૨૦૨૨ના વર્ષ માટેનું  H-1B કેપ રજિસ્ટ્રેશન ૯ માર્ચથી શરૂ

0
855

 

USCIS તરફથી જાહેરાત થઈ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટેના H-1B કેપ વીઝા માટેનું રજિસ્ટ્રેશન ૯ માર્ચથી શરૂ થશે અને ૨૫ માર્ચ સુધી કરી શકાશે. આ સમયગાળામાં પિટિશનર અને બેનિફિશિયરીની વિગતો સાથે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. તે માટેનો કન્ફર્મેશન નંબર આપવામાં આવશે. આ નંબર માત્ર રજિસ્ટ્રેશનને ટ્રેક કરવા માટે છે, તે નંબર કેસ સ્ટેટસ જાણવા ઉપયોગી થશે નહિ.

H-1B કેપ સબ્જેક્ટ પિટિશનર અથવા તેમને પ્રતિનિધિએ myUSCIS ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરીને દરેક કર્મચારી માટે અલગથી ઇલેક્ટ્રોનિકલી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તે માટે ૧૦ ડોલરની ફી ભરવાની રહેશે.

અમેરિકાની કંપનીઓ કે તેના એજન્ટ, જેમને રજિસ્ટ્રન્ટ્સ કહેવાય છે તેઓએ રજિસ્ટ્રન્ટન્ટ એકાઉન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. આ એકાઉન્ટ થોડા સમયમાં ઉપલબ્ધ થશે. પ્રતિનિધિઓ પોતાના એકાઉન્ટમાં ગમે ત્યારે ક્લાયન્ટ્સના નામ જોડી શકે છે, પરંતુ રજિસ્ટ્રેશન માટે ૯ માર્ચની રાહ જોવાની રહેશે અને દરેક રજિસ્ટ્રેશન માટે અલગથી ૧૦ ડોલરની ફી ભરવાની રહેશે.

એકાઉન્ટના માધ્યમથી એક સાથે એકથી વધુ બેનિફિશયરીઝ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાશે અને ફાયનલ પેમેન્ટ અને સબમિશન પહેલાં વિગતો, મુસદ્દો તૈયાર કરી શકાશે, એડિટ કરી શકાશે.

૨૫ માર્ચ સુધીમાં પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન મળી જશે તો USCIS રેન્ડમલી રજિસ્ટ્રેશન પસંદ કરીને સિલેક્ટ થયેલાને યુઝર્સના myUSCIS ઓનલાઇન એકાઉન્ટથી જાણ કરાશે. એકાઉન્ટ હોલ્ડરને ૩૧ માર્ચ સુધીમાં જાણ કરવાની શ્લ્ઘ્ત્લ્ની નેમ છે.

H-1B રજિસ્ટ્રેશન દ્વારા જે બેનિફિશિયરીનું નામ પસંદ કરાયું હોય તેના માટે જ H-1B કેપ સબ્જેક્ટ પિટિશન ફાઇલ કરી શકાશે. ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન પ્રોસેસથી સૌ કોઈ અવગત થઈ જાય તે માટે પ્રચાર અને જાણકારી માટે USCIS પ્રક્રિયા હાથ ધરશે.

H-1B સિલેક્શન પ્રોસેસ રુલની ઇફેક્ટિવ તારીખ મોડી કરાઇ

USCIS તરફથી એવી પણ જાહેરાત થઈ છે કે H-1B સિલેક્શન પ્રોસેસના ફાઇનલ રુલ માટેની અસરકારક તારીક ગૃહ વિભાગ તરફથી લંબાવવામાં આવી છે અને તે તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ સુધીની રહેશે. હાલમાં રેન્ડમ સિલેક્શન માટેના નિયમો છે તેનો આધાર જ USCIS લેશે તથા ૩૧ ડિસેમ્બર પહેલાં અન્ય કોઈ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવશે તો તેમાં પણ વર્તમાન નિયમો જ લાગુ પડતા રહેશે.

ઇમિગ્રેશન તથા વીઝા પ્રોસેસિંગ માટે તમારા મનમાં કોઈ પણ સવાલો હોય અને તમને, તમારા પરિવાર અને મિત્રોને તે કેવી રીતે લાગુ પડી શકે છે તેની જાણકારી ઇચ્છતા હો તો NPZ Law Group VISASERVE લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – [email protected]અથવા ફોન કરો 201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ -www.visaserve.com

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here