સિટિઝનશીપ માટે અરજી કરવામાં થતી સામાન્ય ભૂલો

0
904

 

અમેરિકાના સિટિઝનશીપ માટે અરજી કરવામાં આવે ત્યારે ઉત્સાહ હોય, પણ તે પ્રક્રિયા અકળાવનારી પણ હોય છે. અરજી કરતી વખતે શાંતિથી વિચાર કરવો જરૂરી છે. અરજીની એક એક વિગત ધ્યાનપૂર્વક ચકાસી લેવી જોઈએ, કેમ કે એક નાનકડી ભૂલને કારણે સમય અને નાણાંનો વ્યય થવાનો.

બીજું કે ભૂલને કારણે અરજી કામચલાઉ કે કાયમી રીતે રદ પણ થઈ શકે છે. ભૂલ કદાચ નાનકડી પણ હોય, તોય સમય અને નાણાંનું નુકસાન થઈ શકે છે. સામાન્ય રીતે કેવી ભૂલો થતી હોય છે તે અહીં જણાવીએ છીએ, જેથી તે બાબતમાં કાળજી લઈ શકાય.

સિટિઝનશીપની અરજીમાં થતી સામાન્ય ભૂલો

અરજી કરતાં પહેલાં જ ખાતરી કરી લો કે તમે અમેરિકાના નાગરિક બનવા માટેની લાયકાત ધરાવો છે. કેમ કે અહીં જ ભૂલ થતી હોય છે અને અરજદાર મૂળભૂત રીતે નાગરિક બનવા માટેની લાયકાત ધરાવતો જ ના હોય છતાં અરજી થતી હોય છે. તેનો અર્થ એ થયો કે પ્રથમ તબક્કે જ અરજી નીકળી જવાની. લાંબો સમય સુધી તમારી પાસે ગ્રીન કાર્ડ હોય અને બધા જ જરૂરી દસ્તાવેજો પણ હોય તેની ખાતરી કરીને જ અરજી કરો.

આ દસ્તાવેજો ક્યારે રજૂ કરવાના હોય છે? આ પ્રશ્નનો જવાબ બરાબર મેળવી લો અને એ પણ વિચારી લો કે સરકાર તમને ગૂડ મોરલ કેરેક્ટર – ગુણવાન વ્યક્તિ ગણશે ખરી?

અરજી કરવામાં આવે તે પછી ઇન્ટરવ્યૂ પણ લેવાતો હોય છે. લોકો આના માટેની કોઈ તૈયારી ના કરીને ભૂલ કરતા હોય છે. ઇન્ટરવ્યૂ વખતે શ્લ્ઘ્ત્લ્ના અધિકારીઓ તમને અરજી વિશેના સીધા સવાલો પૂછશે, તેથી ઇન્ટરવ્યૂ પહેલાં તમારી અરજીને બરાબર જોઈ લેજો. શાંત દિમાગ સાથે ઇન્ટરવ્યૂમાં જવાની તૈયારી કરશો, જેથી ખરેખર તમને શું પૂછવામાં આવ્યું છે તે સમજી શકો અને યોગ્ય રીતે સાચો જવાબ આપી શકો. સિટિઝનશીપ ટેસ્ટ પણ આપવાનો હોય છે, જેમાં અમેરિકાના ઇતિહાસ સહિતના સવાલો પૂછાતા હોય છે. આ માટેનો અભ્યાસ કરી લેશો.

તમારી અરજી અંગેની કોઈ ટ્રિકિ સિચ્યુએશન હોય તો તેના માટે પહેલેથી જ વિચારી લેજો. તેના માટે ઇન્ટરવ્યૂ પ્રોસસ શરૂ થાય ત્યાં સુધી રાહ જોવાની ભૂલ ના કરશો.

તમારી ફ્-૪૦૦ સિટિઝનશીપ એપ્લિકેશનમાં તમે જવાબો લખ્યા હોય તેને ચકાસ્યા વિના સબમીટ કરવાની ભૂલ ના કરશો. અરજીમાં જ વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલી છે, તે ખાસ વાંચી જશો અને ચકાસી લેજો કે તમે માગવામાં આવેલી વિગતો બરાબર આપી છે કે નહીં.

અરજી સાથેના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં પણ ભૂલ ના થવી જોઈએ. તમારે સાથે જોડવાના દસ્તાવેજોની લાંબી યાદી હોય છે. દરેક દસ્તાવેજ અચૂક જોડજો. અંગ્રેજીમાં ના હોય તેવા દસ્તાવેજોનું ભાષાંતર પણ સાથે જોડવાનું ભૂલશો નહીં.

બીજી એક ભૂલ થતી હોય છે અયોગ્ય પ્રમાણમાં કે અપૂરતી ફી ભરવાની. યોગ્ય ફી ભરવામાં નહીં આવી હોય તો તમારી અરજી રીજેક્ટ થઈ જશે. તમારી અરજી જરૂરી ૭૨૫ ડોલરની ફી ભરીને જ જમા કરાવવી જોઈએ. આ ફીમાં બાયોમેટ્રિક્સ માટેની ૮૫ ફી પણ આવી જાય છે.

અમેરિકા અથવા કેનેડાની સિટિઝનશીપ તથા જુદા જુદા વીઝા માટેની આ પ્રકારની વધારે માહિતી માટે તમે NPZ  લો ગ્રૂપના અમેરિકા અને કેનેડાના ઇમિગ્રેશન અને નેશનાલિટીના જાણકાર લોયર્સનો સંપર્ક કરી શકો છો. માહિતી માટે ઇમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો201-670-0006 (x104). વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જુઓ – www.visaserve.com

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/