H-1B વીઝાની અરજી કરવાની મોસમ, કંપની અને કર્મચારી માટે શું તૈયારીઓ

0
604

 

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)એ ૬ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ જાહેરાત કરાઈ હતી કે H-1B માટે કેપ-સબ્જેક્ટ્સ પિટિશન કરતાં પહેલાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એડવાન્સ્ડ ડિગ્રી એક્ઝમ્પશન માટે લાયક હોય તેમણે પણ ૧૦ ડોલરની ફી સાથે ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ૧૪ દિવસના સમયગાળામાં રજિસ્ટ્રેશન કરાવી લેવાનું હોય છે. પિટિશનર અથવા તેના અધિકૃત પ્રતિનિધિએ જેમના માટે H-1B વીઝાની પિટિશન કરવાની હોય તેમના નામે, દરેક માટે અલગથી ઇલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે.  

પૂરતા પ્રમાણમાં રજિસ્ટ્રેશન થાય તો USCIS તેમાંથી રેન્ડમ સિલેક્શન કરીને જરૂરી પ્રમાણમાં અરજીઓ અલગ તારવશે. રજિસ્ટ્રેશન પૂરું થયા પછી અથવા મોડામાં મોડું ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જેમના નામનું રજિસ્ટ્રેશન પસંદ થયુ હશે તેમના નામે જ પછી કેપ-સબ્જેક્ટ પિટિશન કરી શકાશે.

વેલીડ રજિસ્ટ્રેશન વિનાની પિટિશન ધ્યાને લેવાશે નહીં. એક અરજદાર એકથી વધુ વ્યક્તિઓ માટે એક સાથે રજિસ્ટ્રેશન કરાવી શકશે, પરંતુ એક જ વ્યક્તિના નામે એ જ નાણાકીય વર્ષ માટેનું ડુપ્લીકેટ રજિસ્ટ્રેશન કરાવાયું હશે તો તે રદી કરી દેવાશે.  

આ નિયમો H-1B વીઝા મેળવવા ઇચ્છુક કર્મચારી, નોકરીદાતા, પ્રોફેશનલને કેવી રીતે અસર કરશે? આ લેખમાં H-1B માટેના અગત્યના મુદ્દાઓ સમાવી લેવામાં આવ્યા છે.

મર્યાદિત વીઝાઃ ૬૫,૦૦૦ નહિ, માત્ર ૫૮,૨૦૦ રેગ્યુલર H-1B વીઝા હોય છે

H-1B વીઝાની વાર્ષિક મર્યાદા ૬૫,૦૦૦ છે, પણ બધા જ H-1B વીઝા આ મર્યાદા હેઠળ આવી જતા નથી. દર વર્ષે ૬,૮૦૦ જેટલા વીઝા ચીલી અને સિંગાપોરના નાગરિકો માટે H-1B1 પ્રોગ્રામ હેઠળ અલગ રખાય છે. H-1B1 હેઠળના વીઝા જે તે વર્ષે પૂરા ના થાય તો બીજા નાણાકીય વર્ષે ણ્-૧ગ્ માટે તેનો ઉપયોગ થાય છે. આ રીતે દર નાણાકીય વર્ષે માત્ર ૫૮,૨૦૦ H-1B વીઝા જ આપવામાં આવે છે.

આ ઉપરાંત અમેરિકન કોલેજ કે યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કે તેનાથી ઊંચી ડિગ્રી મેળવનારા માટે વધારાના ૨૦,૦૦૦ H-1B વીઝા અનામત રાખવામાં આવે છે. આગામી લેખમાં આપણે વિગતવાર જોઈશું કે શું દરેક અમેરિકન માસ્ટર્સ ડિગ્રી H-1B માસ્ટર્સ કેપ માટે લાયક ઠરે છે કે કેમ.

મર્યાદિત સંખ્યામાં H-1B વીઝા અપાતા હોવાથી કંપનીઓએ આગોતરી રીતે કયા કર્મચારી માટે H-1B સ્પોન્સરશીપ આપવી પડશે તે નક્કી કરી લેવું જોઈએ. આગોતરી તૈયારીથી પિટિશન તૈયાર કરવા માટેનો તથા લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) અને Form ETA 9035 ભરીને તેનું સર્ટિફિકેટ મેળવી લેવા માટેનો પૂરતો સમય મળી રહે.

કેટલા સમય સુધી USCIS H-1B પિટિશન સ્વીકારશે?

H-1B માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન માર્ચની શરૂઆતમાં શરૂ થશે, તે પછી પૂરતી સંખ્યામાં રજિસ્ટ્રેશન મળશે તો USCIS રેન્ડમ રીતે જરૂરી પ્રમાણમાં રજિસ્ટ્રેશન પસંદ કરી લેશે, જેની જાહેરાત મોડામાં મોડી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં થઈ જશે. આ માટેનું માર્ગદર્શન USCIS તરફથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં આપવામાં આવશે.

એક જ કર્મચારી માટે એકથી વધુ H-1B રજિસ્ટ્રેશન કરાવશો નહિ

એક નાણાકીય વર્ષ માટે એક કર્મચારીનું એક જ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. એક જ કર્મચારી માટે જુદી જુદી નોકરી કે હોદ્દા માટેનું રજિસ્ટ્રેશન પણ કરાવી શકાશે નહિ. જોકે સબસિડિયરી કંપની કે પેરેન્ટ કંપની કે એફિલિયેટ કંપની માટે જે તે કર્મચારીનું અલગથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. તે માટે વાજબી કારણ દર્શાવવાનું રહેશે. જો તેમ નહિ થાય તો તે કર્મચારીની વતી દાખલ કરાયેલી બધી અરજીનો નકારી કઢાશે.

સૂચિત નોકરી તથા સંભવિત H-1B કર્મચારી બંને લાયક ઠરવા જોઈએ

સંભવિત કર્મચારીની લાયકાત ઉપરાંત જે જોબ આપવાની હોય તે પણ H-1B વીઝા હેઠળ લાયક ઠરવી જરૂરી છે. દાખલા તરીકે સૂચિત જોબ ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ની વ્યાખ્યા હેઠળ આવવી જોઈએ. ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ હેઠળ આવતી જગ્યાઓ માટે જરૂરી છેઃ (૧) થિયરી તથા પ્રેક્ટિસમાં વિશેષ જ્ઞાનની જરૂર પડે તેવી જગ્યા; અને (૨) અમેરિકામાં વ્યવસાય માટે જરૂરી લઘુતમ લાયકાત સાથેની સ્પેશ્યાલિટી માટે લાયક બેચરલની કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર.

H-1B નિયમો હેઠળ સ્પેશ્યાલિટી ઓક્યુપેશન ગણાવવા માટે બીજા પણ કેટલાક માપદંડ જરૂરી છેઃ (૧) બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રી અથવા જોબ માટેની લઘુતમ લાયકાત પ્રમાણેની ડિગ્રી હોવી જોઈએ; (૨) એક જ ઉદ્યોગમાં સમાન કક્ષાની કંપનીઓ માટે ડિગ્રીની જરૂરિયાત સમાન રહેશે; (૩) જગ્યા માટે જરૂરી લાયકાતની ડિગ્રી કે સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ; (૪) આ કામ એવી વિશેષતા સાથેનું અથવા સંકુલ હોવું જોઈએ કે તેને બજાવવા માટે બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર પડતી હોય.

તેથી ‘સ્પેશ્યાલિટી ઓક્યુપેશન’ સાબિત કરવા માટેઃ (૧) વિશેષ પ્રકારના જ્ઞાનની પ્રેક્ટિસમાં અને થિયરીમાં જરૂર પડતી હોવી જોઈએ; (૨) તે માટેની લઘુમત લાયકાત સાથેની ડિગ્રી કે સમકક્ષ ડિગ્રી અથવા બેચલર કે તેનાથી ઊંચી ડિગ્રીની જરૂર હોવી જોઈએ; અને (૩) ઉપરની ચારમાંથી કમ સે કમ એક શરતનું પાલન થવું જરૂરી છે.

ણ્-૧ગ્ માટે કર્મચારીની લાયકાત આ પ્રમાણે જોઈએઃ (૧) વ્યવસાય કરવા માટેનું (જરૂરી હોય ત્યાં) રાજ્યનું પૂર્ણ લાયસન્સ; (૨) જગ્યા માટે જરૂરી ડિગ્રી હોવી જોઈએ; અથવા (૩) આવી ડિગ્રીથી મળનારી સ્પેશ્યાલિટી માટેની લાયકાત ઉત્તરોત્તર જવાબદારી સાથેના કામના અનુભવથી મેળવેલી હોય. પરંતુ અનુભવના આધારે વીઝા મેળવવા મુશ્કેલ બનશે, કેમ કે સ્પેશ્યલાઇઝ્ડ ફિલ્ડમાં ડિગ્રી જરૂરી બને છે.

કંપની કેવા પ્રકારની છે અને કેટલી મોટી છે તે પ્રમાણે H-1B ફાઇલિંગ ફી નક્કી થશે

પ્રારંભિક રજિસ્ટ્રેશન વખતે ૧૦ ડોલરની ફી ભરવાની રહેશે. H-1B લીગલ ફી, ઉપરાંત એમ્પ્લોયરે USCIS ફાઇલિંગ ફી પણ ભરવી પડશે.

ફાઇલિંગ ફી કેટલી હોય તેનો આધાર કંપનીનો પ્રકાર અને સાઇઝ પર હોય છે. હાલમાં બધા જ નોકરીદાતાએ ૪૬૦ ડોલરની બેઝ ફાઇલિંગ ફી ભરવાની રહે છે. ખ્ઘ્ષ્ત્ખ્ કાયદા હેઠળ એમ્પ્લોયરે વધારાની ૭૫૦ ડોલર અથવા ૧૫૦૦ ડોલરની ફી ભરવાની રહેશે, જો પાર્ટ બી હેઠળ એક્ઝમ્પશન ના મળતું હોય તો.

સ્પોન્સર કરનારી કંપનીમાં ૨૫ કે તેથી ઓછા ફુલટાઇમ કર્મચારીઓ હોય તો ૭૫૦ ડોલરની ફી ભરવાની થાય. તે સિવાયના કેસમાં ૧૫૦૦ ડોલરની ફી થશે. ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓ, નોન-પ્રોફિટ અન સંલગ્ન સંસ્થાઓ, ઉચ્ચતર સંસ્થા સાથે સંલગ્ન સંસ્થા, નોન-પ્રોફિટ સંશોધન સંસ્થા અથવા સરકારી સંશોધન સંસ્થા વગેરેને USCIS ફી ભરવામાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત H-1B વીઝા રિફોર્મ એક્ટ ૨૦૦૪ હેઠળ ફ્રોડ પ્રિવેન્શન અને ડિટેન્શન ફી તરીકે વધારીની ૫૦૦ ડોલરની ફી એમ્પ્લોયરે ભરવાની રહેશે.

૫૦થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ પાસેથી, તેમ જ પોતાના અમેરિકા ખાતેના કુલ કર્મચારીમાં ૫૦ ટકા કરતાં વધારે H-1B, L-1A, અથવા L-1B, નોન-ઇમિગ્રન્ટ વીઝા પર હોય તો પણ વધારાની ફી આપવાની રહેશે.

સેલેરી અને બેન્ચિંગ કોસ્ટની ગણતરી કરી રાખો

એમ્પ્લોયરે અમેરિકાના શ્રમ વિભાગ પાસેથી લેબર કન્ડિશન એપ્લિકેશન LCA) લેવું જરૂરી છે. LCA પર H-1B નોન-ઇમિગ્રન્ટ વર્કરને કેટલો પગાર અપાશે તે દર્શાવવાનો હોય છે. તેના જેટલી જ લાયકાત અને અનુભવ સાથેના કર્મચારીઓના પગાર કરતાંય વધારે પગાર અપાશે તેમ દર્શાવવું પડે. જે પદ માટે કર્મચારી લાવવાનો હોય તેના પ્રચલિત પગારધોરણ કરતાં વધારે પગાર અપાશે તેવું જણાવવું પડે.

અમેરિકન વર્કર મળતો હોય તેનાથી ઓછા પગારે બહારથી માણસ લાવી શકાય નહિ તે માટે અમેરિકાની સંસદે સાવધાની રાખી છે. કેટલાક કિસ્સામાં એમ્પલોયર્સે પિટિશન માટેનો ખર્ચ પણ આપવો પડતો હોય છે.

નિયમાનુસાર કર્મચારી ‘કામ કરવા હાજર થઈ જાય’ ત્યારે અથવા મોડામાં મોડા ૩૦ દિવસમાં ન્ઘ્ખ્માં જણાવાયેલો પગાર ચૂકવવાનું કંપનીએ શરૂ કરી દેવું જરૂરી છે. (અમેરિકા બહારના કર્મચારી અમેરિકાના પ્રવેશે પછી ૩૦ દિવસમાં પગાર શરૂ થવો જરૂરી છે.) કર્મચારી અમેરિકામાં જ હોય ત્યારે શ્લ્ઘ્ત્લ્ ચેન્જ ઑફ સ્ટેટસને માન્ય કરે તેના ૬૦ દિવસમાં પગાર ચૂકવવો શરૂ થવો જોઈએ.

કોઈ ણ્H-1B  કર્મચારી કામગીરીમાં વ્યસ્ત ના હોય (કામ અથવા પરમીટ અથવા લાયસન્સ ના હોય ત્યારે કર્મચારીને બેસાડી રખાય તેને બેન્ચિંગ કહેવાય) ત્યારે પણ પગાર આપવાનું ચાલુ રાખવું પડે છે. H-1B કર્મચારી તાલીમમાં હોય (કંપની દ્વારા અથવા વ્યવસ્થાના ભાગરૂપે અન્ય દ્વારા) ત્યારે પણ પગાર ચાલુ રાખવો જરૂરી છે. આ રીતે કર્મચારી ફરજ બજાવવા લાયક ઠરે તે પછી ઉત્પાદક કે બિનઉત્પાદક બંને સમયમાં પગાર આપવો જરૂરી છે.

H-1B કર્મચારીને ટર્મિનેટ કરવામાં ના આવે ત્યાં સુધી તેને ન્ઘ્ખ્માં દર્શાવ્યા પ્રમાણેનો પગાર ચૂકવતો રહેવો જરૂરી છે, નહિતો દંડ થઈ શકે છે. કર્મચારીને ટર્મિનેટ કરવા સાથે શ્લ્ઘ્ત્લ્ને તેની ણ્-૧ગ્ પિટિશન પરત લેવા માટેની જાણ પણ કરવાની રહે છે. કર્મચારી હાજર થાય તે પહેલાં ટર્મિનેટ કરવાનો થાય ત્યારે તેની H-1B પિટિશન પાછી ખેંચવી જરૂરી છે. આવા વિદેશ નાગરિકને વતનના દેશમાં પરત જવા જરૂરી ખર્ચ આપવો પણ જરૂરી છે.

નિયમપાલનઃ એલસીએની નોટિસ લગાવવી તથા પબ્લિક એક્સેસ ફાઇલ્સ રાખવી

એલસીએની નોટિસ પોસ્ટ કરવી જરૂરી છે અને યુનિયન હોય ત્યાં એલસીએ ફાઇલ કરતાં પહેલાં તેને નોટિસ આપવી જરૂરી છે. એસલીએને અથવા તેની જેટલી સાઇઝનો ડોક્યુમેન્ટ અથવા વાંચી શકાય તેટલી સાઇઝમાં પોસ્ટ કરવું જરૂરી છે. આવી પોસ્ટમાં આ વિગતો વાંચી શકાતી હોવી જોઈએઃ (૧) ણ્-૧ગ્ વીઝા માટે થયેલી અરજી; (૨) કેટલા H-1B વીઝા માટે અરજી; (૩) કઇ કામગીરી કે જગ્યા માટે થઈ છે; (૪) ઓફર થયેલો પગાર; (૫) નોકરીનો સમયગાળો; (૬) H-1B કર્મચારીની નોકરીનું સ્થળ; અને (૭) જાહેર જનતા માટે ચકાસણી માટે એલસીએ ઉપલબ્ધ છે તે.

નોટિસમાં એ જણાવવું જરૂરી છે કે ક્યાં ફરિયાદ કરવાની રહેશે. નોકરીના સ્થળે બે જગ્યાએ દેખાઈ આવે તે રીતે નોટિસ લગાવવી જરૂરી છે. શ્રમ વિભાગને એલસીએ માટે અરજી કરવાની હોય તેના ૩૦ દિવસ પહેલાં નોટિસ લગાવવી જરૂરી છે અને તે ૧૦ દિવસ માટે લગાડેલી રહેવી જરૂરી છે.

પબ્લિક એક્સેસ ફાઇલ (PAF) તરીકે ઓળખાતા દસ્તાવેજો જાળવવા જરૂરી છે. PAF સંબંધિત અને રસ ધરાવતા તથા અસરકર્તાને જોવા માટે ઉપલબ્ધ હોવી જોઈએ. LAC ફાઇલ થાય તેના એક જ દિવસ પછી બધા દસ્તાવેજો સાથે PAF ઉપલબ્ધ હોવી જોઈએ. આ દસ્તાવેજો એટલેઃ સંપૂર્ણરીતે ભરાયેલી LAC અરજીની નકલ; પગારધોરણ દર્શાવતા દસ્તાવેજો; એક્ચુઅલ વેજ નક્કી કરવાની સિસ્ટમની પૂર્ણ અને સ્પષ્ટ સમજણ; વર્તમાન પગારધોરણ શું છે તે દર્શાવતા દસ્તાવેજોની નકલ; યુનિયન/કર્મચારીઓને અપાયેલી નોટિસની નકલ; આજ ઓક્યુપેશનલ ક્લાસિફિકેશનમાં અમેરિકન વર્કરને અપાતા લાભોની વિગતો, અને તફાવત હોય તો કઈ રીતે નક્કી કરવામાં આવ્યો છે તે.

H-1B કર્મચારીઓ પર યોગ્ય ‘કન્ટ્રોલ’ દર્શાવવો

H-1B  પિટિશન માટે અરજદાર કંપનીએ એવું પ્રસ્થાપિત કરવું પડે કે કંપની-કર્મચારી તરીકેનો સંબંધ સ્થપાયો છે અને H-1B રી હોય અથવા પગાર ચૂકવાતો હોય તે પૂરતું નથી. વીઝા પર આવનારા કર્મચારીનો કંપની સાથે કંપની-કર્મચારી તરીકેનો સંબંધ છે ખરો અને કંપની કર્મચારી પર પૂરતા પ્રમાણમાં કન્ટ્રોલ ધરાવે છે કે કેમ તેની તપાસ USCIS  દ્વારા કરવામાં આવતી હોય છે.

તેથી કંપનીએ એ દર્શાવવું જરૂરી છે કે ણ્-૧ગ્ નોન-ઇમિગ્રન્ટ કર્મચારી ક્યારે, ક્યાં અને કેવી રીતે સ્પેશ્યાલિટી ઓક્યુપેશન જોબ અને પ્રોફેશનલ કામગીરી બજાવશે તેના પર ‘નિયંત્રણનો અધિકાર’ ધરાવે છે.

H-1B  નોન-ઇમિગ્રન્ટ વર્ક વીઝા મેળવવા અથવા તેના વિશેની વધુ માહિતી માટે NPZ Law Groupના ઇમિગ્રેશન અને નેશનાલિટી લોયર્સ અને એટર્નીનો સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે અમારી વેબસાઇટ www.visaserve.com પર ઇમેઇલ કરી શકો છો અથવા કોલ કરો – 201-670-0006 (x104)

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/