INS જહાજ વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી …

 

આજકાલ આઈએનએસ વિરાટને અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. અલંગ શિપયાર્ડમાં રહેલા વિરાટને તોડવાની કામગીરી અટકાવી દેવાનો  સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો હતો. વિરાટ જહાજ 1959માં બનાવવામાં આવ્યું હતું. 1987માં આ યુધ્ધ જહાજને ભારતીય નેવીમાં શામેલ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક યુધ્ધ જહાજે ભારતીય નેવીમાં 30 વરસ સુધી સેવા બજાવી હતી. 18000ટન એલબીટી ધરાવતા વિરાટની પહોળાઈ 49 મીટર, લંબાઈ 225 મીટર છે. તે વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યું છે. આ જહાજને ભાવનગરના શ્રીરામ ગ્રુપે ખરીદી લીધું હતું. તેને અલંગ શિપયાર્ડમાં  સ્ક્રેપ માટે તોડવાનું હતું. વિરાટ જહાજે 26 વરસો સુધી યુકેમાં અને 30 વરસ ભારતીય નેવીમાં મળીને કુલ 56 વરસો સુધી સેવાની કામગીરી બજાવી હતી. કેટલાક લોકો આ જહાજને સંગ્રહાલયમાં ફેરવવાની માગ કરી રહ્યા છે. 6 માર્ચ 2017માં વિરાટને સેવામાંથી નિવૃત્ત કરવામાં આવ્યું હતું. શ્રીરામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે ઓનલાઈન ઓકશનમાં 38.54 કરોડમાં એને ખરીદી લીધું હતું.