કેનેડા ઇમિગ્રેશન અપડેટઃ ૨૦૨૦ પેરેન્ટ્સ અને ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામનો પ્રારંભ

0
1283

 

કુટુંબોના મિલન માટેની કેનેડા સરકારની પ્રતિબદ્ધતા અનુસાર ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (IRCC) તરફથી  પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ (PGP) ૧૩ ઓક્ટોબરથી ૩ નવેમ્બર, ૨૦૨૦ દરમિયાન ખોલવામાં આવશે.

કેનેડાના નાગરિકો અને કાયમી વસાહતીઓ પોતાના માતા-પિતા કે દાદા-દાદીને કેનેડા લાવવા માગતા હશે તો આ ત્રણ અઠવાડિયા દરમિયાન તેમણે ઓનલાઇન ફોર્મ ભરીને સ્પોન્સર કરવાની અરજી કરવાની રહેશે. IRCC તેમાંથી રેન્ડમ સિલેક્શન કરીને એપ્લિકેશન કરવા માટે આમંત્રણ આપશે. પસંદ થયેલા અરજદારોએ ૬૦ દિવસમાં એપ્લિકેશન આપી દેવાની રહેશે. 

કોવીડ-૧૯ મહામારીને કારણે ઘણા અરજદારો આર્થિક રીતે નુકસાનીમાં હશે, તેને ધ્યાનમાં રાખીને સ્પોન્સર કરનારી વ્યક્તિની આર્થિક ક્ષમતાની ચકાસણી IRCC કરશે. તે માટે છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ચકાસવામાં આવશે. નીચેના ટેબલ પ્રમાણે તેની ચકાસણી થશે.

૨૦૧૮, ૨૦૧૯, અને ૨૦૨૦ના વર્ષ માટે આર્થિક જરૂરિયાત પૂર્ણ થાય છે કે નહિ તે આ રીતે ચકાસવામાં આવશે. ૨૦૨૦ના વર્ષ માટે અરજદાર નોટીસ ઓફ એસેસમેન્ટ આપી શકશે અથવા તો કેનેડા રેવેન્યૂ એજન્સી પાસેથી સીધી જ નોટીસ મેળવી લેવા માટેની મંજૂરી IRCC આપી શકશે. 

છેલ્લા ત્રણ વર્ષમાં નીચે પ્રમાણેની વેરાલાયક આવક હશે તેને ધ્યાનમાં લેવાશેઃ

૨૦૨૧ PGP કાર્યક્રમ હેઠળ વધુમાં વધુ ૧૦,૦૦૦ એપ્લિકેશન સ્વીકારવામાં આવશે. આવતા વર્ષે ૨૦૨૧માં IRCC નવેસરથી અરજીઓ મગાવશે અને તે વખતે કુલ ૩૦,૦૦૦ અરજીઓ સ્વીકારાશે.

અમેરિકા અને કેનેડામાં અમારા ફ્ભ્ક્ષ્ લોયર્સ ક્લાયન્ટ્સને રોજગારી તથા કૌટુંબિક ઇમિગ્રેશનની બાબતમાં માર્ગદર્શન અને મદદ આપી શકે છે. તમે કે તમારા મિત્રો અને પરિવાર માટે આ બાબતમાં કોઈ માહિતી મેળવવા માગતા હો તો અમારો સંપર્ક કરી શકો છો. તે માટે ઇમેઇલ કરો infovisaserve.com અથવા ફોન કરો 201-670-0006(x100). તમારી સહાય માટે સદા તત્પર.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here