વર્ક માટેની મંજૂરી અને ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ બંને મળ્યા છે? ચેક કરી લો

0
859

 

અમેરિકામાં કામ કરવા અને રોજગારી મેળવવા માટે વર્ક ઑથોરાઇઝેશન મળી ગયું હોય તે પછી પણ એ ચકાસવું જોઈએ કે સાથે જ યોગ્ય રીતે ટ્રાવેલ માટેની મંજૂરી આપતા ડૉક્યુમેન્ટ્સ છે કે કેમ.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અમને અમારા ઘણા ક્લાયન્ટ્સ તરફથી જાણવા મળ્યું છે કે તેમને એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ્સ (EAD) મળી ગયા છે, પરંતુ તેની સાથે એડવાન્સ પેરોલ (AP) ટ્રાવેલ ઑથોરાઇઝેશન હોતું નથી. અરજદારે બંને મંજૂરીઓ માટે અરજી કરી હોવા છતાં ટ્રાવેલ માટેના દસ્તાવેજો મળ્યા હોતા નથી. અરજદાર EAD અને AP બંને માટેની અરજી કરે ત્યારે USCIS તરફથી અગાઉ “કૉમ્બિનેશ કાર્ડ” આપવામાં આવતું હતું. આ કાર્ડમાં રોજગારી અને પ્રવાસ બંને માટેની મંજૂરીઓ એક સાથે એક જ ડૉક્યુમેન્ટમાં આવી જતી હતી.

આ બાબતમાં તપાસ કરતાં USCIS તરફથી ખુલાસો કરવામાં આવ્યું છે કે પ્રક્રિયામાં ફેરફારો કરવામાં આવ્યા છે, કેમ કે એજન્સી EADનો ભરાવો થયો છે તેને ઓછો કરવા માટે કાર્યરત છે. હાલમાં EAD માટેની પ્રક્રિયાને અગ્રતા આપવામાં આવી રહી છે, જેથી અરજદારને રોજગારી માટેની મંજૂરી મળેલી હોય તે લેપ્સ ના થઈ જાય કે લાંબો સમય લેપ્સની સ્થિતિ ના રહે.

વર્ક ઑથોરાઇઝશેનની મંજૂરીમાં કોરોના વખતે અવરોધ આવ્યો અને તેના કારણે બેકલોગ ઊભો થયો છે તેને દૂર કરવાની આ પ્રક્રિયા છે. જોકે પ્રક્રિયામાં ફેરફાર થયા છે તે ક્યાં સુધી ચાલશે તે વિશે હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ખાસ નોંધવું કે સામાન્ય રીતે AP અને EAD બંનેનો નિર્ણય એકસાથે લઈને તેની મંજૂરી આપવામાં આવતી રહે છે, પણ બંનેની કાર્યવાહી એકસાથે કરવી USCIS માટે ફરજિયાત નથી.

 

વીઝા અને ઇમિગ્રેશનને લગતી આ પ્રકારની વધારે માહિતી મેળવવા માગતો હો તો તમે અમારા NPZ Law Groupના લૉયર્સ અને એટર્નીઝનો સંપર્ક કરી શકો છો. ઇમેઇલ કરો – [email protected] – પર અથવા આ નંબર પર કોલ કરો – 201.670.0006 (x104). વધુ માહિતી માટે જુઓ અમારી વૅબસાઇટ www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here