બાળવયે અમેરિકામાં પ્રવેશેલા લોકોના અધિકારો માટેNPZ લો ગ્રુપ હંમેશા અગ્રેસર રહ્યું છે. આવા લોકોના રક્ષણ માટેનો પ્રોગ્રામ ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ (DACA) હવે ફરી લાગુ પડી રહ્યો છે. ફેડરલ જજે આદેશ આપ્યો છે કે સરકારે આ પ્રોગ્રામને ફરીથી લાગુ કરવો.
તેના કારણે ગૃહ મંત્રાલયે હવે ફરીથી DACA હેઠળ પ્રથમ વારની અરજી સ્વીકારવાનું તથા તેના રિન્યૂઅલ માટેની રિક્વેસ્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પ સરકારે આ પ્રોગ્રામને અટકાવી દીધો હતો, પરંતુ ફેડરલ જજના ચુકાદા પછી તેને ફરી લાગુ કરવામાં આવી રહ્યો છે.
ન્યુ યોર્કના ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ નિકોલસ જ્યોર્જે નવેમ્બર ૨૦૨૦માં આ ચુકાદો આપ્યો હતો. તેમણે ગૃહ વિભાગના કાર્યકારી મંત્રી ચેડ વોલ્ફે જુલાઈના મેમોને અયોગ્ય ઠરાવ્યો હતો. જલાઈમાં મેમો બહાર પાડીને DACA માટેની નવી અરજીઓ સ્વીકારવાનું બંધ કરી દેવાયું હતું. આ ઉપરાંત રિન્યૂઅલ બે વર્ષ માટે કરાતું હતું તેને ઘટાડીને એક વર્ષ માટે કરી દેવાયું હતું.
ન્યાયાધીશે પોતાના ચુકાદમાં જણાવ્યું કે વોલ્ફ પોતાના હોદ્દા પર અયોગ્ય રીતે બિરાજમાન છે. તેમના મેમોને રદ કરીને કાર્યક્રમને ફરી લાગુ કરવા આદેશ કર્યો હતો.
અદાલતના આદેશ બાદ હવે ૭ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર જણાવાયું છે કે નવી અરજીઓ અને બે વર્ષ માટે રિન્યૂઅલની પિટિશન હવે સ્વીકારવામાં આવશે. કામચલાઉ અમેરિકા છોડવાની અરજી પણ સ્વીકારાશે.
ટૂંકમાં ઓબામા વખતે લાવવામાં આવેલો ઝ઼ખ્ઘ્ખ્ પ્રોગ્રામ હવે ફરીથી લાગુ પડ્યો છે. આ પ્રોગ્રામને કારણે ૬૫૦,૦૦૦ જેટલા લોકોને રક્ષણ મળ્યું છે તે હવે ચાલુ રહશે.
ઝ઼ખ્ઘ્ખ્ પ્રોગ્રામ હેઠળ તમે અરજી કરવા માગતા હો અથવા તમારી રિન્યૂઅલ માટેની પિટિશન કરવાની હોય તો DACA લો ગ્રુપના એટર્નીઝ તમને સહાયરૂપ થઈ શકે છે. અમારા લોયર્સ અમેરિકા તથા કેનેડાના ઇમિગ્રેશન કાયદાઓના અનુભવી અને જાણકાર છે, તેમનું માર્ગદર્શન મળી શકે છે. અમેરિકા, કેનેડા ઉપરાંત ભારત સહિતના દેશોમાં NPZ લો ગ્રુપની સેવાઓ ઉપલબ્ધ છે. માર્ગદર્શન માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો – 201-670-0006 (X104). અમારી વેબસાઇટ www.visaserve.comની પણ મુલાકાત લઈ શકો છો.
NPZ Law Group, P.C.
Phone: 201-670-0006 (ext. 107)
Website: https://visaserve.com/