H-1B કર્મચારીને કેટલું વેતન આપવું જરૂરી અને શા માટે પ્રવર્તમાન ફેડરલ વેજ જરૂરી

0
1074

 

H-1B નોનઇમિગ્રન્ટને જોબ આપવા માગતી કંપનીએ સૌ પ્રથમ લેબર ડિપાર્ટમેન્ટમાંથી લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) મેળવી લેવી જરૂરી છે. કેટલાને જોબ આપવાની છે, કેવા પ્રકારનું કામ છે અને તેમને પગાર-ભથ્થાં કેટલાં અપાશે તે જણાવવું જરૂરી છે. કંપનીએ સાથે જ એવી ખાતરી આપવાની હોય છે કેH-1B કર્મચારી જોબમાં રહે ત્યાં સુધી તેનેઃ (૧) નિર્ધારિત હોદ્દા કે કામગીરી માટે સમાન અનુભવ અને લાયકાત ધરાવતા કર્મચારીને અપાતા વાસ્તવિક વેતન કરતાં વધુ; અથવા (૨) આ જોબ માટે પ્રવર્તમાન વેતન કરતાં વધુ અને તે બેમાંથી જે વધુ હોય તે આપવામાં આવશે.

૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ શ્રમ વિભાગે ફાઇનલ રૂલ જાહેર કર્યા છે – અમેરિકામાં અમુક વિદેશી કર્મચારીઓની વેતન સુરક્ષાનું દઢિકરણ. LCA માટે કેટલા વેતન જરૂરી તેના વર્તમાન નિયમોમાં આનાથી ફેરફારો થયા છે. તેનો અમલ ૧૫ માર્ચ, ૨૦૨૧થી થવાનો હતો, પરંતુ એવા અણસાર છે કે નવા પ્રમુખ બાયડનની સરકાર કદાચ તેનો અમલ ૬૦ દિવસ માટે અટકાવશે.

નવા નિયમો અમલમાં આવશે તે પછી પ્રવર્તમાન વેતનધોરણોમાં મોટો વધારો જરૂરી બનશે અને તે સંજોગોમાં મોટા ભાગે કંપનીઓ આટલો ઊંચો પગાર ચૂકવી શકશે કે કેમ તે સવાલ રહેશે.

પ્રવર્તમાન વેજથી ૧૦૦% વધારે વેતન આપવાની જોગવાઈ છે. કઈ જોબ માટે નિમણૂક આપવાની છે તેને ધ્યાનમાં લઈને તેના પ્રવર્તમાન વેતન ધોરણ શું છે તે LCA ફાઇલ કરતી વખતે જ નક્કી કરવાના હોય છે. ઉપલબ્ધ ઉત્તમ માહિતીના આધારે પ્રવર્તમાન વેજ નક્કી થયેલા હોવા જોઈએ. આ ધોરણ પ્રમાણે જો પગાર ના અપાયો હોય તો બાદમાં કંપનીને તફાવતની રકમ પાછલી અસરથી ચૂકવવાની ફરજ પણ પડી શકે છે.

પ્રવર્તમાન વેતન નક્કી કરવા માટે કલેક્ટિવ બાર્ગેનિંગ એગ્રીમેન્ટ (CBA)નો આધાર લઈ શકાય છે. કર્મચારીને જે જોબ આપવાની હોય તેના માટે ઘ્ગ્ખ્ ઉપલબ્ધ હોય તો તેનો આધાર લઈ શકાય. જે તે હોદ્દા માટે CBA તૈયાર ના હોય અને કંપનીએ જે તે ક્ષેત્રમાં પ્રવર્તમાન પગારધોરણ સ્વીકારવા વિનંતી ના કરી હોય ત્યારે બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ (BLS), ઓક્યુપેશનલ એમ્પ્લોયમેન્ટ સ્ટેટિસ્ટિક્સ (OES) સર્વેનો ઉપયોગ કરીને પ્રવર્તમાન વેતન નક્કી કરી શકાય છે.

હોદ્દાની વિગતો સાચવીને રાખવાની જરૂર નથી, પરંતુ ‘પ્રવર્તમાન વેતન’ નક્કી કરવા માટે કંપનીએ જે દસ્તાવેજોનો આધાર લીધો હોય તેને સાચવીને રાખવા જરૂરી છે. અથવા જે ઇન્ડિવિડ્યુઅલ વેજ ડેટાનો આધાર લેવાયો હોય તેને સાચવવા જોઈએ. જરૂર પ્રમાણે આ માહિતી જાહેરજનતા (વિનંતી કરવામાં આવે ત્યારે) જોવા માટે આપવી પડે અથવા લેબર ડિપાર્ટમેન્ટ તપાસ માટે માગે ત્યારે તેને આપવી પડતી હોય છે.

ફેડરલ નિયમો અનુસાર વેજ એન્ડ અવર ડિવિઝનના એડમિનિસ્ટ્રેટરે આ દસ્તાવેજોની યોગ્યતાની ચકાસણી કરવાની હોય છે. પ્રવર્તમાન વેતન નિર્ધારણ માટેના પૂરતા દસ્તાવેજો ઉપલબ્ધ ના હોય અથવા અધુરા હોય ત્યારે એડમિનિસ્ટ્રેટર લેબર ડિપાર્ટમેન્ટના એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ એડમિનિસ્ટ્રેશન (ETA)નો સંપર્ક કરીને વૈકલ્પિક પ્રવર્તમાન પગારધોરણ મેળવી શકે છે.

આ રીતે પ્રવર્તમાન વેતનધોરણ પ્રાપ્ત થાય તે પછી એડમિનિસ્ટ્રેટર નિર્ણય કરતાં હોય છે કે ચૂકવાયેલો પગાર ઓછો છે કે કેમ. ઓછો અપાયો હોય તો પાછલી અસરથી વધારો આપવાનો હુકમ કરી શકે છે. એ નોંધવી રહ્યું કે ETA તરફથી દર્શાવેલું વેતનધોરણ એડમિનિસ્ટ્રેટર માટે એક વિકલ્પ તરીકે હોય છે. આ વિકલ્પનો ભાગ્યે જ ઉપયોગ થતો હોય છે. કયા દસ્તાવેજોના આધારે વેતન નક્કી થયું તે કંપની દર્શાવી ના શકે ત્યારે એડમિનિસ્ટ્રેટર USCIS વીઝા પિટિશન વખતે રજૂ કરવામાં આવેલા લેટર ઓફ સપોર્ટ અને Form I-129નો ઉપયોગ કરી શકે છે. દસ્તાવેજો સાચવી શકાયા ના હોય ત્યારે LCAઅને H-1B પિટિશન બંનેમાં સમાન ધોરણે વેતન દર્શાવાવું તે એક વિકલ્પ બની રહે છે.

કેવી જોબ છે, કયા વિસ્તારમાં કામગીરી બજાવવાની છે અને કર્મચારીની ફરજો શું હશે તેના આધારે પણ પ્રવર્તમાન વેતન નક્કી થતું હોય છે. કામગીરીનો પ્રકાર નક્કી કરવા માટે પ્રથમ આ કામગીરી કેટલી જરૂરી છે તે નિર્ધારિત કરવું જોઈએ. કામગીરી માટેના વિસ્તારની વ્યાખ્યા માટે કયા સરનામે કે સ્થળે અથવા સામાન્ય પ્રવાસ કરીને પહોંચી શકાય તેવા સ્થળે કામગીરી બજાવવાની તે નક્કી થતું હોય છે, જેથી એ વિસ્તારમાં જોબ આપવાની હોય તેની સરખામણી એ જ વિસ્તારમાં કામગીરી બજાવતા અન્ય કર્મચારીઓ સાથે કરવામાં આવતી હોય છે. કામગીરીનો પ્રકાર અને તે માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવના આધારે પણ પ્રવર્તમાન વેતનધોરણ નક્કી થતું હોય છે.

ETA અમુક હોદ્દા માટેનું વેતન નક્કી કરવાનું ગાઇડન્સ આપતી હોય છે. બેઝિક કે એન્ટ્રી લેવલની કામગીરી માટે Level 1 પ્રમાણેના વેતન નક્કી થતા હોય છે. Level-1 કર્મચારીઓ નિર્ણય લેવાની જરૂર વિના રોજિંદી કામગીરી કરતા હોય છે.

કર્મચારીએ ભણતર દ્વારા અથવા અનુભવ દ્વારા કામગીરીની વધારે સારી જાણકારી પ્રાપ્ત કરી હોય તેમના માટે Level II પ્રમાણેના વેતનધોરણ નક્કી થતા હોય છે. આ કક્ષાના કર્મચારીઓ થોડી સંકુલ પ્રકારની અને મર્યાદિત જજમેન્ટ સાથેની કામગીરી બજાવી શકે છે.

કામગીરીનું વધુ સારું જ્ઞાન ધરાવતા, વિશેષ આવડત ધરાવતા અને અનુભવી કર્મચારી માટે Level III પ્રમાણે વેતન નક્કી થતા હોય છે. કેવા હોદ્દા આપવામાં આવે છે તેના આધારે પણ અનુભવનો ખ્યાલ આવતો હોય છે. જેમ કે લીડ (લીડ એનેલિસ્ટ), સિનિયર (પ્રોગ્રામર), હેડ (હેડ નર્સ) વગેરે હોદ્દા આપવામાં આવે ત્યારે તેને અનુભવી ગણીને Level III પ્રમાણેના વેતનો આપવાના થતા હોય છે.

Level IV  પ્રમાણેના વેતન ખૂબ કુશળ અને સારો અનુભવ ધરાવતા કર્મચારીઓ માટે હોય છે. આ કર્મચારીઓએ કામગીરીનું આયોજન કરી તેને અમલમાં મૂકવાની હોય છે. સ્વતંત્ર રીતે કામગીરીનું મૂલ્યાંકન, પસંદગી, સુધારાવધારા કરવાના હોય છે. સામાન્ય રીતે મેનેજમેન્ટની જવાબદારી અને સુપરવાઇઝરી કામગીરી બજાવતા હોય તે કર્મચારીઓ આ લેવલના ગણાતા હોય છે.

ઉદાહરણથી વેતન નક્કી કરવાની રીત સમજી શકાય છે. દાખલા તરીકે બે વર્ષ કે તેથી વધુનો અનુભવ અથવા માસ્ટર્સ કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર હોય તે જોબ માટેLevel II કે તેનાથી ઉપરના લેવલનું વેતનધોરણ નક્કી કરવું જરૂરી છે. વિશેષ પ્રકારની કામગીરી બજાવવાની હોય તેવા હોદ્દા માટે Level I પ્રમાણેના વેતનધોરણ નક્કી કરવાનું ટાળવું જોઈએ.

સમાપનમાં કહી શકાય કે પ્રવર્તમાન અથવા તેનાથી વધારે વેતન H-1B કર્મચારીને ચૂકવવો કંપની માટે સલાહયોગ્ય છે. પ્રવર્તમાન વેતન કરતાં ૧૦૦ ટકા વધારે વેતન નક્કી કરવું અનિવાર્ય છે. CBA હેઠળ જોબ આવે છે કે કેમ તે નક્કી કરીને વેતન નક્કી કરવું જરૂરી છે. CBA હેઠળ જોબ ઓફર ના આવતી હોય, કંપનીએ સર્વે આપ્યો ના હોય કે પ્રવર્તમાન વેજ નક્કી કરવા ના જણાવ્યું હોય ત્યારે OES પ્રમાણે વેજ લેવલ નક્કી કરવું જોઈએ.

યોગ્ય વેતન નક્કી કરવા ઉપયોગમાં લેવાયેલા દસ્તાવેજો સાચવી રાખવા જોઈએ. તેવા દસ્તાવેજો નહિ હોય ત્યારે WHD એડમિનિસ્ટ્રેટર ETA સંપર્ક કરીને ઊચિત વેતન નક્કી કરી શકે છે. અથવા

USCIS આપવામાં આવેલા લેટર ઓફ સપોર્ટ અને/અથવાI-129 Forms આધારે વેતન નક્કી કરે છે. તેથી LCA અને H-1B પિટિશનમાં સમાન વેતનધોરણ દર્શાવવું હિતાવહ છે. યોગ્ય વેતન નથી ચુકવાયું તેમ લાગે ત્યારે પાછલી અસરથી ચૂકવવાનો હુકમ થઈ શકે છે.

H-1Bનોન-ઇમિગ્રન્ટ વર્ક વીઝા મેળવવા અથવા તેના વિકલ્પોની જાણકારી માટે અને વધુ માહિતી માટે NPZ Law Group ઇમિગ્રેશન લોયર્સના સંપર્ક કરી શકો છો. તે માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com અથવા ઇમેઇલ કરો [email protected] પર. વધુ માહિતી માટે કોલ કરો 201-670-0006(x104)

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here