જ્યોતિષ રાશિ ભવિષ્ય

0
1540

 

મેષ (અ.લ.ઇ.)
આ સમયગાળામાં આપને દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. આપ હરો ફરો, પરંતુ મનમાં સતત ઉચાટ ઉદ્વેગ અને અજ્ઞાત ભય જેવું રહ્યા કરશે. મહત્ત્વનાં કામોમાં અડચણ જણાય. સરકારી તંત્ર સાથેના કામકાજમાં પણ વિલંબ થાય. સપ્તાહના અંતિમ દિવસોમાં આરોગ્યની કાળજી રાખવી હિતાવહ બની રહેશે. તા. 23, 24, 25 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 26, 27 સામાન્ય દિવસો ગણાય. તા. 28, 29 તબિયતની કાળજી વિશેષ રાખવી.

વૃષભ (બ.વ.ઉ.)
આ સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપને આનંદ ઉમંગ જેવું જણાશે. અધૂરાં અટકેલાં કામો પૂર્ણ થાય તેવા યોગો જણાય છે, પરંતુ જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ વિશેષ તકલીફો ઊભી થવાની શક્યતાઓ પણ ખરી જ. વ્યાપાર-વ્યવસાયમાં પણ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થવાની શક્યતાઓ ખરી જ. તા. 23, 24, 25 આનંદમય દિવસો ગણાય. તા. 26, 27 દરેક રીતે સંભાળવું. તા. 28, 29 સામાન્ય દિવસો ગણાય.

મિથુન (ક.છ.ઘ.)
આ સમયગાળામાં આપને મિશ્ર અનુભવોમાંથી પસાર થવું પડશે. પ્રારંભના દિવસોમાં આનંદમય સંજોગોનું નિર્માણ થાય, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ ઉચાટ ઉદ્વેગ જેવું સતત રહ્યા કરે. કુટુંબ પરિવારમાં વિસંવાદિતા જેવું જણાય. પ્રવાસ ટાળવો તથા વાહનથી ખાસ સંભાળવું. તા. 23, 24 સામાન્ય દિવસો ગણાય. તા. 25, 26, 27 લાભકારક દિવસો પસાર થાય. તા. 28, 29 વિવાદથી દૂર રહેવું.

કર્ક (ડ.હ.)
આ સમય દરિમયાન પ્રારંભિક દિવસોમાં આપને સુખ શાંતિનો અહેસાસ થાય, પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના ક્ષેત્રમાં પણ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. માનસિક ચિંતા, ઉચાટ, ઉદ્વેગ જેવું રહ્યા કરશે, છતાં આખરી દિવસોમાં આર્થિક લાભ થવાની શક્યતાઓ પણ ખરી જ. તા. 23, 24 આનંદમય દિવસો પસાર થાય. તા. 25, 26, 27 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 28, 29 લાભમય દિવસો ગણાય.

સિંહ (મ.ટ.)
આ સમયગાળામાં આપના સઘળા દિવસો આનંદમય પસાર થશે. આર્થિક દષ્ટિએ પણ સમય શુભ જણાય છે. લાભ થવાની શક્યતાઓ ખરી જ. ઘરમાં વડીલોની તબિયત બગડવાની સંભાવના સાથે કદાચ શસ્ત્રક્રિયા પણ થાય. આ ઘટનાને બાદ કરતાં એકંદરે સપ્તાહમાં શાંતિનો અહેસાસ થશે. તા. 23, 24, 25 આનંદમય દિવસો પસાર થાય. તા. 26, 27 લાભ થાય. તા. 28, 29 સામાન્ય દિવસો ગણાય.

કન્યા (પ.ઠ.ણ.)
આ સપ્તાહના પ્રારંભિક તબક્કામાં એકંદરે આપને રાહત જણાશે. અધૂરાં અટવાયેલાં કાર્યો પણ પૂર્ણ થવાની શક્યતાઓ ખરી જ. ઘર માટે ખરીદી ખર્ચના પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ પણ ખરી જ. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને જવાબદારીઓ વધવાની સંભાવના પણ ખરી જ. તા. 23, 24, 25 રાહત જણાય. તા. 26, 27 ખર્ચ-ખરીદી થાય. તા. 28, 29 સામાન્ય દિવસો ગણાય.

તુલા (ર.ત.)
આ સમયગાળામાં આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ જણાય નહિ. તબિયતની ચિંતા રહેવાની સંભાવના પણ ખરી જ. નોકરિયાત વર્ગને પણ જવાબદારીઓ વધતાં વિશેષ ચિંતાજનક પરિસ્થિતનું નિર્માણ થાય. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું. સપ્તાહના અંતિમ દિવસોમાં એકંદરે રાહત જેવું જણાશે. તા. 23, 24 ઉચાટ ઉદ્વેગ રહેશે. તા. 25, 26, 27 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું. તા. 28, 29 વાહનથી ખાસ સંભાળવું.

વૃશ્ચિક (ન.ય.)
સપ્તાહના પ્રાારંભિક તબક્કામાં આપને આનંદ ઉમંગ જણાશે. અધૂરાં અટવાયેલાંકાર્યો પૂર્ણ થતાં વિશેષ આનંદની અનુભૂતિ થવાની શક્યતાઓ પણ ખરી જ. ગૃહજીવનમાં વિવાદ ટાળવો. ઘરના વડીલોની ચિંતા રહેશે. પ્રવાસ ટાળવો. વાહનથી ખાસ સંભાળવું. હિતશત્રુઓથી સાચવવું. નોકરિયાતોને કાર્યબોજ વધવા પામશે. તા. 23, 24, 25 આનંદમય દિવસો ગણાય. તા. 26, 27 લાભ થાય. તા. 28, 29 પ્રવાસ ટાળવો.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ સમયગાળામાં આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ જણાય નહિ. ઉચાટ ઉદ્વેગ જેવું સતત રહ્યા કરે. તે સિવાય ગૃહસ્થ જીવનમાં વ્યાવસાયિક જીવનમાં શાંતિ જણાશે. સંતાનોના પ્રશ્નોની મૂંઝવણ દૂર થવાની શક્યતાઓ ખરી જ. દામ્પત્યજીવનમાં વિશષ પ્રસન્નતાનો અનુભવ થશે. નાના-મોટા પ્રવાસનું આયોજન શક્ય બનશે. તા. 23, 24, 25 દરેક રીતે સંભાળવું. તા. 26, 27 લાભ થાય. તા. 28, 29 ધારણા પ્રમાણે કાર્ય થાય.

મકર (ખ.જ.)
સપ્તાહના પ્રારંભિક તબક્કામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. નોકરીમાં પણ ભાગ્યોદય થાય તેવા યોગો ખરા જ. માત્ર જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓએ દરેક રીતે સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરીને સરકારી તંત્ર સાથેના કામકાજમાં વિશેષ સંભાળવું પડશે. તા. 23, 24 આનંદમય દિવસો પસાર થાય. તા. 25, 26 લાભમય દિવસો ગણાય. તા. 27, 28, 29 દરેક રીતે સંભાળીને કામકાજ કરવું.

કુંભ (ગ.શ.સ.ષ.)
આ સમયગાળામાં આપના દિવસો આનંદમય પસાર થાય તેવા યોગો જણાય છે. આપનાં ઘરનાં – બહારનાં તમામ કાર્યોમાં સફળતા મળતાં વિશેષ આનંદની અનુભૂતિ થશે. ખાસ કરીને ઘરના તરુણ વર્ગ માટે સમય વિશેષ શુભ તથા સુંદર ગ્રહમાનથથી યુક્ત જણાય છે. પ્રવાસનું આયોજન શક્ય બને. મિલન-મુલાકાત ફળશે. તા. 23, 24, 25 આનંદમય દિવસો ગણાય. તા. 26, 27 લાભ થાય. તા. 28, 29 સફળ દિવસો ગણાય.

મીન (દ.ચ.ઝ.થ.)
આ સપ્તાહમાં આપ હરો ફરો, પરંતુ મનમાં શાંતિ જેવું જણાશે નહિ. ચિંતા, ઉચાટ, ઉદ્વેગ સતત રહ્યા કરશે. તબિયતની કાળજી રાખવી પણ હિતાવહ જણાય છે. વાહનથી સંભાળવું, તેમ જ કોઈ પણ પ્રકારના નાણાકીય સાહસથી દૂર રહેવું હિતાવહ બની રહેશે. સપ્તાહના અંતિમ દિવસોમાં સંતાનોના પ્રશ્નો હળવા થવાની સંભાવના પણ ખરી જ. તા. 23, 24 ઉચાટ-ઉદ્વેગ રહેશે. તા. 25, 26 તબિયતની કાળજી રાખવી. તા. 27, 28, 29 વાહનથી ખાસ સંભાળવું.