પબ્લિક ચાર્જ ક્યારે ના લાગે તે અંગેના ફાઈનલ રૂલમાં સ્પષ્ટતા

0
628

 

અમેરિકાના ગૃહ મંત્રાલયે પબ્લિક ચાર્જ ક્યારે ના લાગે તે અંગેના ફાઈનલ રૂલ જાહેર કર્યા છે, જેથી ઇમિગ્રન્ટ અને અમેરિકાના નાગરિકોના પણ મનમાં રહેલા સંશય દૂર થઈ જાય. અમેરિકામાં પ્રવેશ માટેના સ્થળ (પોર્ટ) પર કોઈ વ્યક્તિ આવે ત્યારે અને કાયમી વસાહત માટેના સ્ટેટસ એડજસ્ટ માટેની અરજી કરવામાં આવે ત્યારે યોગ્ય રીતે તેનો નિકાલ થાય તે માટે આ ફાઈનલ રૂલની સ્પષ્ટતા ઉપયોગી થશે.

1999માં ઇન્ટરિમ ફિલ્ડ ગાઇડન્સની પોલિસી લાગુ કરવામાં આવી હતી તે 2019 સુધી ચાલતી રહી હતી. 2019માં પબ્લિક ચાર્જના ફાઈનલ રૂલ જાહેર થયા હતા. 9 માર્ચ, 2021 સુધી 1999ની નીતિ પ્રમાણે જ અમલ થતો હતો. ત્યારબાદ કોર્ટનો ચુકાદો આવ્યો એટલે તે તારીખે કોડ ઑફ ફેડરલ રેગ્યુલેશન્સમાંથી ફાઈનલ રૂલનો ઉલ્લેખ દૂર કરાયો હતો.

કાયદા વિશે અભિપ્રાયો માગવામાં આવ્યા તે પછી ગૃહ મંત્રાલયને 220 કમેન્ટ્સ મળી હતી અને પરિસંવાદો ગોઠવીને પણ ફિડબેક મેળવવામાં આવ્યા હતા. તે બધાનો વિચાર કરીને ફાઈનલ રૂલ જાહેર થયા હતા.

બિનનાગરિક અને તેમના પરિવારોને જાહેર સુવિધાઓમાંથી બાકાત રાખવાનું ચલણ વધી ગયું હતું તેને અટકાવવાની જરૂર છે તેવું મોટા ભાગની કમેન્ટ્સમાં હતું.

ફાઈનલ રૂલની સમજણ

નવા રૂલ પ્રમાણે બિનનાગરિક કોઈ પણ સમયે સરકારી સહાય પર નિર્ભર થશે તેવું લાગે ત્યારે તેને પબ્લિક ચાર્જ માટે સંભવિત ગણી લેવાશે. તેનો નિર્ણય નીચેની બાબતોને આધારે લેવાશે:

  • બિનનાગરિકની “ઉંમર; સ્વાસ્થ્ય; પારિવારિક સ્થિતિ; મિલકતો, આવકના સાધનો અને આર્થિક સ્થિતિ; અને શિક્ષણ તથા કુશળતા,” વગેરે INAની જરૂરિયાત પ્રમાણે ધ્યાને લેવાશે;
  • INAની કલમ 213A એફિડેવિટ ઑફ સપોર્ટ દાખલ કરવા માટે બિનનાગરિક Form I-864 ભરે ત્યારે અથવા તેના વતી ફોર્મ ભરવામાં આવે ત્યારે; અને
  • બિનનાગરિકની હાલમાં સપ્લિમેન્ટલ સિક્યુરિટી ઈન્કમ (SSI) કેટલી; જરૂરિયાત ધરાતવા પરિવારો માટે ટેમ્પરરી આસિસ્ટન્સ હેઠલ કેટલી રોકડ સહાય થઈ; રાજ્ય, પ્રદેશ, ટ્રાઇબલ તથા સ્થાનિક સહાય માટેની યોજનામાંથી કેટલો લાભ લીધો (જેને “જનરલ આસિસ્ટન્સ” કહેવાય છે); અથવા સરકારી ખર્ચે લાંબો સમય આશરો અપાયો હોય તેને ધ્યાને લેવાશે.

જાહેર સુવિધા માટે લાયક હોય તેવા મોટા ભાગના બિનનાગરિકોને આ નિયમ લાગુ પડતો નથી. કાયદેસર રીતે કાયમી વસાહતી થઈ ગયો હોય તેમને પણ લાગુ પડશે નહીં. રેફ્યુજી, આશ્રય લેનારા, ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ માટે ફરીથી અરજી કરનારા, વિશેષ કક્ષાના બિનપુખ્ત ઇમિગ્રન્ટ્સ, ટી અને યુ નોન-ઇમિગ્રન્ટ્સ અને મહિલા વિરુદ્ધ હિંસાના કાયદા હેઠળના અરજદારોને પણ આ નિયમો લાગુ પડતા નથી.

આ નવા નિયમોને યોગ્ય રીતે લાગુ કરવા માટે અને જનતાને તેની જાણ થાય તે માટે એક પોલીસી મેન્યુઅલ પણ બહાર પાડવામાં આવશે. ગૃહ મંત્રાલય આના જાગૃતિ ફેલાવવા માટે તથા કોઈ ગેરસમજ ના થાય તે માટે માહિતી આપવા માટેના કાર્યક્રમો પણ કરશે.

1999ના ઇન્ટરિમ ફિલ્ડ ગાઇડન્સની માહિતી ઓનલાઈન ઉપલબ્ધ છે. તેને વાંચીને પણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. ફાઈનલ રૂલ અમલમાં આવશે ત્યારે આ પેજને અપડેટ કરવામાં આવશે.

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી લૉઝ વિશેના આવા નિયમો તમને તથા તમારા પરિવાર અને મિત્રોને કેવી રીતે અસર કરી શકે છે તેની માહિતી જાણવા માગતા હો તો અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – [email protected] અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here