CAA વિરુદ્ધ બંધ દરમિયાન બંગાળના મુર્શિદાબાદમાં હિંસક અથડામણ, બેનાં મોત

 

કોલકાતાઃ CAA અને NRCના  વિરોધપ્રદર્શન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસક અથડામણ થઈ હતી. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના જલાંગી વિસ્તારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકોમાં અથડામણ બાદ હિંસા ભડકી ઊઠી હતી. ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ પહોંચી ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા રસ્તા પર ટ્રાફિકજામ કરીને વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા, જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને બંને પક્ષોમાં ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી ધીરે ધીરે હિંસામાં પરિવર્તિત થતાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, અન્ય પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.