નચમાન ફૂલવાણી ઝિમોવકેક (NPZ) Law Group PC યુએસ ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ તથા ઇમિગ્રેશન સ્ટાફ H-1B માટે થયેલા લિટિગેશનને સમર્થન આપે છે. પાંચ એનજીઓ અને ઉદ્યોગો વતી થયેલા કેસને અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) સાથે મળીને જેફ જોસેફ (Joseph and Hall PC), ચાર્લ્સ કૂક (Kuck Baxter Immigration LLC) અને Siskind Susser PC) રિપ્રેઝન્ટ કરી રહ્યા છે.
૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ મોડિફિકેશન ઑફ રજિસ્ટ્રેશન રિક્વાયરમેન્ટ ફોર પિટિશનર્સ સિકિંગ ટુ ફાઇલ કેપ-સબ્જેક્ટ H-1B પિટિશિન્સ એવા મથાળા સાથે ફાઇનલ રૂલ જાહેર થયા હતા તેની સામે આ કેસ કરવામાં આવ્યો છે. આ નિયમને સામાન્ય રીતે H-1B લોટરી રૂલ તરીકે ઓળખવામાં આવે છે.
AILA ફેડરલ લિટિગેશનના ડિરેક્ટર જેસ બ્લેસે કહ્યું કે, ટ્રમ્પ સરકાર વખતે આ નિયમ જાહેર થયો હતો તે મૂળે જ ગેરકાયદે છે. DHS ભૂતપૂર્વ અધિકારી વોલ્ફે જાહેર કરેલા આ નિયમ વિશે ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સે વારંવાર કહ્યું છે કે ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કરવાની સત્તા વોલ્ફ પાસે નથી. તેના કારણે અમેરિકાના ઇમિગ્રેશન લોનો ભંગ થાય છે એટલે પણ તે ગેરકાયદે છે. માત્ર પગારધોરણોને ધ્યાનમાં લઈને હાઇ-સ્કિલ વર્કર્સની પસંદગી કરવાની રીત પગારને મૂલ્યો સાથે સરખાવાની વાત છે, જે ખોટી છે અને અનઅમેરિકન છે.
NPZ Law Group મેનેજિંગ એટર્નીઝમાંના એક ડેવિડ નચમાન, Esq..એ જણાવ્યું કેઃ અમારા સાથીઓ લોસ્યૂટ લાવ્યા છે તેને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ, કેમ કે આ રૂલ મોટા અને ધનવાન ઉદ્યોગોના હિતમાં જ લવાયો છે. નાના અને ગ્રામીણ ઉદ્યોગો ભેદભાવયુક્ત કારણોથી લોટરીમાંથી બાકાત થઈ જાય છે.
H-1B વીઝા સિસ્ટમ લેબર કન્ડિશન એપ્લિકેશન -Form 9035 – મારફત અમેરિકાના કામદારોને રક્ષણ આપવા માટે છે. અમેરિકાનો હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ H-1B વીઝા મંજૂર કરે તે પહેલાં લેબર ડિપાર્ટમેન્ટની મંજૂરી જરૂરી છે.
NPZ ખાતેના બિઝનેસ ઇમિગ્રેશન લોયર્સ તરીકે અમે અમારા ક્લાયન્ટ્સને (તથા અમેરિકાની કંપનીઓને) સતત H-1B અને LCA બાબતોમાં માહિતગાર રાખવાની કોશિશ કરીએ છીએ. આ નવા રૂલથી તમને અને તમારા બિઝનેસને કેવી રીતે અસર થઈ શકે છે તેની જાણકારી માટે અમને ફોન કરી શકો છો – 201-670-006 અથવા ઇમેઇલ કરો info@visaserve.com
NPZ Law Group, P.C.
Phone: 201-670-0006 (ext. 107)
Website: https://visaserve.com/