
એફએટીએફ દ્વારા પાકિસ્તાનને જબરદસ્ત ઝાટકો આપવામાં આવ્યો છે. તેના એપીજી ગ્રુપે સંસ્થાએ નક્કી કરેલા માપદંડો પૂર્ણ કરવામાં નિષ્ફળ જવાને કારણે પાકિસ્તાનને કાળી યાદીમાં મૂકવામાં આવ્યું છે. એપીજીના આખરી અહેવાલ અનુસાર, પાકિસ્તાન તેની કાનૂની તેમજ નાણાકીય પ્રણાલીઓના નિશ્ચિત કરાયેલા માપદંડો માંથી 32ને પૂર્ણ કરવામાં અસફળ રહ્યું હતું. આ સિવાય ટેરર ફંડીંગ વિરુધ્ધ સુરક્ષા માટેના 11 માપદંડોમાંથી 10 માપદંડ પણ તે પૂરાં કરી શક્યું નથી.
બ્લેકલિસ્ટ થવાથી આઈએમએફ, વિશ્વબેન્ક અને યુરોપિયન સંઘ તરફથી પાકિસ્તાનને મળતી લોન અટકી શકે છે. પાકિસ્તાનને આ રીતે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એફએટીએફ આતંકી સંગઠન લશ્કર- એ- ટોયબા, ઝૈશ- એ- મોહમ્મદ જેવા ત્રાસવાદી સંગઠનો પર નજર રાખે છે. પાકિસ્તાનને આર્થિક ક્ષેત્રમાં તકલીફ પડવાના એંધાણ વરતાઈ રહ્યા છે.