આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નોકરીએ રાખવા માટે કંપનીઓએ શું કરવું પડે

0
965

 

 

પોતાની કંપનીમાં પ્રતિભાવાન માણસો લાવવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નોકરી રાખવાનો ઉપાય ઉત્તમ છે. અમેરિકન કંપનીઓ કઈ રીતે અમેરિકામાં રહીને ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વર્ક પરમીટ મેળવીને F-1/J-1 સ્ટેટસ અપાવી શકે તેની ચર્ચા આજે કરીશું.

અમેરિકામાં ભણવા માટે સ્ટુડન્ટ વીઝાની જરૂર પડે. મોટા ભાગની યુનિવર્સિટીઝ બે સ્ટેટસ ઓફર કરતી હોય છે:

F-1 સ્ટેટસ: ચોક્કસ પ્રકારની (BS, MS, Ph.D. અથવા MD જેવી) ડિગ્રી મેળવવા માગતા નોન ઇમિગ્રન્ટ સ્ટુડન્ટને આ સ્ટેટસ અપાતું હોય છે.  અમુક પ્રોગ્રામમાં આ સ્ટેટસ મળે છે, જે માટે F-1 visa, Form I-20, Electronic I-94 record અથવા I-94 card અને એડમિશન સ્ટેમ્પની જરૂર પડે છે.

J-1 Status: એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આવનારા નોન ઇમિગ્રન્ટ સ્ટુડન્ટે J-1 visa, Form DS-2019, Electronic I-94 record, I-94 card અને એડમિશન સ્ટેમ્પની જરૂર પડે છે.

F-1 સ્ટુડન્ટ માટે ઇન્ટર્નશીપ:

CPT (કરિક્યુલર પ્રેક્ટિકલ ટ્રેનિંગ): CPT વર્કની મંજૂરી મળે તેના આધારે F-1 સ્ટુડન્ટ પોતાના ક્ષેત્રની પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવી શકે છે. મોટા ભાગ ઇન્ટર્નશીપ હેઠળ CPTની તક મળતી હોય છે. તેની હેઠળ પાર્ટ ટાઇમ કે ફુલ ટાઇમ કામ કરી શકાય. પ્રારંભિક વર્ષમાં જ ટ્રેનિંગની જરૂર હોય ત્યાં એક વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યાની શરતમાં છુટછાટ મળી શકે છે.

સમય: ફુલટાઇમ CPTનું એક વર્ષ થઈ જાય તે પછી OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) કરી શકાય નહીં, પરંતુ પાર્ટ ટાઇમ CPT કરવામાં આવે તો OPT લાયકાતમાં અસર થતી નથી.

નોકરીદાતાની ભૂમિકા: CPT મેળવવાની જવાબદારી સ્ટુડન્ટની હોય છે એટલે કંપનીએ ખાસ કંઈ કરવાનું હોતું નથી, પરંતુ ઇન્ટર્નશીપ માટેનો લેટર આપવાનો હોય છે.

વિદ્યાર્થીની ભૂમિકા: કંપની તરફથી ઇન્ટર્નશીપનો લેટર મળે તે સ્પોન્સરિંગ સ્કૂલને આપવાનો હોય છે. ક્યાંથી ક્યાં સુધીની ઇન્ટર્નશીપ હશે તે ઓનલાઇન એપ્લિકેશનથી જણાવવાનું હોય છે. ઇમિગ્રેશનના નિયમ પ્રમાણે પાર્ટ ટાઇમ કે ફુલ ટાઇમ CPT સાથે વિદ્યાર્થીએ સંપૂર્ણ શૈક્ષણિક વર્ષ દરમિયાન ફુલ ટાઇમ વિદ્યાર્થી તરીકે પણ રહેવાનું હોય છે.

પ્રોસેસિંગ સમય અને ખર્ચ: CPTની પ્રક્રિયા પાંચથી 12 દિવસ સુધીમાં થતી હોય છે. તે માટેનો ખર્ચ કંપનીએ કરવાનો હોતો નથી.

F-1 વિદ્યાર્થીને ફુલ ટાઇમ નોકરી:

OPT: OPT પૂર્ણ થયા પછી વર્ક ઑથોરાઇઝેશન મળે તેના આધારે વિદ્યાર્થી પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકે છે. ગ્રેજ્યુએટ થયેલા F-1 સ્ટુડન્ટને આ લાભ મળે છે. F-1 માટે 12 મહિનાની OPT હોય છે. પ્રિ-કમ્પ્લિશન માટેની મંજૂરીનો સમયગાળો આમાં ગણવાનો હોતો નથી.

કંપનીની ભૂમિકા: OPTની જવાબદારી પણ સ્ટુડન્ટની જ હોય છે, કંપનીએ કંઈ કરવાનું હોતું નથી. OPT પછી નોકરી માટેની ઓફર હોય પણ ખરી, ના પણ હોય.

વિદ્યાર્થીની ભૂમિકા: બે સ્ટેપથી વિદ્યાર્થીએ OPT માટેની મંજૂરી મેળવવાની હોય છે.

Step 1: યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં OPT રિક્સવેસ્ટ આપવાની હોય છે. એડવાઇઝર તેનો અભ્યાસ કરીને મંજૂરી આપતા હોય છે.

Step 2: રિક્વેસ્ટ મંજૂર થાય તે પછી સ્ટુડન્ટ OPT અરજી કરવાની હોય છે. USCISને અરજી સાથે જરૂરી પેમેન્ટ અને ડૉક્યુમેન્ટ્સ મોકલવાના હોય છે. તે પછી સ્ટુડન્ટ OPT માટે જરૂરી વર્ક ઓથોરાઇઝેશન મેળવી શકે છે. USCIS અરજી મંજૂર કરે તે પછી વિદ્યાર્થીને EAD (એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ) મળે છે. 12 મહિના માટે વિદ્યાર્થી OPT કરી શકે છે તેના પુરાવા તરીકે EAD કામ આવે છે. ફી વિદ્યાર્થીએ ભરવાની હોય છે.

સમય અને ખર્ચ: સામાન્ય રીતે USCIS 60 દિવસે OPT અરજીનો નિકાલ કરતી હોય છે. જોકે ફેબ્રુઆરીમાં પીક પિરિયડ હોય ત્યારે 3થી 5 મહિના પણ લાગી જાય. તેથી ગ્રેજ્યુએશન તારીખના 90 મહિના પહેલાં જ સ્ટુડન્ટે અરજી મોકલી દેવી જોઈએ.

OPT માટે F-1 STEM વિદ્યાર્થીઓની ભરતી: જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ STEMમાં ગ્રેજ્યુએટ થાય તે વધુ 24 મહિના સુધી OPT કરી શકે છે. STEM ગ્રેજ્યુએટ્સને વધારાનો અનુભવ મળે તે માટે આ લાભ અપાય છે.

સમય: F-1 સ્ટુડન્ટ માટે STEM OPT 24 મહિનાની હોય છે.

કંપનીની ભૂમિકા:

  • કંપનીએ E-Verify પ્રોગ્રામમાં જોડાવું જરૂરી છે.
  • વિદ્યાર્થીના અભ્યાસને વધુ સુદૃઢ બનાવે તેવી પ્રેક્ટિકલ ટ્રેનિંગના કાર્યક્રમ કંપનીએ તૈયાર કરવા પડે. કંપની અને વિદ્યાર્થી બંનેની સહી સાથે ઇન્ટરનેશનલ સર્વિસ વિભાગને અરજી કરવાની હોય છે. પ્રોગ્રામની વચ્ચે અને 24 મહિના પુરા થાય ત્યારે કંપનીએ સ્ટુડન્ટનો પ્રોગેસ રિપોર્ટ મોકલવાનો હોય છે.
  • નોકરી રદ કરવામાં આવે ત્યારે પાંચ દિવસમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસને જાણ કરવાની હોય છે.
  • કંપની પાસે તાલીમ આપનારો સ્ટાફ હોવો જોઈએ અને સુવિધાઓ હોવી જોઈએ.
  • કોઈ કાયમી, કામચલાઉ કે પાર્ટટાઇમ અમેરિકન વર્કરના સ્થાને વિદ્યાર્થીને મૂકી શકાય નહીં.

વિદ્યાર્થીની ભૂમિકા:

વિદ્યાર્થીએ ટ્રેનિંગ પ્લાન I-983 સાથે રજૂ કરવાનો હોય છે. STEM OPT અરજી સાથે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસને આપવાનો હોય છે. જરૂરી ફી અને ડૉક્યુમેન્ટ્સ સાથે F-1 વિદ્યાર્થીએ USCISને અરજી કરવાની હોય છે. અરજી મંજૂર થતા USCIS તરફથી EAD અપાશે.

સમય અને ખર્ચ: સામાન્ય રીતે STEM OPT માટે 3-5 મહિના લાગતા હોય છે, કેટલાક કેસમાં 7 મહિના. OPT સમયગાળો પૂરો થવાનો હોય તે પહેલાં જ STEM OPT Extensionની અરજી કરી દેવી જરૂરી છે. જરૂરી સમયમાં જ અરજી થઈ ગઈ હોય તો 180 દિવસનું એક્સટેન્શન આપોઆપ મળી જતું હોય છે.

સમાપન: કંપની માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને રાખવાના ઘણા ફાયદા હોય છે. વૈવિધ્ય વધે, નવા વિચારો આવે અને સાથે કંપનીના ટેક્નોલોજિકલ, ઇનોવેશન અને રિસર્ચમાં પણ વૈવિધ્ય આવે. વિદેશમાં તમે કામ કરવા માગતા હોય ત્યારે આવા વિદ્યાર્થી પોતાના દેશની સ્થિતિ અને સ્થાનિક બજારને જાણતા હોય તેનો ફાયદો થાય.

 

અમેરિકાના નેશનાલિટી અને ઇમિગ્રેશન આ પ્રકારના લૉઝ તમને અને તમારા પરિવારને કઈ રીતે અસરકર્તા થઈ શકે છે તેની વધારે વિગતો જાણવા માટે તમે NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે ઇમેઇલ કરો [email protected] અથવા 201-670-0006 (104) પર ફોન કરો. વધુ માહિતી માટે જુઓ અમારી વૅબસાઇટ www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here