FATF- ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સનું જોરદાર પગલું – પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકી દીધું…ઉપરોક્ત સંસ્થાના એશિયા પેસિફિક ગ્રુપ દ્વારા લેવામાં આવેલો કડક નિર્ણય… 

0
875
Pakistani politician Imran Khan, chief of Pakistan Tehreek-e-Insaf party, arrives to address an election campaign rally in Islamabad, Pakistan, Saturday, July 21, 2018. Pakistan will hold general election on July 25. (AP Photo/Anjum Naveed)

 

     એફએટીએફ દ્વારા પાકિસ્તાનને જબરદસ્ત ઝાટકો આપવામાં આવ્યો છે. તેના એપીજી ગ્રુપે સંસ્થાએ નક્કી કરેલા માપદંડો પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાને કારણે પાકિસ્તાનને કાળી યાદીમાં મૂકવામાં આવ્યું છે. એપીજીના આખરી અહેવાલ અનુસાર, પાકિસ્તાન તેની કાનૂની તેમજ નાણાકીય પ્રણાલીઓના નિશ્ચિત કરાયેલા માપદંડો માંથી 32ને પૂર્ણ કરવામાં અસફળ રહ્યું હતું. આ સિવાય ટેરર ફંડીંગ વિરુધ્ધ સુરક્ષા માટેના 11 માપદંડોમાંથી 10 માપદંડ પણ તે પૂરાં કરી શક્યું નથી. 

  બ્લેકલિસ્ટ થવાથી આઈએમએફ, વિશ્વબેન્ક અને યુરોપિયન સંઘ તરફથી પાકિસ્તાનને મળતી લોન અટકી શકે છે. પાકિસ્તાનને આ રીતે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એફએટીએફ આતંકી સંગઠન લશ્કર- એ- ટોયબા, ઝૈશ- એ- મોહમ્મદ જેવા ત્રાસવાદી સંગઠનો પર નજર રાખે છે. પાકિસ્તાનને આર્થિક ક્ષેત્રમાં તકલીફ પડવાના એંધાણ વરતાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here