નવા વર્ષની H-1B સિઝન આવી રહી છે ત્યારે તમારો એચઆર વિભાગ કેટલો તૈયાર?

0
723

 

૨૦૧૯માં અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટે H-1B વીઝા માટે ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન માટેના નવા આખરી નિયમો જાહેર કર્યા હતા, તે હવે અમલમાં આવી ગયા છે. નવા નિયમ હેઠળ H-1B માટે રજિસ્ટ્રેશન માટે ૧૦.૦૦ ડોલરની રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, અને અરજી કરી દેવાની અંતિમ તારીખ પહેલી એપ્રિલ ૨૦૨૨ની રહેશે. નવા નિયમ પાછળનો મુખ્ય હેતુ પિટિશન્સ સ્વિકારતા પહેલાંH-1B લોટરીની પ્રક્રિયા કરવાનો છે, જેથી નોકરીદાતાને (આગોતરી) જાણ થઈ શકે કે તેમનો કેસ લોટરીમાં આવી શકશે કે કેમ. સંપૂર્ણપણે ભરેલી H-1B વીઝા માટેની પિટિશન USCIS સમક્ષ દાખલ કરવામાં આવે તે પહેલાં આ રીતે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.

નીચે અમે સવાલ-જવાબ તૈયાર કરીને આપ્યા છે, જે H-1B પ્રોગ્રામ માટે ઉપલબ્ધ માહિતીઓના આધારે તૈયાર કરાયા છે. સંભવિત H-1B કર્મચારી અને સંભવિત H-1B નોકરીદાતા બંનેને ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે કેવી તૈયારીઓ કરવાની રહેશે તે માટેનું માર્ગદર્શન મળી રહે તે રીતે આ સવાલ-જવાબ તૈયાર કરાયા છે.

 H-1B કેપ રજિસ્ટ્રેશન પ્રોગ્રામ શું છે?

H-1B cap-subject  માટે પિટિશન્સ કરનારા સંભવિત અરજદારોના ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન માટેની, અમેરિકાના USCIS વિભાગની આ ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ છે.

H-1B ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન નિયમો કોને લાગુ પડે?

કેપ-સબ્જેક્ટ પિટિશન કરવા માગનારા અરજદારો માટે જ આ રજિસ્ટ્રેશન છે. (યુનિવર્સિટી અથવા લાયક રિસર્ચ ઇનિ્સ્ટટ્યૂટ્સના કર્મચારીઓ, તથા કેપ હેઠળ ગણતરીમાં લેવાઈ ગયા હોય તેવા કર્મચારીઓ એટલે કે કેપ-એક્ઝમ્પ્ટ હોય તેમને લાગુ પડતા નથી).

 H-1B નોન-ઇમિગ્રન્ટ વીઝા રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થશે?

આ અંગેનો કાર્યક્રમ નીચે પ્રમાણે ચાલશેઃ

૧. પ્રારંભિક રજિસ્ટ્રેશન ઓછામાં ઓછા ૩૦ દિવસ પહેલાં શરૂ થશે (માર્ચના પ્રારંભથી);

૨. પ્રારંભિક રજિસ્ટ્રેશનનો સમય અરજી માટેની તારીખથી (પ્રથમ એપ્રિલથી) ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલાંથી શરૂ થશે અને તે ઓછામાં ઓછા ૧૪ કેલેન્ડર દિવસો સુધી ચાલશે;

૩. રજિસ્ટ્રેશન સ્વીકારી લેવામાં આવે તે પછી અરજદાર H-1B કર્મચારીને ઓછામાં ઓછા ૯૦ દિવસH-1B પિટિશન દાખલ કરવા માટે મળશે; અને

૪. આ સિવાય USCIS ગમે ત્યારે (નોટીસ આપ્યા વિના) રજિસ્ટ્રેશન ફરીથી શરૂ કરી શકે છે.

 રજિસ્ટ્રેશન માટે કેટલી સરકારી ફી ભરવાની રહેશે?

દરેક લાભકર્તા માટે નોન-રિફન્ડેબલ એવી ૧૦.૦૦ ડોલરની ફી ભરવાની રહેશે.

 અરજદાર H-1B કર્મચારી અને H-1B નોકરીદાતાઓએ ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન માટે કેવી માહિતી અને વિગતો આપવાની રહેશે?

H-1B ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રોગ્રામ માટે નીચે પ્રમાણેની વિગતો આપવાની રહેશેઃ

૧. પૂરું નામ

૨. જન્મતારીખ

૩. જન્મસ્થાન હોય તે દેશ

૪. નાગરિકતા

૫. પાસપોર્ટ નંબર

૬. જાતિ

૭. નોકરીદાતા તરફથી એટેસ્ટ કરેલું સોગંદનામું કે બોના ફાઇડ ટેમ્પરરી જોબ માટેની ઓફર છે, જેના માટે પોતે ણ્-૧ગ્ પિટિશન ફાઇલ કરવા ધારે છે.

 સંભવિત H-1B એમ્પ્લોયર સંભવિત H-1B એમ્પ્લોઇ માટે કેટલા રજિસ્ટ્રેશન કરાવી શકે?

દરેક કર્મચારી માટે એક રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. દરેક સંભવિત H-1B કર્મચારી માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ડુપ્લિકેટ્સ માન્ય કરાશે નહીં. એ ખરું કે એક સંભવિત H-1B એમ્પ્લોઇ વતી એકથી વધુ એમ્પ્લોયર્સ એક ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવી શકે છે ખરા.

 એક જ કર્મચારી માટે ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન કરાવાય તો શું થાય?

નોકરીદાતા એક જ કર્મચારી માટે ડુપ્લિકેટ અથવા એકથી વધુ રજિસ્ટ્રેશન કરાવશે તો બધા જ રજિસ્ટ્રેશન રદ થઈ જશે. હા એક જ કર્મચારી માટે એકથી વધુ નોકરીદાતા રજિસ્ટ્રેશન કરાવી શકે છે ખરા.

 ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ વખતે કયા હોદ્દા માટે નોકરી છે તે જણાવવાનું રહેશે?

રજિસ્ટ્રેશન વખતે માહિતી આપવાની જરૂર નથી, પરંતુ હોદ્દા માટેની અને H-1B માટેની જરૂરી લાયકાતો સંભવિત કર્મચારી ધરાવે છે તેની ખરાઈ કરી લેવી જરૂરી છે.

 રજિસ્ટ્રેશન વખતે જ H-1B સ્ટેટસ માટેની લાયકાત દર્શાવવી જરૂરી છે?

ના, પરંતુ H-1B વીઝા લોટરીમાં પસંદગી થઈ જાય તે પછી જરૂરી પ્રમાણો આપવાના રહેશે.

 રજિસ્ટ્રેશન પહેલાં લેબર કન્ડિશન એપ્લિકેશન (LAC) કરવાની રહેશે ખરી?

ના, પરંતુ ભવિષ્યમાં ન્ઘ્ખ્ ફાઇલ કરવાની રહેશે તેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી લેવી જોઈએ, જેથી લોટરીમાં નંબર લાગી જાય તો ઝડપથી વિધિ પૂરી કરી શકાય.

 ઇલેક્ટ્રોનિક ણ્-૧ગ્ લોટરી કેવી રીતે કરવામાં આવે છે?

બધા જ રજિસ્ટ્રેશન્સને સમાવી લઈને USCIS પ્રથમ ૬૫,૦૦૦ વીઝા માટે લોટરી કરશે. તે પછી ઊચ્ચ ડિગ્રીધારકો માટેની ૨૦,૦૦૦ વીઝા માટેની લોટરી યોજાશે. માસ્ટર્સ કે તેનાથી ઊંચી ડિગ્રી ધરાવનારાને વધારે એટલે કે ૧૬% (અથવા ૫,૩૪૦ વર્કર્સ) જેટલા વધારે વીઝા મળે તે માટે આવું કરવામાં આવે છે.

આ રીતે લોટરીમાં નંબર લાગે તે પછી ૯૦ દિવસમાં પિટિશન કરવાની હોય છે. માત્ર ૧૦ ડોલરની ફી હોવાથી બિનજરૂરી વધારે રજિસ્ટ્રેશન્સ ના થાય તેની કાળજી પણ શ્લ્ઘ્ત્લ્ લેતું હોય છે. ક્લાયન્ટ વતી એટર્ની પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે, જેના માટે Form-G 28 ભરવાનું હોય છે. આ સમગ્ર પ્રક્રિયા માટે આગોતરી તૈયારીઓ કરી લેવી જોઈએ, જેથી સમયસર બધી કાર્યવાહી થઈ શકે.

અમેરિકાના H-1B પ્રોફેશનલ અને વિશેષ કામગીરી માટેના વર્ક વીઝા માટે આ પ્રકારની વિશેષ માહિતી માટે તથા માર્ગદર્શન માટે તમે NPZ લો ગ્રૂપના લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com  અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/