H-1B વીઝામાં ઊંચા પગારોને પ્રાયોરિટી આપવા નિયમોમાં ફેરફાર

0
1101

 

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) તરફથી H-1B કેપ સિલેક્શનની પ્રોસેસમાં ફેરફાર માટેના ફાઇનલ રૂલ જાહેર થયા છે. હાલની લોટરી પ્રક્રિયા, અમેરિકન કામદારના હિતોને ધ્યાનમાં રાખીને ઊંચા પગારોને અગ્રતા આપવા અને કામચલાઉ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામમાં ઊંચી લાયકાત ધરાવતા વિદેશી કામદારોની વધારે પસંદગી થાય તે માટે નિયમોમાં ફેરફાર કરાયા છે.

સુધારેલી H-1B કેપ સિલેક્શન પ્રોસેસમાં વધારે સેલેરી આપવા અથવા ઊંચી લાયકાત ધરાવતા હોદ્દા માટે અરજી થાય તે માટે કંપનીઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થયો છે. આ રીતે કંપનીઓ પોતાનું લક્ષ્ય પણ સાધી શકે અને વૈશ્વિક ધોરણે સ્પર્ધાત્મક પણ રહી શકે.

H-1B ટેમ્પરરી વીઝા પ્રોગ્રામનો નોકરીદાતાઓ દ્વારા દુરુપયોગ થતો રહ્યો છે અને એન્ટ્ર લેવલની જગ્યામાં ભરતીઓ કરીને ખર્ચ ઘટાડવાની કોશિશ થતી રહી છે, એમ USCIS ડેપ્યુટી ડિરેક્ટર ફોર પોલિસી જોસેફ એડલોનું કહેવું છે. હાલમાં H-1B રેન્ડમ સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવી છે, તેનાથી કંપનીઓ પોતાની ધારણા પ્રમાણે ભરતી કરી શકતી નથી અને સૌથી કુશળ વિદેશી કામદારને આકર્ષવાનો લાભ લઈ શકતી નથી. તેના કારણે મોટા ભાગે અમેરિકાના કામદારોના ભોગે ઓછા વેતન સાથેના વિદેશી શ્રમિકો મોટી સંખ્યામાં આવી જાય છે.

આ નવા નિયમોH-1B કેપ સબ્જેક્ટ પિટિશન માટે કરવામાં આવેલા રજિસ્ટ્રેશનને જ લાગુ પડશે. નવા નિયમો H-1B રેગ્યુલર કેપ અને H-1B ઉચ્ચ ડિગ્રી એક્ઝમ્પશન બંને માટે લાગુ પડશે. જોકે રજિસ્ટ્રેશનના નિયમો પ્રમાણે આ બંને માટે પસંદગીનો જે ક્રમ છે તે યથાવત જ રહેશે.

ફેડરલ રજિસ્ટરમાં નિયમો પ્રગટ થાય તેના ૬૦ દિવસ બાદ નવા નિયમો અમલી બનશે. ગૃહ મંત્રાલયે અગાઉ ૨ નવેમ્બર ૨૦૨૦ના રોજ સૂચિત નિયમો ઘડવા માટેના ઇરાદાની નોટિસ પ્રગટ કરી હતી. સૂચિત દરખાસ્તો વિશે જાહેર જનતાના અભિપ્રાયો આવ્યા તેની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા બાદ ફાઇનલ રૂલ જાહેર કરવામાં આવ્યા છે.

H-1B વીઝા અંગે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય અથવા અમેરિકા તથા કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટી કાયદાઓ તમને, તમારા પરિવાર અને મિત્રોને કેવી રીતે અસર કરી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group Visaserve  ખાતેના અમેરિકા અને કેનેડાના લોયર્સનો સંપર્ક કરી શકો છો. તે માટે ઇમેઇલ કરો [email protected] અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ -www.visserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here