CAAના સમર્થનમાં લંડનમાં ભારતીયોની રેલી

લંડનઃ ભારતમાં લાગુ કરાયેલા સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટ (ઘ્ખ્ખ્)ને લઈ લંડનમાં વસતા ભારતીયોએ પણ એકજૂથ થઈ રેલી યોજી સમર્થન આપ્યું હતું, જેમાં લંડનના વેસ્ટ માંચેસ્ટરસ્થિત પાર્લમેન્ટ સ્ક્વેર પાસેના મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ પાસે ખાસ સપોર્ટ માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લંડનમાં વસતા ભારતીયો ઘ્ખ્ખ્નાં સમર્થનવાળાં બેનરો સાથે ઊમટી પડ્યા હતા. તેમણે વિવિધ નારાઓ લગાવી પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. આ સંદર્ભે એનઆરઆઇ ગ્રુપના કન્વીનર કેશવ બટાકે કહ્યું હતું કે ઘ્ખ્ખ્ લાગુ કરવામાં આવ્યો છે એ દેશના હિતમાં લેવાયેલો નિર્ણય છે. રેલીમાં જોડાયેલા લોકો સ્વયંભૂ પોતાની એક દિવસની નોકરી, ધંધા-રોજગારમાં રજા પાડીને એકઠા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here