CAA-NRC વિરુદ્ધ યશવંત સિંહાની મુંબઈમાં ગાંધીયાત્રા, શત્રુઘ્ન સિંહા પણ જોડાયા

મુંબઈઃ કેન્દ્ર સરકારના CAA-NRC વિરુદ્ધ લોકમત જગાડવા માટે ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહા અને અન્ય નેતાઓએ આજે ગુરુવારે મુંબઈમાં ગાંધીયાત્રાનો આરંભ કર્યો હતો. આ મુદ્દે ભાજપ જે રીતે રાષ્ટ્રવ્યાપી જનજાગરણ કાર્યક્રમો કરવાનો છે એ રીતે વિપક્ષોએ ગાંધીયાત્રા નામે વિરોધ કરવાની યોજના ઘડી હતી. મુંબઈની આ યાત્રામાં અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિંહા, શરદ પવાર, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ વગેરે જોડાયા હતા. આ ગાંધીયાત્રા મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી શરૂ થઈ પાટનગર નવી દિલ્હીમાં ગાંધીજીની સમાધિ રાજઘાટ પર પૂરી થશે.