ફેસબૂક સેટલમેન્ટને કારણે PERM પ્રોગ્રામ પર શી અસર થશે?

0
627

 

ફેસબૂક સેટલમેન્ટ થયું છે તેના કારણે PERM પ્રોગ્રામ હેઠળ ભરતી કંપનીઓએ સાવધ થઈ જવું પડશે. ફેસબૂક કેસમાં સેટલમેન્ટથી ઇમિગ્રેશનના કાયદા, નિયમો કે સ્ટેટસમાં કોઈ ફેર થયો નથી, પરંતુ કેટલીક બાબતોની નોંધ લેવી જરૂરી બની છે. NPZ લો ગ્રુપે અભ્યાસ કરીને અહીં જણાવ્યું છે કે ફેસબૂક સેટલમેન્ટને કારણે PERM પ્રોગ્રામ પર શી અસર થઈ શકે છે.

ફેસૂબક સામે પક્ષપાત સાથે ભરતીના અને ઇમિગ્રેશન અને સિટિઝનશીપ સ્ટેટસના મુદ્દે આક્ષેપો થયા હતા. તે પછી ઑક્ટોબર ૨૦૨૧માં કાનૂન મંત્રાલય અને શ્રમ મંત્રાલય સાથે અલગ અલગ સેટલમેન્ટ થયા છે. તેના કારણે PERM પ્રોસેસમાં મૂળભૂત રીતે કોઈ ફેરફાર થયા નથી, પરંતુ સેટલમેન્ટના કારણે નિયમોનો અમલ કેવી રીતે થશે તેમાં કેટલા પરિવર્તનો આવ્યા છે.

સમાધાન પછી ફેસબૂકે તેની PERM ભરતીની પ્રક્રિયામાં ફેરફારો કરવા પડશે અને શ્રમ મંત્રાલય સાથે થયેલા સેટલમેન્ટનો ફરજિયાત અમલ કરવો પડશે. આ સેટલમેન્ટ હેઠળ સુપરવીઝન સાથે ભરતી થશે અને ઑડિટ થશે. સાથે જ ફેસબૂકને ૪.૭૫ મિલિયનનો દંડ કરવામાં આવ્યો છે અને અમેરિકન કામદારો માટે ૯.૫ મિલિયનનું સેટલમેન્ટ ફંડ ઊભું કરવા જણાવાયું છે.

કંપનીએ કઈ રીતે PERM ભરતી પ્રક્રિયા કંપનીએ કરવી જોઈએ?

લેબર સર્ટિફિકેટની પ્રક્રિયા પાછળનો હેતુ અમેરિકાના કામદારોના રક્ષણનો છે. લઘુમત લાયકાત ધરાવનાર અમેરિકન કામદાર જે તે જગ્યા માટે નથી મળતો તેની પૂરતી તપાસ કર્યા બાદ જ સર્ટિફિકેટ માટેની અરજી કંપનીએ કરવાની હોય છે. તેથી આ પ્રકારની ભરતી પ્રક્રિયા વખતે કંપનીએ ચોકસાઈ રાખવી જોઈએ કે ધારાધોરણ પ્રમાણે જ ભરતી પ્રક્રિયા કરવામાં આવે.

સામાન્ય રીતે થતી ભરતી પ્રક્રિયા ઉપરાંત નિયમો અનુસારની બીજી કાળજી પણ લેવાની હોય છે. જેમ કે જગ્યા માટેની યોગ્ય રીતે જાહેરખબર કરવી. કાનૂન મંત્રાલયનો આક્ષેપ હતો કે ફેસબેકની PERM પ્રોસેસ સામાન્ય રીતે થતી ભરતી પ્રક્રિયાથી અલગ ચાલતી હતી. માત્ર ટપાલ દ્વારા જ અરજીઓ સ્વીકારતી હતી અને તે રીતે ગૂડ-ફેઇથ રિક્રૂટમેન્ટ ગાઇડલાઇનનું પાલન નહોતી કરતી.

ફેસબૂક સામે આક્ષેપ થયો હતો કે PERM પ્રોસેસ અનુસાર ભરતી માટેની જાહેરાત થાય અને તેના માટે કામદારો અરજી કરી શકે તે પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય અને અમેરિકન કામદારો અરજી કરવા સક્ષમ ના બને તે રીતે કામ કરી હતી. સમગ્ર પ્રક્રિયા કઈ રીતે ચાલતી હતી તેની ઝીણવટભરી તપાસ સેટલમેન્ટ પ્રક્રિયા વખતે થઈ હતી. તેમાં જણાવાયું છે કે સામાન્ય ભરતી પ્રક્રિયા અને PERM રિક્રૂટમેન્ટ પ્રોસેસમાં ફરક દેખાયો હતો. અન્ય ભરતીમાં ઓનલાઇન અને ઇમેઇલથી અરજી થઈ શકતી હતી, પણ PERM પોઝિશન માટેની અરજીઓ ટપાલથી કરવી પડતી હતી.

સેટલમેન્ટમાં એમ પણ જણાવાયું છે કે કંપનીએ પોતાની વેબસાઇટ પર PERM પોઝિશન અને કેટલીક જગ્યાઓમાં ભરતી છે તે દર્શાવવું પડે અને કેટલા લોકોએ અરજી કરી છે તેની માહિતી પણ ટ્રેકિંગ સિસ્ટમમાં રાખવી પડે.

અમેરિકા અથવા કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લો વિશે આ પ્રકારની વિશેષ માહિતી તમે મેળવવા માગતા હો તો NPZ લો ગ્રુપના લોયર્સનો તમે સંપર્ક કરી શકો છો. આ માટે તમે અમને info@visaserve.com પર ઇમેઇલ કરી શકો છો અથવા આ નંબર પર કોલ કરી શકો છો 201-670-0006 (x109). વધારે માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/