NEET રિઝર્વેશનઃ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું-અનામત એ મૂળભૂત અધિકાર નથી

 

નવી દિલ્હીઃ અનામત પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે અનામત એ મૌલિક (મૂળભૂત) અધિકાર નથી. કોર્ટે તામિલનાડુમાં મેડિકલ બેઠકો પર બ્ગ્ઘ્ અનામત નહિ આપવામાં આવતી હોવાની વિરુદ્ધમાં કરાયેલી અરજી પર આગળ સુનાવણી કરવાની ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે તામિલનાડુની તમામ રાજકીય પાર્ટીઓ રાજ્યના ઓબીસીના કલ્યાણ માટે એક સાથે મળીને આગળ આવી છે, આ અસામાન્ય વાત છે પરંતુ અનામત એ મૌલિક અધિકાર નથી. હકીકતમાં ડીએમકે, એઆઈડીએમકે, સીપીએમ, તામિલનાડુ સરકાર અને તામિલનાડુની અનેક પાર્ટીઓએ સુપ્રીમ કોર્ટમાં NEET હેઠળ મેડિકલ કોલેજમાં સીટોને લઈને રાજ્યમાં ૫૦ ટકા OBC અનામત મામલે અરજી દાખલ કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ હતી પરંતુ કોર્ટે આ અરજી પર વિચાર કરવાની ના પાડી દીધી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ મામલે કોનો મૌલિક અધિકાર છીનવાઈ ગયો છે? અરજીકર્તાઓના વકીલોની દલીલોથી એવું લાગે છે કે તમે ફક્ત કેટલાક લોકોના ફાયદાની જ વાત કરી રહ્યાં છો. જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે કોઈ પણ અનામતના અધિકારનો દાવો કરી શકે નહિ. તેમણે કહ્યું કે અનામતનો અધિકાર કોઈ મૌલિક અધિકાર નથી. આજે આ જ કાયદો છે. તામિલનાડુમાં ઓબીસી વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોલેજમાં સીટો અનામત નહિ કરવાના મુદ્દાને મૌલિક અધિકારનો ભંગ ગણતી એક અરજી સુપ્રીમમાં કરાઈ હતી