FATFની  બેઠકમાં પાક.ને બ્લેકલિસ્ટ કરાવવા પ્લાન તૈયાર, અધિકારીઓ પેરિસ જવા રવાના

 

પેરિસઃ ૧૬ ફેબ્રુઆરીથી લઈને ૨૧ ફેબ્રુઆરી સુધી પેરિસમાં યોજાનારી ફાઇનાન્સિયલ એક્સન ટાસ્કફોર્સ(FATF)ની બેઠકમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરાવવા માટે ભારત કોઈ ઊણપ બાકી રહેવા દેશે નહિ, એના માટે વિવિધ તપાસ એજન્સીઓના ટોચના અધિકારીઓ પુરાવા સાથે પેરિસ જવા રવાના થયા છે.

એમાં કેબિનેટ સચિવાલય, ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ, એનઆઇએ, ઇડી, આવકવેરા વિભાગ અને ડીઆરઆઇ જેવી એજન્સીઓના અધિકારીઓ સામેલ છે. બુધવારે મુંબઈ હુમલાનો મુખ્ય સૂત્રધાર અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઇદને ટેરર ફંડિંગ કેસમાં પાકિસ્તાનની કોર્ટમાં પાંચ વર્ષની સજા સંભળાવાઈ છે.

ભારતીય તપાસ એજન્સીઓનું કહેવું છે કે પેરિસની બેઠક પહેલાં પોતાને બ્લેકલિસ્ટ થવાથી બચાવવા માટે પાકિસ્તાનનો આ દાવપેચ છે.

ઓક્ટોબર ૨૦૧૯માં જ્ખ્વ્જ્એ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં પાકિસ્તાને એની ગ્રે લિસ્ટમાં રાખવાનો નિર્ણય કર્યો. આનાથી પાકિસ્તાનને જ્ખ્વ્જ્ની ૨૭-પોઇન્ટનો એક્શન પ્લાન લાગુ કરવા માટેનો સમય મળી ગયો.

FATFએ જૂન ૨૦૧૮માં પાકિસ્તાનની અન્ટી મની લોન્ડરિંગ અને કાઉન્ટરિંગ ઓફ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગના નિયમોની ખામીને કારણે તેને એની ગ્રે યાદીમાં મૂકી દેવામાં આવ્યું હતું. જોકે ગ્રે લિસ્ટમાં નામ સામેલ થયા પછી કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ જો કોઈ દેશ આ યાદીમાં રહે છે, તો એનું બ્લેકલિસ્ટમાં રહેવાનું જોખમ પેદા થાય છે.

પાકિસ્તાન પણ આ જ  સ્થિતિમાં છે. ગયા ઓક્ટોબરમાં જ્ખ્વ્જ્એ પાકિસ્તાનને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં સુધરવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી. કેટલાંક સખત પગલાં લઈને આગામી પ્લાન પણ જણાવે, ગયા વખતે  FATF બેઠકમાં પાકિસ્તાન, ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગનાં ૨૭માંથી ૨૨ ધોરણોને પૂરાં કરવામાં નિષ્ફળ રહ્યું હતું, એ જ કારણ છે કે પાકિસ્તાનને ચેતવણી આપીને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી એક્સન પ્લાનને પૂરો કરવાની વાત કહી હતી.

આ ટીમ પાસે એ ૨૭ ધોરણોનો સંપૂર્ણ રિપોર્ટ છે, જેને પૂરાં કરવા માટે પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે, FATFની બેઠકમાં કેટલાય પ્રકારના અદાલતી આદેશની નોંધ પણ રજૂ કરવામાં આવશે.

પાકિસ્તાન કઈ રીતે અત્યાર સુધી આતંકવાદીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, આ બાબતના પુરાવાઓની લાંબી યાદી FATFની બેઠકમાં રજૂ કરવામાં આવશે.