જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1926

મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. કૌટુંબિક જવાબદારીઓ સાતે ખર્ચ વધવા પામશે. દોડધામ, ચિંતા, ઉચાટ, ઉદ્વેગ જેવું પણ રહ્યા કરશે. આપ હરો-ફરો પરંતુ મનમાં આનંદ જણાશે નહિ. છતાં આવકનું પ્રમાણ જળવાઈ રહેશે. વાહનથી ખાસ સંભાળવું. તા. 6, 7 8 દરેક કાર્ર્ય કરતાં પહેલા સંભાળપૂર્વક કરવું હિતાવહ છે. તા. 9, 10 ખર્ચાળ દિવસો ગણાય. તા. 11 લાભકારક દિવસ. તા. 12 સામાન્ય દિવસ.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહમાં એકંદરે આપને મિશ્ર સંજોગોના અનુભવમાંથી પસાર થવું પડશે. એક દિવસ આનંદમાં જાય તો બીજા બે દિવસ વળી કંઈક ને કંઈક ચિંતા-પરેશાની જેવું રહ્યા કરશે. ગૃહસ્થ જીવનમાં વિવાદથી દૂર રહેવું. સંતાનોના પ્રશ્નો પણ મૂંઝવે તેવી શક્યતાઓ પણ ખરી જ. પ્રવાસ માટે સમય યોગ્ય નથી. તા. 6, 7, 8 સામાન્ય દિવસો ગણાય. તા. 9, 10 પ્રતિકૂળતાઓ વધવા પામશે. તા. 11, 12 કંઈક રાહત જણાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપને ચિંતા, ઉચાટ, ઉદ્વેગ તથા બેચેની જેવું સતત લાગ્યા કરશે. આપની માનસિક અવસ્થા અસ્વસ્થ રહે તેવા સંજોગોનું નિર્માણ થવાની શક્યતાઓ ખરી જ. સાથે સાથે કૌટુંબિક તથા વ્યાવહારિક પ્રશ્નો પણ આપની મૂંઝવણમાં વધારો કરે તેવા યોગો જણાય છે. તા. 6, 7, 8 ઉચાટ, ઉદ્વેગ રહેશે. તા. 9, 10 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 11, 12 વાહનથી ખાસ સંભાળવું.

કર્ક (ડ.હ.)
આ સપ્તાહમાં આપને મિશ્ર સંજોગોમાંથી પસાર થવું પડશે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ ક્યારેક વધતું જણાશે. નવું હાઉસ લેવું હોય અથવા જૂનું વેચવું હોય તો તે માટે સમય સાનુકૂળ જણાતો નથી. નવી ખરીદી કે વેચાણના પ્રશ્નોમાં હજી પ્રતિકૂળતા જણાશે. સપ્તાહના અંતિમ તબક્કામાં એકંદરે રાહત જેવું જણાશે. તા. 6, 7, 8 સામાન્ય દિવસો પસાર થાય. તા. 9, 10 સાહસથી દૂર રહેવું સલાહભર્યું છે. તા. 11, 12 એકંદરે રાહત જણાય.

સિંહ (મ.ટ.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત જણાશે. નોકરી કે ધંધાકીય બાબતોમાં ધીમી ગતિએ આગળ વધી શકાય. સંતાનો તથા પ્રિય વ્યક્તિઓ કે નિકટનાં સ્વજનો સાથે મનદુઃખના પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ ખરી જ. મકાન-મિલકતને લગતા પ્રશ્નોમાં રાહત જણાશે. કોઈ ને કોઈ સારો માર્ગ નીકળશે. તા. 6, 7, 8 રાહત જણાય. તા. 9, 10 બને ત્યાં સુધી વિવાદોથી દૂર રહેવું હિતાવહ છે. તા. 11, 12 એકંદરે શાંતિ જણાય.

કન્યા (પ.ઠ.ણ.)
આ સમયગાળામાં આપને એકંદરે રાહત જણાશે. વ્યાવસાયિક કામો માટે સાનુકૂળતા ઊભી થવાની શક્યતાઓ ખરી જ. ઉપસ્થિત અંતરાયોને પાર કરી શકશો. નવી આશા સર્જાશે, સાથે સાથે મિત્ર સ્વજનોથી વિખવાદ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. દામ્પત્યજીવનમાં ખોટી ગેરસમજો ઊભી ન થાય તે જોજો. તા. 6, 7, 8 રાહત જણાય. તા. 9, 10 શુભ સમાચાર મળે. તા. 11, 12 વિવાદ ટાળવો.

તુલા (ર.ત.)
આ સપ્તાહમાં એકંદરે આપને રાહત એવું જણાશે. નોકરિયાત વર્ગને અપેક્ષિત બઢતી કે બદલીનો લાભ મળી શકે તેમ છે. ધંધાકીય ક્ષેત્રે વિશેષ મહેનત કરવી પડશે છતાં સાથે સાથે મહત્ત્વનાં કામો પાર પણ પડશે. ગૃહજીવનમાં કેટલાક વિવાદોને કારણે તંગદિલીનું સર્જન ન થાય તે ખાસ જોશો. તા. 6, 7, 8 એકંદરે રાહત જણાય. તા. 9, 10 લાભદાયક દિવસો ગણાય. તા. 11 ગૃહજીવનમાં સંયમ રાખવો. તા. 12 મિશ્ર દિવસ.

વૃશ્ચિક (ન.ય.)
આ સમયગાળામાં આપને કંઈક રાહત જેવું જણાશે. ધીરે ધીરે માનસિક મૂંઝવણોમાંથી બહાર નીકળી શકશો. ખર્ચનું પ્રમાણ વધશે, સાથે સાથે આવકની માત્રા જળવાઈ રહેતાં એકંદરે વાંધો નહિ આવે. તે સિવાય દામ્પત્યજીવનની સમસ્યાઓ હલ થશે. મિલકતને લગતા પ્રશ્નોમાં નવો માર્ગ મળશે. તા. 6, 7, 8 રાહત જણાય. તા. 9, 10 ખર્ચનું પ્રમાણ વધવા પામશે. તા. 11, 12 સારા સમાચાર મળે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સપ્તાહમાં પ્રતિકૂળ જણાતી ધંધાકીય બાબતોમાંથી બહાર આવવાની તક મળશે. તે સિવાય કોઈ મહત્ત્વનો પ્રશ્ન હલ થવાની શક્યતાઓ પણ ખરી જ. નોકરિયાત વર્ગના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થતાં રાહતની અનુભૂતિ થશે. સ્નેહી, સ્વજનો સાથે થયેલા મનદુઃખના પ્રસંગોમાં રાહત જણાશે. તા. 6, 7, 8 એકંદરે રાહત જણાય. તા. 9, 10 નોકરિયાત વર્ગ માટે શુભ દિવસો. તા. 11, 12 વાહનથી સંભાળવું.

મકર (ખ.જ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા સંજોગોનું નિર્માણ થતું જોવા મળશે. નોકરિયાત વર્ગને પણ રાહત જણાશે. અપેક્ષિત બદલી સાથે બઢતી મળવાના યોગોને પણ નકારી શકાય તેમ નથી. જૂનું હાઉસ વેચવું હોય કે નવું લેવું હોય તો તે માટે સાનુકૂળતા જણાય છે. પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 6, 7, 8 આનંદમય દિવસો પસાર થાય. તા. 9, 10 શુભ સમાચાર મળે. તા. 11 સફળ દિવસ. તા. 12 લાભ મળે.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સપ્તાહમાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. અંગત આરોગ્યની વિશેષ કાળજી રાખવી પડશે. સ્ત્રીવર્ગ માટે આ સમય સાનુકૂળ અને આનંદમય પુરવાર થશે. વિદ્યાર્થી મિત્રોને મહેનતનું ફળ મળશે. સરકારી તથા ધંધાકીય કામકાજોમાં કેટલાક અંતરાયો ઊભા થવાની શક્યતાઓ ખરી જ. તા. 6, 7, 8 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 9, 10 આનંદમય દિવસો ગણાય. તા. 11, 12 દરેક રીતે સંભાળવું.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સમયગાળામાં આવક કરતાં જાવકનું પ્રમાણ વધવા પામશે. કુટુંબીજનો સાથે આપની લાગણીને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનવાની શક્યતાઓ ખરી જ. આવકની સામે જાવકનું પ્રમાણ વધતું જોવા મળશે. મિલન, મુલાકાત શુભ બનશે છતાં વાહનથી ખાસ સંભાળવું હિતાવહ જણાય છે. તા. 6, 7, 8 ખર્ચાળ દિવસો ગણાય. તા. 9, 10 દરેક રીતે સંભાળવું. તા. 11, 12 વાહનથી ખાસ સંભાળવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here