાની અરજીઓ માર્ચની શરૂઆતમાંથી રજિસ્ટ્રેશન માટે સ્વીકારવામાં આવશે અને માર્ચના અંત સુધીમાં પૂર્ણ થશે. 85,000 વીઝામાંથી 20,000 વીઝા અમેરિકામાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવનારા માટે અનામત છે. તેથી બેચલર કે માસ્ટર્સ ડિગ્રી ધરાવનારા કર્મચારી તમારે ત્યાં કામ કરતા હોય તો તેમના માટે રજિસ્ટ્રેશન કરાવવાની તૈયારીઓ હવે કરી લેવી જોઈએ.

H-1B રજિસ્ટ્રેશન ઓનલાઇન કરી શકો છો. પણ એક વ્યક્તિ માટે એક જ અરજી કરવાની રહેશે, વધારે થશે તો ગેરલાયક ઠરશે. હા, એક જ વ્યક્તિ પોતાના માટે અન્ય નોકરીદાતાની અરજી દાખલ કરી શકે છે.

H-1B કેપમાં છુટછાટ

કેટલીક સંસ્થાઓને આ પ્રક્રિયામાંથી છુટછાટ પણ મળે છે. જેમ કે:

  • સરકારી સંશોધન સંસ્થાઓ
  • નોન-પ્રોફિટ સંશોધન સંસ્થાઓ
  • ઊચ્ચ શિક્ષણની સંસ્થાઓ

આ બધા નિયમોને ધ્યાનમાં રાખીને તક ના જતી રહે તે માટે અમેરિકાના નોકરીદાતાએ વીઝા માટેની તૈયારીઓ કરી લેવાનો સમય હવે થઈ ગયો છે. વિદેશી નાગરિકને ત્રણ વર્ષ માટે નોકરીએ રાખવા માગતા હો તો અત્યારથી જ તમારી તૈયારીઓ કરવા લાગો.

ઇમિગ્રેશન તથા વીઝા પ્રોસેસિંગ માટે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group – VISASERVEના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here