જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1634

મેષ (અ.લ.ઇ.)
આ સપ્તાહ દરમિયાન એકંદરે આપને રાહત જણાશે. વ્યવસાયિક કામકાજમાં સફળતા મળતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. ઘરનાં – બહારનાં અધૂરાં – અટકેલાં કામોનો નિકાલ આવી જતાં રાહતની લાગણી અનુભવાશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. મિલન – મુલાકાત ફળશે. વિવાહ ઇચ્છુકો માટે સમય શુભ જણાય છે. તા. 27, 28, 29 રાહતભર્યા દિવસો ગણાય. તા. 30, 1 સફળ દિવસો પસાર થાય. તા. 2, 3 શુભ સમાચાર મળે.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને ઘણી જ રાહત જણાશે. નોકરી – વ્યવસાય ક્ષેત્રમાં પણ વાતાવરણ આનંદમય જણાશે. આર્થિક દષ્ટિએ ઉત્કર્ષ થાય તેવા સંજોગોનું નિર્માણ અવશ્ય થશે. ઘર માટે જરૂરી ખર્ચા-ખરીદી શક્ય અને સરળ બનશે. સપ્તાહના અંતિમ ચરણમાં દરેક બાબતમાં દરેક રીતે ધ્યાન રાખવું. તા. 27, 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 1 ઉત્કર્ષ થાય. તા. 2, 3 દરેક બાબતમાં સંભાળવું.

મિથુન (ક.છ.ઘ.)
સફળતાસૂચક આ સપ્તાહમાં આપના સઘળા દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. અધૂરાં અટકેલાં કાર્યો પણ પ્રભુકૃપાથી સરળતાથી સંપન્ન બનતાં વિશેષ રાહત સાથે આનંદની લાગણી અનુભવશો. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. પરદેશગમનની શક્યતાઓ પણ ખરી જ. તા. 27, 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 1 અધૂરાં કાર્યો હાથ ધરી શકાય. તા. 2, 3 સફળ દિવસો.

કર્ક (ડ.હ.)
આ સમયગાળામાં પ્રારંભિક દિવસોમાં આપ હરો ફરો પરંતુ મનમાં સતત ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. આદરેલાં છતાં અધૂરાં – અટવાયેલાં કાર્યો વિશેષ ચિંતા ઉપજાવશે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ ગ્રહાધિન પરિસ્થિતિ સુધરતાં એકંદરે રાહતની લાગણી આપ અનુભવી શકશો. પ્રવાસ ટાળવો. તા. 27, 28, 29 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું હિતાવહ ગણાય. તા. 30, 1 કંઈક રાહત થાય. તા. 2, 3 સામાન્ય દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં સઘળાં દિવસો ઇષ્ટદેવની કૃપાથી આનંદમય બની રહેશે. નોકરિયાત વર્ગને તેમજ વેપાર – રોજગાર સાથે સંકળાયેલ વ્યક્તિઓને માટે પણ સમય શુભ પુરવાર થશે. વેપાર – ધંધામાં અણધાર્યો આર્થિક લાભ વિશેષ આનંદદાયક બની રહેશે. પ્રવાસ – પર્યટન શક્ય બનશે. મિલન – મુલાકાત સરળ બનશે. તા. 27, 28, 29 આનંદમય દિવસો પસાર થાય. તા. 30, 1 લાભ થાય. તા. 2, 3 મિલન – મુલાકાત સફળ થાય.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો બીજા બે દિવસ અશાંતિ અજંપાભર્યું વાતાવરણ રહેવા પામશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વિશેષ રહેવા સંભાવના ખરી જ. જેમ જેમ દિવસો વિતતા જશે તેમ તેમ કંઈક રાહત જેવું જણાશે. ઘરનાં હાથ ધરેલાં અધૂરાં કાર્યો પૂર્ણ થઈ શકશે. તા. 27, 28, 29 સામાન્ય દિવસો ગણાય. તા. 30, 1 રાહત જણાય. તા. 2, 3 સફળ દિવસો ગણાય.

તુલા (ર.ત.)
આ સપ્તાહ આપને માટે આનંદમય બની રહેશે. મિલન – મુલાકાત સફળ થા. નાના મોટા પ્રવાસનું આયોજન સફળતાપૂર્વક પાર પાડી શકાય. તબિયત સારી રહેશે. ભાઈભાંડુનો સહકાર મળતો જણાય. નાણાંકીય દષ્ટિએ પણ સમય શુભ જણાય છે. કૌટુંબિક પ્રસંગ માણી શકશો. તા. 27, 28, 29 આનંદમય દિવસો પસાર થાય. તા. 30, 1 સફળ દિવસો ગણાય. તા. 2 લાભમય દિવસ પસાર થાય. તા. 3 શુભ કાર્ય વિના વિઘ્ને થતાં આનંદ થાય.

વૃશ્ચિક (ન.ય.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને એકંદરે રાહત જેવું જણાશે. પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ અણધારી પ્રતિકૂળતાઓ ઊભી થવાની સંભાવના પણ ખરી જ. નાણાંકીય સાહસથી દૂર રહેવું. નોકરિયાતને કાર્યબોજ અકળાવશે. અતિ વિશ્વાસમાં રહી કોઈ કાર્ય કરવું હિતાવહ બની રહેશે નહિ. તા. 27, 28, 29 રાહત જણાય. તા. 30, 1 સાહસથી દૂર રહેવું. તા. 2, 3 સામાન્ય દિવસો ગણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ રાહત થતી જશે. આદરેલાં અધૂરાં કાર્યો પૂર્ણ થતાં કંઈક રાહતની લાગણી અનુભવશો. નાણાંકીય મુંઝવણ જે ઉપસ્થિત થઈ હતી તે દૂર થતાં વિશેષ શાંતિનો અહેસાસ થશે. મિલન, મુલાકાત શક્ય બનશે. નાના મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. તા. 27, 28, 29 દરેક રીતે સંભાળવું. તા. 30, 1 લાભ થાય. તા. 2, 3 શુભમય દિવસો.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. શરૂઆતના તબક્કામાં થોડી પ્રતિકૂળતાઓનો અનુભવ અવશ્ય થશે, પરંતુ જેમ જેમ સમય વિતતો જશે તેમ તેમ અચૂક રાહતની લાગણી અનુભવશો. તરૂણો માટે સમય વિશેષ શુભ જણાય છે. નોકરિયાત વર્ગ માટે પણ સમય ઘણો સાનુકૂળ જણાય છે. વાહનથી ખાસ સંભાળવું. તા. 27, 28, 29 સામાન્ય દિવસો પસાર થાય. તા. 30, 1 સફળ દિવસો ગણાય. તા. 2, 3 વાહનથી ખાસ સંભાળવું.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપનો સમય ઘણો જ આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. ખાસ કરીને તરૂણો માટે સમય વિશેષ શુભ જણાય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મળવાની સંભાવના ખરી જ. ઘર માટે ખર્ચ ખરીદી થઈ શકે જે માટે નાણાંકીય સુવિધા અચૂક પ્રાપ્ત થશે. વ્યવસાય ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે પણ સમય શુભ જણાય છે. તા. 27, 28, 29 આનંદમય દિવસો ગણાય. તા. 30, 1 લાભ થાય. તા. 2, 3 શુભ દિવસો ગણાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સપ્તાહમાં પ્રારંભમાં આપ હરો ફરો પરંતુ મનમાં સંતોષ, શાંતિ જેવું જણાશે નહિ. આર્થિક વિટંબણાઓ સાથે ઘરના – બહારના પ્રશ્નો પણ આપને મુંઝવશે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ રાહતની અનુભૂતિ જરૂરથી થશે. શુભેચ્છકો, મિત્રોની મદદ થકી આદરેલાં અધૂરાં કાર્યો અચૂક પૂર્ણ થઈ શકશે. તા. 27, 28, 29 દરેક રીતે સંભાળવું. તા. 30, 1 રાહત જણાય. તા. 2, 3 સામાન્ય દિવસો ગણાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here