
એફએટીએફ દ્વારા આયોજિત બેઠકમાં પાકિસ્તાનનો સાથ આપનારું કોઈ નથી. પાકિસ્તાન સાવ જ એકલું પડી ગયું છે. એફએટીએફ હવે પાકિસ્તાનની વિરુધ્ધ સખત કાર્યવાહી કરશે એવું માનવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને ફંડ આપવાના તેમજ પોતાના દેશમાં આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાના તથા તેમને તાલીમ આપાના સેન્ટરો ખાોલવાના, આતંકવાદીઓને ફંડ આપવાના અને મની લોન્ડ્રિંગની પ્રવૃત્તિને રોકવા બાબત સદંતર નિષ્ફળ જવાના કારણે સંસ્થા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી શકે છે. અમેરિકા સહિત અનેક દેશોની માગણી અને હોવા છતાં પાકિસ્તાને આતંકવાદી સંગઠનોની વિરુધ્ધ કોઈ પણ પ્રકારની સખત કે નક્કર કાર્યવાહી આજદિન સુધી કરી નથી. એફએટીએફની બેઠકમાં ભાગ લેનારા અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન આતંકવાદને નષ્ટ કરવા અંગે કશી જ કામગીરી કરતું નથી એ કારણને ધ્યાનમાં રાખીને તમામ સભ્ય દેશો દ્વારા તેને એકલું પાડી દેવામાં આવશે. પોતાની ગુણવત્તા સાબિત કરવાના કુલ 27 પોઈન્ટમાંથી પાકિસ્તાન માત્ર 6 પોઈન્ટ પર જ ખરું ઊતર્યું છે. એફએટીએફ આગામી 18મી ઓકટોબરે પાકિસ્તાન અંગે પોતાનો અંતિમ નિર્ણય લેશે.
એફએટીએફના નિયમ અનુસાર, ગ્રે અને બલેક લિસ્ટની વચ્ચે ડાર્ક ગ્રેની પણ કેટેગરી હોય છે. ડાર્ક ગ્રેનો અર્થ એવો હોય છે કે, સખત ચેતવણી આપીને સંબંધિત દેશને સુધરવાનો છેલ્લો મોકો આપવામાં આવે,જો પાકિસ્તાનને ડાર્ક ગ્રે કેટેગરીમાં મૂકવામાં આવશે. તો કદાચ પાકિસ્તાન માટે એ એક કડક ચેતવણીનો સંદેશ હશે, જો પાકિસ્તાન આતંકવાદી સંગઠનો સામે તેમજ આતંકીઓ સામે સખત પગલાં નહિ ભરે તો પછી પાકિસ્તાનને છેવટે કાળી યાદીમાં સામેલ કરી દેવામાં આવશે.